હવે ઘરે બેઠા માત્ર 3 દિવસ માં થશે ફેફસાની સફાઈ, પ્રદૂષણ કે ધુમ્રપાન થી ફેફસાંને સુરક્ષિત રાખવા માટે અપનાવો આ આયુર્વેદિક ઉપચાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ફેફસા ને સ્વસનતંત્ર નું સૌથી મહત્વનું અંગ માનવામાં આવે છે ફેફસાં દ્વારા વ્યક્તિ પોતાના શરીરની અંદર ઓક્સિજન ને લોહી સુધી પહોંચાડે છે અને લોહી ની અંદર રહેલા વધારાના કાર્બન ડાયોક્સાઇડ ને ફેફસાં મારફતે બહાર ફેકતા હોય છે. જો વ્યક્તિ ને ફેફસામાં કોઇ પણ પ્રકારની સમસ્યા ઉત્પન્ન થાય તો તેના કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.જો  વ્યક્તિ યોગ્ય રીતે શ્વાસ ન લઇ શકે તો તેના કારણે તે વ્યક્તિ જીવી શકતો નથી.

શરીરના દરેક ભાગને તંદુરસ્ત રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. હૃદયથી ફેફસાને હેલ્ધી રાખવા ખૂબ જ જરૂરી છે. ફેફસા શરીરનો તે ભાગ છે જે આપણને શ્વાસ લેવામાં મદદ કરે છે. તેથી ફેફસાંને સ્વસ્થ રાખવા અને તંદુરસ્ત રાખવા ખૂબ જ જરૂરી છે. ધુમ્રપાન, તમાકુ, વગેરે ફેફસાંને વધુ નુકસાન પહોંચાડે છે.

આયુર્વેદિક ઉપચાર :

ફેફસા સાફ કરવાનો આયુર્વેદિક  માં ઉપાય એક વાસણ ની અંદર પાણી ભરી, તેને ગેસ ઉપર ગરમ કરી, જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારબાદ તેની અંદર આદુના નાના-નાના ટુકડા તથા લસણ, હળદર ઉમેરી આ મિશ્રણને બરાબર હલાવી ધીમા તાપે ઉકળવા દેવુ  અને જ્યારે આ મિશ્રણ બરાબર ઉકળી જાય ત્યારબાદ ગેસ ને બંધ કરી દેવો.

મિશ્રણને સામાન્ય તાપમાન ઠંડુ થવા માટે રાખી જ્યારે આ મિશ્રણ બરાબર ઠંડુ થઈ જાય ત્યારબાદ તેને એક એરટાઈટ બોટલ ની અંદર ભરી લેવું બસ તૈયાર છે ફેફસા સાફ કરવા માટેનું મિશ્રણ. નિયમિત રૂપે સવારે અને સાંજે આ મિશ્રણ માંથી બે બે ચમચી નું સેવન કરવામાં આવે તો તેના કારણે ફેફસાની અંદર રહેલી બધી જ હાનિકારક વસ્તુઓ દૂર થઈ જશે અને ફેફસા સાફ થઈ જશે. આ મિશ્રણકુદરતી રીતે ડીટોક્સિક નું કામ કરશે અને ફેફસાની અંદર રહેલી બધી જ ગંદકીને દૂર કરી દેશે.

 

ગાજરને નાના ટૂકડામાં સમારી લો. હવે તેમાં પાણી નાખી તેને પકાવવાના છે. ગેસ પર ગાજરમાં પાણી નાખી મૂકો અને જ્યાં સુધી ગાજર પાકે નહિ ત્યાં સુધી તેનેપકાવો. ગાજરમાં પાણી એટલું નાખવાનું કે જેમા ગાજર પાક્યા પછી પણ પાણી બચે. હવે ગાજર પાક્યા બાદ ગાજરને મીક્ષ્યરમાં નાખો અને તેનું પાણી સંભાળીને રાખો.ગાજરને મીક્ષ્યરમાં પીસીને તેની પેસ્ટ બનાવી લો. પેસ્ટ બન્યા બાદ તેમાં ઉપરથી ચાર ચમચી મધ નાખી તેને બરાબર મિક્સ કરી લો. તેમાં જે ગાજર પકાવ્યા હતા તેનું પાણી હતું તે પણ મિક્સ કરી દો.હવે આ મિશ્રણને કોઈ વાસણમાં ઢાંકીને અથવા તો કોઈ ડબ્બામાં ભરીને ફ્રીઝમાં સ્ટોર કરી રાખો.

ફેફસાની સફાઈ કરવા માટે દિવસમાં ત્રણ વખત આ મિશ્રણનું સેવન કરવાનું છે. દરેક વખતે બે ચમચીનું સેવન કરવાનું છે. આવું કરવાથી ફેફસાં વધારે કાર્યક્ષમ રહેશે અને તેમાં ક્યારેય ગંદકી જમા નહિ થાય તેમજ  ફેફસા સાફ રહેશે. મસુર ની દાળ અને મેથી ફેફસા ને સ્વસ્થ રાખે છે.દરરોજ તેનો ઉપયોગ કરો.ફેફસા માટે વિટામિન સી ધરાવતા ફળો ખાવા ફાયદાકારક છે.ફળો માં નારંગી ,લીંબુ ,ટામેટાં ,કીવી ,સ્ટ્રોબેરી,દ્રાક્ષ વગેરેમાં એન્ટિઓક્સિડન્ટ્સ પુષ્કળ પ્રમાણ માં હોય છે. તેથી ફેફસા ને ફાયદો  છે.

પાણી ગરમ કરીને તેમાં કલહાર ના પાંદડા પલાળી ને તેમાં સૂકો ફૂદીનો નાખીને ૧૫ મિનિટ પલાળી રાખો તેમાં મધ નાખી ને ચા બનાવો.ચા નું નિયમિત સેવન કરવાથી ફેફસા સ્વસ્થ રહે છે . ફેફસાની સફાઈ કરવા માટે સૌથી સારો ઉપાય નાસ લેવો. નાસને શ્વાસ મારફતે અંદર ખેંચવાથી શ્વાસ નળી ખૂલી જાય છે. અને સાથે જ શરીરમાં રહેલા બલગમ ને બહાર કાઢવા માં ફેફસાની મદદ કરે છે.

ઠંડી ઋતું માં જેમ જેમ હવાનું દબાણ ઓછું થાય છે તેમ તેમ પ્રદૂષણ પણ વધવા લાગે છે.ધુમાડો અને ધુમ્મસ જમીન પર સ્થિર થઈ જે છે જમાંથી સ્મોગ બને છે. સાથે પ્રદૂષણનું સ્તર પણ વધવા  લાગે છે. એટલા માટે નાસ લેવો ફેફસા માટજરૂરી છે . ફેફસાની સફાઈ કરવા માટે મધ પણ ઉપયોગી છે. મધમાં એન્ટીમાઇક્રોબિયલ, એન્ટી-ઇનફલામેન્ટ્રી જેવા ગુણો હોય છે, જે ફેફસાના કનજેક્શનને સાફ કરવામાં મદદ કરેછે. આ સુંદર કુદરતી સ્વીટનર નો ઉપયોગ પ્રાચીન કાળથી ફેફસાને સાફ કરવા માટે થાય છે. માત્ર એક ચમચી મધ ફેફસા માટે ઘણું ફાયદાકારક છે.

ગ્રીન-ટી ફેફસા ની સફાઇ માટે પણ ઘણી ફાયદાકારક છે. ગ્રીન ટી માં એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે અને ફેફસા ઇમફલામેશનને ઘટાડવામાં મદદ કરે છે. ગ્રીન ટી માં રહેલ અનેક પ્રકાર ની વસ્તુઓ  ફેફસા ને ધુમાડા થી થતાં નુકશાન થી બચાવે છે.

ઓમેગા ૩ ફેટી એસિડ્સ ફેફસા ને સાફ કરવા માટે ખુબજ અસરકારક નીવડે છે. ઓમેગા ૩ ફેટી એસિડ માછલી,ડ્રાઈ ફ્રૂટ અને અળસીમાંથી મળે છે. ફોલેટયુક્ત ખોરાક ખાવાથી  ફેફસા સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top