શરીરનો સામાન્ય તાપમાન લગભગ 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. અને તે આવી પરિસ્થિતિમાં, જ્યારે ઠંડા પાણી પીતા હોવ, ત્યારે શરીરને તાપમાન પર અંકુશ રાખવા માટે વધુ ઊર્જા ખર્ચવી પડે છે, અને આ કારણે, શરીરની શક્તિ બિનજરૂરીપણે સમાપ્ત થાય છે, તેથી શરીરમાં પોષક તત્ત્વો ઉણપ પણ રહે છે. અતિશય ઠંડા પાણી પીવાથી શરીરના તંત્રમાં સંકોચાઈ જાય છે, આવા કિસ્સાઓમાં, કોશિકાઓ વારંવાર સંકોચાઈ જવાથી એની અસર શરીર માં મેટાબોલિઝમ પર પડે છે અને ધબકારા પર નકારાત્મક અસર કરે છે.
જો ફ્રિજનું ઠંડુ પાણી પીવામાં આવે તો તે પાચનક્રિયાને ખરાબ રીતે પ્રભાવિત કરે છે. કારણ કે જ્યારે ફ્રિજના ઠંડા પાણીનું સેવન કરીએ ત્યારે તે શરીરમાં વસ્તુઓને જામ કરી દે છે. અને રક્ત વાહિનીઓ પણ પ્રભાવિત થતી હોય છે. જેના કારણે પાચનક્રિયા ધીમી પડી જતી હોય છે. જેનાથી અપચો, એસીડીટી, ગેસ, કબજીયાત, પેટનો દુઃખાવો તેમજ ન્યુટ્રીન્સની ઉણપ વગેરે જેવી સમસ્યાઓ થાય છે. તેથી જ્યારે પણ તરસ લાગે ત્યારે વધારે ઠંડુ પાણી ન પીવું જોઈએ અને આ બાબતમાં સૌથી ઉત્તમ રહે છે માટલાનું પાણી.
ફ્રિજનું પાણી રોગ પ્રતિકારક પ્રણાલીને સંપૂર્ણ રીતે ખરાબ કરી શકે છે. શરીરના સામાન્ય તાપમાનથી આપણું શરીર દરેક પ્રકારના જમ્સ અને બેક્ટેરિયાથી બચે છે. અને નાના મોટા વાયરસ શરીરને પ્રભાવિત નથી કરી શકતા. પરંતુ જ્યારે ફ્રિજનું ઠંડુ પાણી પીતા હોઈએ ત્યારે શરીરનું તાપમાન ઘટી જતું હોય છે. જેના કારણે રોગ પ્રતિકારક પ્રણાલી પણ ઘટી જાય છે અને જેના કારણે ઘણી નાની મોટી બીમારી શરીરમાં આવતી રહે છે.
ફ્રિજના ઠંડા પાણીથી લગભગ ભારતમાં દર વર્ષે લાખો કેન્સરના કેસો નોંધાય છે. જેનું મૂળ કારણ જાણવા મળે છે ફ્રિજનું ઠંડુ પાણી. આજીવન નીરોગી રહેવા માટે હંમેશા માટીના ગોળનું જ પાણી પીવું જોઈએ
ફ્રિજનું પાણી ખુબ જ ઠંડુ હોય છે અને તેનું જો નિયમિત સેવન કરવામાં આવે તો આપણા શરીરની નસો તેમજ અમુક ભાગો સંકોચાવા લાગે છે. જેના કારણે પણ બ્લડપ્રેશર જેવી ઘણી શારીરિક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આ ઉપરાંત નિયમિત ફ્રિજનું ઠંડુ પાણી પીવાથી યૌન સંબંધિત સમસ્યાઓ પણ થઇ શકે છે. ખાસ કરીને તે પુરુષોના વીર્યને પ્રભાવિત કરે છે અને સંતાન પ્રાપ્તિમાં પણ સમસ્યા આવે તેવું બની શકે.
ફ્રિજનું પાણી પીવાથી માથાનો દુઃખાવો અને ગળું ખરાબ થવાની સંભાવના પણ રહે છે. જ્યારે ગરમીમાં બહારથી ઘરે આવો ત્યારે તમે ફ્રિજનું ઠંડુ પાણી પીવો તો છાતીમાં કફ જમા થઇ શકે છે, જેના કારણે માથાનો દુઃખાવો થઇ શકે છે, તેમજ અતિશય ગરમીનો અનુભવ પણ થવા લાગે છે, આ ઉપરાંત તેનાથી ગળું પણ ખરાબ થઇ શકે છે.માટે જો સુંદર અવાજને કર્કશ બનાવવા ન માંગતા હોય તો ફ્રિજનું પાણી ન પીવું જોઈએ. આ ઉપરાંત ફ્રિજનું ઠંડુ પાણી પીવાથી અચાનક શરીરનું તાપમાન બદલાવાથી પણ માથાનો દુઃખાવો થઇ શકે છે.
ફ્રિજનું ઠંડુ પાણી પીવાથી હૃદયને પણ નુકશાન પહોંચે છે. ફ્રિજનું ઠંડુ પાણી પીવાથી રક્ત વાહિનીઓ ખરાબ રીતે પ્રભાવિત થાય છે. જેના કારણે હૃદયને બ્લડ પંપ કરવા માટે વધારે મહેનત કરવી પડે છે. અને તેનાથી હૃદય પર વધારે દબાણ આવે છે, હૃદય પર વધારે દબાણ આવવાથી હૃદયના ધબકારા ધીમા પડી જાય છે, અને ધબકારા ડીમાં પડવાથી હૃદયની કોઈ પણ સમસ્યા થઇ શકે છે. અને જો સમસ્યા વધી જાય તો હાર્ટએટેક પણ આવી શકે છે. અને જીવ પણ જઈ શકે છે. એટલા માટે બને ત્યાં સુધી ફ્રિજનું ઠંડુ પાણી પીવાનું ટાળવું જોઈએ.
ફ્રિજનું ઠંડુ પાણી પીવાથી લો એનર્જીની સમસ્યા પણ થઇ શકે છે. ફ્રિજનું ઠંડુ પાણી શરીરની એનર્જી ઘટાડે છે. જેના કારણે આપણામાં આળસ પણ રહે છે. માટે જો તમે દિવસ દરમિયાન એક્ટીવ રહેવા માંગો છો તો ફ્રિજનું પાણી પીવાને બદલે માટલાનું પાણી જ પીવું જોઈએ.
ફ્રિજનું ઠંડુ પાણી પીવાથી વજન વધવાની એટલે કે મોટાપાની સમસ્યા પણ થાય છે. ઘણા લોકો પોતાનું વજન ઘટાડવાનો પ્રયાસ કરતા હોય છે. તો ઘણા લોકો પોતાનું વજન વધે નહિ તેનું ખાસ ધ્યાન પણ રાખતા હોય છે. પરંતુ એવામાં તમે ફ્રિજનું ઠંડુ પાણી પીવો, તો તે પ્રયાસોને નિષ્ફળ કરીને વજન વધારી શકે છે. માટે જો ફીટ એન્ડ ફાઈન રહેવા માંગો છો તો ફ્રિજનું પાણી બને તેટલું ઓછું પીવું જોઈએ.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.