આજકાલ જાતજાતના રસાયણો અને ધુમાડાના પરિણામે પ્રદુષણ વધતું જાય છે. જેના કારણે શ્વસન અને ફેફસાની જાતજાતની બીમારીઓ થાય છે. જેમાં ફેફસામા પ્રદુષણ અને ધુમ્રપાનથી ફેફસા ખરાબ થવાના પરિણામે ફેફસાની ઘણી બધી બીમારીઓ આવે છે. વધારે પડતાં પ્રદૂષણના કારણે ફેફસમાં અવારનવાર ઇન્ફેકશન લાગી જાય છે.
આજે આ લેખમાં અમે તમને ઘણા લક્ષણો વિશે જણાવીશું કે જેનાથી તમે તારણ કાઢી શકો છો કે તમને ફેફસાનું ઇન્ફેક્શન છે કે નહીં. જો તમને ફેફસાનું ઇન્ફેક્શન છે હોઈ તો તમે યોગ્ય સમયે ડોક્ટરની સલાહ લઈને તેની યોગ્ય સારવાર મેળવી શકો છો. અથવા તો આયુર્વેદિક ઘરેલુ ઈલાજ પણ કરી શકો છો.
બારમાસીનો ઉપયોગ ફેફસાના ઇન્ફેકશન જેવીકે ઉધરસ, ગળું બેસી જવું, આવી તકલીફોની સારવારમાં ઉપયોગ કરવામાં આવે છે. બારમાસીના ફૂલોમાં ક્ષારીય તત્વો જોવા મળે છે. જે ઉધરસ ની તકલીફમાં સંજીવની બુટીની જેમ સ્વાસ્થય માટે ફાયદાકારક છે.
જો તમને પણ આવા લક્ષણો શરીરમાં દેખાઈ તો તમે તરત જ ડોકકરની સલાહ લો. જો તમને છાતીમાં કફ થયો છે અને તેના કારણે ખૂબ ઉધરસ આવે છે. જો આવી જ વધારે ઉધરસ 7 દિવસ કરતાં વધારે આવે તો આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.
જો તમને 101 ડિગ્રી કરતાં વધારે તાવ આવ્યો હોય ત્યારે સમજી લેવું કે આપણા ફેફસામાં જરૂર કઈક ઇન્ફેકશન લાગી ગયું છે. આપણા ફેફસામાં કોઈ ને કોઈ બેક્ટેરિયાએ પ્રવેશ કર્યો છે. એ માટે આપણું શરીર બેક્ટેરિયાને ફેફસમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે.
આવું થાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરીને યોગ્ય સારવાર લેવી જોઈએ. તમને જો અચાનક શ્વાસ લેવામાં તકલીફ પાડવા લાગે તો સમજી લેવાનું કે ફેફસાની અંદર કઈ તકલીફ થઇ ગઈ છે.
જયારે પણ આપણને શ્વાસ લેવામાં ઘણી તકલીફ થાય છે ત્યારે આપણા શરીરમાં ઓક્સિજન લેવલ ઘટી જાય છે. આવું થાય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી ખુબ જ આવશ્યક બની જાય છે.
ઘઉંના જુવારા ના રસથી કોગળા કરવા માટે, આ રસને ઓછામાં ઓછા 5 મિનિટ સુધી કોગળા કરો. તેનાથી મોઢામાં વધતા બેક્ટેરિયા ઓછા થશે, અને ગળાના દુખાવામાં પણ રાહત મળશે. આદુ ગળાની બળતરા દૂર કરવામાં મદદગાર છે અને ગળાના દુખાવામાં રાહત આપે છે.
આપણને જયારે પણ કોઈ વસ્તુનો સ્વાદ કે સુગંધ આવતું બંધ થઈ જાય ત્યારે સમજી લેવું કે આપણા ફેફસામાં કઈ ને કઈ પ્રકારનું ઇન્ફેકશન લાગ્યું છે. આવા વખતે પણ ડોક્ટરની યોગ્ય સારવાર અને સલાહ લેવી ખુબ જ જરૂરી બની જાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.