ગળો એક પરોપજીવી વેલ છે જે બીજા કોઈ ઝાડ ઉપર રહીને ઉછરે છે. ગળોના પાંદડા પાનના છોડના જેવા હોય છે. ગળોને અંગ્રેજીમાં Indian Tinospora અને હિન્દીમાં તેને ગિલોય કે ગુડુચી કહે છે.
આયુર્વેદમાં તેને અનેક નામોથી ઓળખવામાં આવે છે. જેમાં તેને અમૃતા, ગુડુચી, ચિન્નરૂહા અને ચક્રાંગી જેવા નામોથી ઓળખવામાં આવે છે. ઘણા વર્ષ સુધી જીવંત રહે અને અમૃત સમાન ગુણકારી હોવાથી જેને અમૃતા કહેવામાં આવે છે. આયુર્વેદમાં તેને ઝેરની મહાન ઔષધી માનવામાં આવે છે અને તેને જીવંતિકા નામ આપવામાં આવ્યું છે.
ગળોનો વેલો જંગલમાં, ખેતરની વાડોમાં, પહાડોના શિખર પર ગોળ ગોળ વીંટળાઈને ફેલાય છે. ગળાનો વેલો લીમડો, આંબાના વૃક્ષની આસપાસ વધારે પ્રમાણમાં મળે છે. જે વૃક્ષ પર ગળો ફેલાય છે જેના ગુણ તેમાં ઉતરે છે. જેમાં લીમડા ઉપર થયેલી ગળોને શ્રેષ્ઠ ઔષધી માનવામાં આવે છે.
ગળાનો વેલો નાની આંગળીથી લઈને અંગુઠા જેવડો પણ થઈ શકે છે. જ્યારે જૂની ગળોનો વેલો નાના બાળકના હાથ જેવડો પણ હોય છે. વેલો ઝાડ પર ચડીને તેના મૂળ નીચે તરફ ઢળતા અને ઝુલતા હોય છે. ખેતરમાં એન પહાડો પર ગળો જમીનમાં ઘૂસીને અનેક વેલા ઉત્પન્ન કરે છે. ગળોના વેલાની ઉપરની છાલ ખુબ જ પાતળી, ભૂરી અથવા આછા ભૂરા રંગની હોય છે. જે ભાગને હટાવી દેવાથી તેનો માંસલ ભાગ લીલા રંગનો દેખાય છે. કાપવાથી તે ભાગ ચક્રાકાર દેખાય છે.
10 મિલી ગળોના રસમાં 1 ગ્રામ મધ અને 1 ગ્રામ સિંધવ મીઠું નાખીને સારી રીતે ભેળવીને આંખમાં પાંપણો પર આંજવાની અંધાપો, સોજો, ચીપડા, સફેદ અને કાળો મોતિયો બંધ દુર થાય છે. ગળોના રસમાં ત્રિફળા ભેળવીને ઉકાળો બનાવીને તેમાં 10 થી 20 મિલી ઉકાળામાં 1 ગ્રામ પીપળીનું ચૂર્ણ અને મધ ભેળવીને સવારે અને બપોરે સેવન કરવાથી આંખોનું તેજ વધે છે.
પાંદડા હ્રદયના આકારના, ખાવાના પાન જેવા એકાંતર ક્રમમાં વ્યવસ્થિત હોય છે. જે 2 થી 4 ઈંચનો વ્યાસ ધરાવે છે. ગળાના વેલાને ગ્રીષ્મ ઋતુમાં પીળા રંગના નાના નાના ફૂલ આવેં છે. અને તેના પછી ફળ બેસે છે હે નાના વટાણા આકારના હોય છે એન પાકવાના સમયે લાલ રંગના થઇ જા છે. તેના બીજ સફેદ, ચીકણા આને મરચાના દાણાના જેવા હોય છે.
ગળોના એન્ટીપાયરેટીક ગુણના લીધે જે જૂનામાં જૂના તાવને દુર કરે છે. આ પરિણામે ડેન્ગ્યું, મેલેરિયા, સ્વાઈન ફ્લુ જેવી ગંભીર સમસ્યાઓથી આરામ મેળવી શકાય છે. તાવ આવતા સમયે ગળોનું ચૂર્ણ દિવસમાં બે વખત લેવાથી તાવ દુર થઇ શકાય છે.
ગળોમાં કીનોન્સ, ફ્લેવોનોઈડ, પોલીફેનોલ્સ, ટેનિન, કુમૈરીન્સ, ટરપેનોઈડસ, એસેંશીયલ ઓઈલ્સ, અલ્કાલોઈડસ, લેક્ટિક, પોલીપેપ્ટાઈડ, ગ્લાઇકોસાઈડ, સૈપોનીંસ, સ્ટેરોઈડસ જેવા રાસાયણિક તત્વો હોય છે જેથી આ ગળો અનેક રોગોના ઈલાજ માટે ખુબ જ ઉપયોગી છે જેનો પાન, વેલા, ફળ, ફૂલ, મૂળ અને છાલ દ્વારા પાવડર, ચૂર્ણ, રસ અને ઉકાળા સ્વરૂપે ઉપયોગ કરવામાં આવે છે. અમે ક્યાં રોગોના ઈલાજમાં ઉપચાર તરીકે ગળોનો ઉપયોગ થાય છે.
ગળો અને સુંઠના ચૂર્ણને નાકમાંથી સુંઘવાથી હેડકી બંધ થાય છે. ગળોનું ચૂર્ણ અને સુંઠની ચટણી બનાવીને તે દૂધ સાથે પીવાથી હેડકી બંધ થાય છે. ગળોના આ સેવનથી અન્નનળી અને શ્વાસનળીમાં ફસાયેલો ખોરાક કે છાલો દુર થઈને સાફ થવાથી હેડકી બંધ થાય છે. શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાથી શરીરમાં અનેક બીમારીઓ આવે છે. એવામાં ગળોનું સેવન કરવામાં આવે તો તે અત્યંત લાભકારી છે . ગળોના ઔષધીય ગુણોમાં ઈમ્યુનોમોડ્યુલેટરી ખુબ જ હોય છે જેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
જ્યારે 10 થી 15 દિવસોમાં તાવનો સમસ્યા દુર ન થાય તો તે વ્યક્તિને જુનો તાવ હોય શકે છે. આ સમસ્યામાં ગળો ખુબ જ લાભદાયી છે. આ તાવમાં ગળો મહદઅંશે લાભ પહોંચાડે છે. તેના માટે ગળોના વેલા અને પાંદડાનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં એન્ટીપાયરેટીક તાવ ઠીક કરનારા અને એન્ટી મેલેરીયલ મેલેરિયા દુર કરનારા તત્વો હોય છે.
ગળોમાં ઔષધિય ગુણમાં પાચન સંબંધો સમસ્યા દુર કરવાના ગુલ હોય છે જેથી ઝાડા અને મરડો તેમજ કબજિયાતની સમસ્યામાંથી દુર કરવામાં મદદ કરે છે. આ કારણે માનવામાં આવે છે કે પાચનતંત્રને મજબુત કરવા માટે ગળો ખુબ જ ઉપયોગી છે. એસીડીટીના કારણે ઉલ્ટી થતી હોય તો ગળોના રસમાં 4 થી 6 ગ્રામ સાકરની મિશ્રી ભેળવીને સવાર અને સાંજે પીવાથી ઉલ્ટી બંધ થાય છે. ગળોની 125 થી 250 મિલી ચટણીમાં 15 થી 30 ગ્રામ મધ ભેળવીને દિવસમાં ત્રણ વખત સેવન કરવતી ઉલ્ટીની સમસ્યા દુર થાય છે, 20 થી 30 મિલી ગળોના ઉકાળામાં મધ ભેળવીને પીવાથી તાવના લીધે થતી ઉલ્ટી બંધ થાય છે. ગળોના રસમાં સાકર ભેળવીને પીવાથી ઉલ્ટી મટે છે.
ગળો સુગર ઓછું કરવાના ગુણ ધરાવે છે જેથી ડાયાબીટીસના રોગમાં ગળો ખુબ જ લાભકારી અને ગળોનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. લોહીમાં સુગરનું પ્રમાણ ઘટાડવાના ગુણના લીધે શરીરમાં ઈન્સુલીનની સક્રિયતા વધે છે અને લોહીમાં સુગરનું પ્રમાણ નિયંત્રણમાં આવે છે જેથી ડાયાબીટીસથી છુટકારો મેળવવા ગળો ખુબ લાભકારી છે.
શરીરમાં લોહીની ઉણપના કારણે ઘણા રોગો થતા હોય છે જેમાં લોહીની ઉણપથી સૌથી ખતરનાક રોગ એનીમિયા છે. મોટાભાગે એનીમિયાથી સ્ત્રીઓ વધારે પરેશાન હોય છે. એનીમિયાથી પીડિત મહિલાઓ માટે ગળોનો રસ ખુબ ફાયદાકારક છે. ગળોનો રસ શરીરમાં લોહીની ઉણપ દુર કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. બે થી ત્રણ ચમચી ગળોનું જ્યુસને મધ સાથે અથવા પાણી સાથે પીવાથી એનીમિયામાં દુર થાય છે.
ઘણા દિવસોથી ઉધરસથી પરેશાન વ્યક્તિ ગળોનું સેવન કરે તો તેના માટે ખુબ જ ફાયદાકારક છે. ગ્લોમાં એન્ટીએલેર્જીક ગુણ હોય છે જેના લીધે શરદીથી જલ્દીથી આરામ મેળવી શકાય છે. ઉધરસ દુર કરવા માતાએ ગળોનો ઉકાળો પણ ફાયદાકારક છે. ઉધરસથી છુટકારો મેળવવા માટે ઉકાળો બનાવીને મધ સાથે દિવસમાં 2 વખત સેવન કરવાથી ઉધરસ દુર થાય છે.
ગળોને ઔષધીય ગુણોનો ભંડાર માનવામાં આવે છે. જેમાં એવા રસાયણ ઉપ્લબ્ધ હોય છે જેના લીધે રોગપ્રતિકારક શક્તિ વધે છે, ગળોથી રોગપ્રતિકારક શક્તિ વધતા ઘાતક બીમારીઓથી લડવાની ક્ષમતા વધે છે. આ બીમારીઓમાં મેલેરિયા અને ડેન્ગ્યું જેવી બીમારીઓનો પણ સમાવેશ થાય છે. ગળો આ રોગનું વાયરલ ઇન્ફેકશન રોકે છે.
અસ્થમાની સમસ્યાથી છુટકારો મેળવવા ગળો ખુબ જ ફ્ય્દાકારક છે, શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કાર્ય ગળો કરે છે જેના લીધે શ્વાસ સંબંધી સમસ્યાઓ પણ દુર થાય છે જેના લીધે અસ્થમાના લક્ષણોને ઓછા કરવાની ક્ષમતા પણ વધે છે. ગળોનું જ્યુસ મધ સાથે ભેળવીને પીવાથી અસ્થમામાં રાહત રહે છે.
ગળોમાં સોજાનો નાશ કરવાના એન્ટી ફ્લેમેટરી ગુણ હોય છે, સાથે સાંધાનો સોજો દુર કરવાના ગુણ હોય છે જેના પરિણામે સાંધાનો સોજાથી ઓછા કરવાના એન્ટી અર્થરાઈટીક અને દુખાવામાં રાહત આપતા એન્ટી ઓસ્ટીયોપોરાટીક જેવા પ્રભાવશાળી ગુણ હોય છે જેન લીધે ગઠીયો વા દુર થાય છે. ગળોના કોઇપણ રૂપે સેવન કરવાથી આ વા માં રાહત મળે છે.
આંખો સંબંધી સમસ્યાના નિરાકરણમાં ગળો ઉપયોગી છે. જે રોગપ્રતિકારક શક્તિ વધારનારા ઈમ્યુનોમોડ્યુલેટરી ગુણા આભારી છે. આમ આંખોની સમસ્યામાં રોગપ્રતિકારક શક્તિ વધતા તે રોગનો નાશ થાય છે. જેમાં આંખની આંજણી, કમળો, આંખમાંથી પાણી પડવું અને મોતિયો જેવી બીમારીમાં રાહત મળે છે.
શારીરિક ઈચ્છાઓ અને યૌન સમસ્યા વગેરે ગળો દ્વારા જાગૃત કરી શકાય છે. જ્યારે મનુષ્યનું શરીર બીમાર રહે છે ત્યારે યૌન ઇચ્છાઓ અને હોર્મોન્સમાં ઉણપ સર્જાય છે. ગળોમાં રોગપ્રતિકારક શક્તિ વધારતા તત્વને કારણે એફ્રડીજીએક પ્રભાવ હોવાને કારણે યૌન સંબંધી ઈચ્છાઓ વધે છે.
વધારે વજન અને શરીર વધવાની સમસ્યા દુર કરવા ગળો ખુબજ ઉપયોગી છે. એક ચમચી ગળોના રસમાં એક ચમચી મધ ભેળવીને સવાર અને સાંજે સેવન કરવાથી વજન અને શરીર ઘટે છે. આ સિવાય પેટમાં કૃમી અને જીવાણુંના કારણે શરીરમાં લોહીની ઉણપ સર્જાય છે આ સમયે ગળોનું સેવન કરવાથી જીવાણું મરી જાય છે.
ગળોમાં આવેલા રાસાયણિક તત્વોને કારણે ગળોમાં એન્ટી એન્જિગ પ્રભાવ હોય છે.તે સ્વાસ્થ્ય સંબંધી ઘણી બીમારીમાં ઉપયોગી થાય છે. જયારે વ્યક્તિની ઉમર વધતા જાય તેમ શરીરમાં અને ચહેરા પર કરચલીઓ પડે છે અને વ્યક્તિ વૃદ્ધ દેખાવા લાગે છે જ્યારે ગળોનું નિયમિત સેવન કરવાથી ઉમરનો પ્રભાવ દેખાતો નથી. જેથી આ સેવનથી શરીરને યુવાન જ રાખે છે.
કમળાના દર્દીઓ માટે ગળોના પાંદડાનો રસ ખુબ જ ઉપયોગી છે. ગળોમાથી રસ કાઢીને પીવાથી કમળો મટે છે અને સાથે આવતો તાવ અને દુખાવાથી પણ આરામ મળે છે. ગળોમાં રસ સિવાય ગળોના ચૂર્ણનો પણ ઉપયોગ કરીને કમળાથી છુટકારો મેળવી શકાય છે. એક થી બે ચમચી ગળોના ચૂર્ણ અને મધ ભેળવીને દિવસમાં બે વાર નાસ્તા અથવા ખાવા સાથે લેવાથી કમળો મટાડી શકાય છે.ગળોના 20 થી 30 મિલી ઉકાળામાં 2 ચમચી મધ નાખીને પીવાથી કમળો ઠીક થાય છે. ગળોના 10 થી 20 પાંદડાને વાટીને એક ગ્લાસ છાશમાં નાખીને ગાળીને પીવાથી કમળો મટે છે.
વધારે દારુનું સેવન ઘણી રીતે નુકશાન પહોચાડે છે. એવામાં ગળોનું ચૂર્ણ લીવર માટે ટોનિકની જેમ કાર્ય કરે છે. તે લોહીને સાફ કરે છે અને એન્ટીઓક્સીડેન્ટ એન્જાઈમના સ્તરને વધારે છે. આ રીતે તે લીવરના કાર્યને વ્યવસ્થિત કરે છે અને લીવરને સ્વસ્થ રાખે છે. ગળોનું સેવન કરવાથી લીવર સંબંધી અનેક રોગો મટે છે. એક થી બે ચપટી ગળોનું ચૂર્ણ મધ સાથે ભેળવીને દિવસમાં બે વાર સેવન કરવાથી લીવર સંબંધી સમસ્યા દુર થાય છે.
ગળોના વેલાને ગરમ પાણીમાં ગ્સીને તેનો રસ કાઢીને કાનમાં 2- 2 ટીપા નાખવાથી કાનનો મેલ સાફ થાય છે. આ સાથે કાનની અન્ય બીમારીઓથી પણ રાહત થાય છે. કોઇપણ પ્રકારની આડઅસર કે કાનમાં નુકશાન પહોચાડ્યા વગરે ગળો કાનના મેલને સાફ કરે છે.
હરડે, ગળો અને ધાણા સરખા પ્રમાણમાં 20 ગ્રામ જેટલા લઇ અડધા લીટર પાણીમાં પકાવી લીધા બાદ તેમાં ચોથા ભાગનું પાણી વધે ત્યારે તેનો ઉકાળો બનાવીને તેમાં ગોળ નાખીને સવાર અને સાંજે પીવાથી કબજીયાતની બીમારી ઠીક થાય છે.
10 થી 20 મિલી ગળોના રસમાં 30 મિલી સરસવનું તેલ ભેળવીને દરરોજ પીવાથી હાથીપગો મટે છે. આ રોગને ફાયલેરિયા તરીકે ઓળખવામાં આવે છે. હાથીપગો એક ગંભીર બીમારી છે જેમાં વ્યક્તિના શરીરના અંગો ખુબ સોજી જાય છે. આવું ફીલેરીયલ વર્મના કારણે થાય છે. 10 થી 20 ગ્રામ ગળોના જ્યુસમાં 50 મિલી કડવી બદામ (કરંજ)નું તેલમાં ભેળવીને ખાલી પેટે પીવાથી હાથીપગો મટે છે.
ગળોનો રસ પીવાથી લોહી સંબંધી બીમારી દુર થાય છે. ગળો લોહીને સાફ કરે છે. જેના લીધે લોહી શુદ્ધ થાય છે જેનાથી ચામડીના રોગો મટે છે. સાથે ગળોના લીધે રોગ પ્રતિકારક શક્તિ વધે છે જેથી ફૂગ અને જીવાણુંના લીધે તથા રોગો પણ નાશ પામે છે. ગળોના પાંદડાને હળદર સાથે વાટીને ધાધરવાળા ભાગ પર લગાવવાથી અને મધ સાથે ગળોનો રસ પીવાથી ધાધર મટે છે.
10 થી 20 મિલી ગળોના રસમાં દિવસમાં બે થી ત્રણ વખત નિયમિત રીતે પીવાથી કોઢની બીમારી મટે છે. ગળોનો રસને પીવાય એટલા પ્રમાણમાં પીવાથી અને આ પછી માત્ર મગના સૂપનું જ ભોજન તરીકે અને સાથે ભાત અને ઘી ઉપયોગ કરવાથી કોઢ મટે છે.