તમે પણ કરી રહ્યા છો આનું સેવન, તો થઈ જજો સાવધાન, કબજિયાત, ગેસ જેવા 50 થી પણ વધુ રોગોનું ઘર છે આ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

પહેલાના જમાનામાં એવું હતું કે લોકો લીલી શાકભાજી અને ફળોનો ઉપયોગ દરરોજ તાજા કરતા હતા તે તાજી શાકભાજીઓથી પોતાનું ખાવાનું પીવાનું તૈયાર કરતા હતા, પરંતુ આજકાલના સમય માં તે બધું કરી શકવું લગભગ શક્ય નથી. કારણકે આજકાલ બધા લોકોની પાસે ફ્રીજ છે જેમાં બચેલા ભોજન ને વધારે સમય સુધી સારું રાખવા માટે ફ્રીજમાં રાખી દેવામાં આવે છે.

મોટાભાગની પત્નીઓ સવારના નાસ્તો  બનાવા માટે રાત્રે કણક ભેળવીને ફ્રિજમાં રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે આખી રાત રેફ્રિજરેટરમાં રાખેલા કણકની સવારે રોટલી  બનાવવી જોઈએ નહીં.કારણ કે તેને ખાવાથી ઘણા નુકશાન થાય છે. જાણીએ તેનાથી થતાં નુકશાન. વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ લોટ બાંધ્યા પછી એક કલાકની અંદર રોટલી બનાવવામાં તેનો ઉપયોગ થઈ જવો જોઇએ. એટલા માટે કારણ કે બાંધેલા લોટ માં થોડા સમય પછી ઘણા બધા રાસાયણિક બદલાવો થવા માંડે છે જે શરીર માટે ખૂબ હાનિકારક છે.

શાસ્ત્રમાં વાસી લોટની રોટલી ન ખાવાનો પણ ઉલ્લેખ છે. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે વાસી લોટ એ પિંડ સમાન છે જે નકારાત્મક શક્તિઓનું ઘર બને છે. એવું પણ કહેવામાં આવે છે કે વાસી ખોરાક ભૂતનો ખોરાક છે. પછી આ પિંડને ખાવા ભૂતો ઘરમાં આવવાનું શરૂ કરે છે. આ પ્રકારની ટેવવાળા પરિવારોમાં, કોઈ ને કોઈ હંમેશા બીમાર રહે છે. તેથી, રેફ્રિજરેટરમાં રાખેલી લોટની રોટલી બનાવવાની ભૂલ ક્યારેય કરશો નહીં.

જ્યારે ફ્રિજ ની અંદર બાંધેલો લોટ મૂકવામાં આવે છે ત્યારે લોટ પર ભીનું કપડું મૂકવામાં આવે છે જેનાથી એમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા અને હાનીકારક કેમિકલ ઉત્પન્ન થવા લાગે છે. ભીના  લોટમાં ઝડપથી આથો આવવાની શરૂઆત થાય છે. તેથી, આ લોટમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા અને હાનિકારક રસાયણો ઉત્પન્ન થાય છે જે આરોગ્યને નુકસાન પહોંચાડે છે. જેના લીધે વાસી લોટ થી બનેલી રોટલી પેટ ના રોગ કરી નુકસાન પહોંચાડે છે.

વાસી લોટથી બનેલી રોટલી વાસી રોટલી જેવી જ હોઈ છે અને તેનાથી તે જ નુકસાન થાય છે જે વાસી રોટલી ખાવાથી થાય છે. ખાસ કરીને પેટમાં દુખાવો એ એક સામાન્ય સમસ્યા છે. ઘઉંનો લોટ એક જાડું અનાજ છે જે પેટમાં પચવામાં લાંબો સમય લે છે. તેથી કબજિયાતના દર્દીઓને રોટલી ખાવાની મનાઈ છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકોમાં પણ વાસી લોટની રોટલી ખાવાથી કબજિયાતની સમસ્યા થાય છે.

આ સિવાય આવા લોટની રોટલી ખાવાથી પેટમાં પણ સમસ્યા થઈ શકે છે, પેટમાં દુખવું અથવા ગેસ જેવી સમસ્યા થવી એ સામાન્ય બાબત છે. બચેલા લોટનો ફરીથી ઉપયોગ કરવાથી પેટમાં કબજિયાતની સમસ્યા નો પણ ખતરો રહે છે આથી કોઈ દિવસ લોટને ફ્રીજમાં રાખવો નહીં તેમજ જ્યારે પણ રોટલી ખાવાનું મન થાય ત્યારે જ લોટ બાંધવો જોઇએ.

રોટલીઓનું સેવન આપણા શરીરમાં  પેટની સમસ્યાઓ ઉપજાવી શકે. આથી, વાસી ખોરાકના સેવનનો લોકો એ ત્યાગ કરવો. આ વાસી ખોરાકના સેવન થી ગેસ ની સમસ્યા , બવાસીર તથા ભગંદર જેવી સમસ્યાઓ પણ ઉદ્દભવી શકે. તમે બાંધેલો લોટ ને ફ્રિજ મા રાખો અને ફ્રિજનું નીચું તાપમાન આ લોટ મા ફરમેંટેશન ની પ્રક્રિયા શરુ કરે છે.

જેમ કે , પેટ મા દુઃખાવો , ગેસ ની સમસ્યા , અપચો , પાચનશક્તિ નબળી પાડવી કબજિયાત વગેરે સમસ્યાઓ ઉદ્દભવે છે માટે વાસી ભોજન નું સેવન ક્યારેય પણ ના કરવું જોઈએ. આ ઉપરાંત ઇમ્યુનીટી સિસ્ટમ નબળી પડવા પાછળ પણ આ વાસી ખોરાક જવાબદાર છે. આ ઉપરાંત વાસી આહાર નું સેવન કરવાથી તમને આળસ અને થાક ની સમસ્યા ઉદ્દભવી શકે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top