ડુંગળી માત્ર ખાદ્યપદાર્થોનો સ્વાદ નહીં, પરંતુ તેનો ઉપયોગ સુંદરતા સહિત એક સાથે અનેક રોગોથી છુટકારો મેળવવા માટે થઈ શકે છે. ડુંગળી ખાવાથી સંયુક્ત રોગથી રાહત મેળવવા ઉપરાંત જાતીય શક્તિમાં વધારો થઈ શકે છે. કદાચ આથી જ એવું કહેવામાં આવે છે કે ડુંગળી ખાવાથી માનવીનું આયુષ્ય વધે છે.
ડુંગળી પાણીથી ભરપુર છે, તેથી ઉનાળામાં તેને નિયમિત રીતે ખાવાથી સનસ્ટ્રોક થવાની સંભાવના ઓછી થાય છે. તો ચાલો આપણે જાણીએ ડુંગળીના ફાયદાઓ વિશે. કાચી ડુંગળી માં એમિનો એસિડ્સ અને મિથાઈલ સલ્ફાઇડ હોય છે, જે કોલેસ્ટરોલ ઘટાડી ને સારા કોલેસ્ટરોલ ને વધારવામાં મદદ કરે છે.
ડુંગળીમાં મિથાઈલ સલ્ફાઈડ અને એમીનો એસિડ હોય છે. જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રાને ઘટાડીને શરીરમાં સારા કોલેસ્ટ્રોલના પ્રમાણને વધારે છે. નાકમાંથી લોહી નીકળતું હોય તો ડુંગળી સુંઘવાથી લોહી બંધ થઇ જાય છે. તદુપરાંત, સફેદ ડુંગળી ના સેવન થી તમને બવાસીર થી પણ આરામ મળે છે.
ડાયાબિટીઝમાં કાચી ડુંગળી પણ ફાયદાકારક છે. આજે કે તેનાથી શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ વધે છે. તેથી, ડાયાબિટીસના દર્દીઓને ડુંગળી ખાવાની સલાહ આપવામાં આવે છે. જો તમને ડાયાબિટીસ હોય તો દરરોજ એક કાચી ડુંગળી ખાવી જોઈએ. કાચી ડુંગળી શરીરમાં ઈન્સ્યુલિન પેદા કરે છે. જે ડાયાબિટીસના રોગીઓ માટે અત્યંત ફાયદાકારક રહે છે.
જો તમને પથરીની ફરિયાદ રહે છે તો તમે સફેદ ડુંગળીનું સેવન શરૂ કરો. સફેદ ડુંગળીનો રસ પથરી માટે કોઈ વરદાનથી ઓછો નથી. સવારે ખાલી પેટે આ ડુંગળીનો રસ પીવાથી પથરીનું દર્દ ઘટે છે અને તેનાથી જલ્દી છૂટકારો મળે છે. સફેદ ડુંગળીનો રસ કે તેને ખાવાથી એનિમિયામાંથી રાહત મળે છે. આ ડુંગળી ખાસ કરીને મહિલાઓ માટે ઉત્તમ માનવામાં આવે છે. માહવારીની સમસ્યામાં મહિલાઓએ ડુંગળીનું સેવન કરવું.
ડુંગળી માં સલ્ફર ખુબ હોય છે. એ તમને ઘણા પ્રકારના કેન્સર થી બચાવવામાં મદદરૂપ થાય છે. કાચી ડુંગળી ખાવાથી પેટ, કોલોન, બ્રેસ્ટ, ફેફસા અને પ્રોસ્ટેટ કેન્સર વગેરે નો ખતરો ઓછો રહે છે. યુરીન ને લગતી બીમારીઓ પણ કાચી ડુંગળી ખાવાથી ઓછી થઇ જાય છે. કાચી ડુંગળી વધારે બ્લડ પ્રેશર ને નોર્મલ બનાવવામાં મદદરૂપ થાય છે. એ બંધ લોહી ની ધમનીઓ ખોલી દે છે. જેનાથી હ્રદય રોગ થવાની ક્ષમતા ઘટે છે.
જેને શરદી અને તાવ તથા કફ ની તકલીફ હોય છે તેને ડુંગળી બહુ ફાયદાકારક સાબિત થાય છે. આ માટે તમારે કાચી ડુંગળી નો રસ બનાવીને તેનું સેવન કરવાનું રહેશે. જો કોરી ડુંગળી ન ફાવે તો તેના રસ માં ગોળ અથવા મધ પણ મિલાવી શકો છો. જેનાથી ગળા ની ખરાશ પણ દુર થઇ જાય છે.
સાંજે સૂતા પહેલા કાચી ડુંગળી ખાવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા પણ વધે છે. તેમાં રહેલા વિટામિન્સ અને પોષક તત્વ ને કારણે ઘણા પ્રકારની બીમારીઓ દૂર થાય છે. જેથી બોડી ની ઈમ્યુંનીટી ને પણ વધારે છે. જો તમે ગઠિયાના રોગ કે સાંધાના દુઃખાવવાથી પરેશાન છો તો તમે ડુંગળીના રસથી માલિશ કરો. તેનાથી તમને તરત રાહત મળે છે.
ડુંગળીના રસની સાથે સરસિયાનું તેલ મિક્સ કરો અને તેનાથી પણ માલિશ કરશો તો રાહત મળી શકે છે. કાચી ડુંગળી ડાયાબિટીઝ માં પણ ફાયદાકારક હોય છે. એ શરીર માં ઇન્સ્યુલીન ની માત્રા વધારે છે. એટલા માટે, ડાયાબિટીઝ ના દર્દી ને કાચી ડુંગળી ખાવાની સલાહ આપે છે. આ સાથે શિયાળામાં દરરોજ કાચી ડુંગળી ખાવાથી શરદીમાં રાહત રહે છે.
આજકાલની યુવા પેઢીની ખાનપાનને લીધે ખીલ થવા જેવી પરેશાનીઓ સામાન્ય બની ચુકી છે. તેનાથી બચવા માટે પાણીમાં ડુંગળીનો રસ ઉમેરીને તેનાથી ચહેરો ધોવાનો શરુ કરી દો. એક અઠવાડિયામાં ફરક દેખાવાનો શરુ થઇ જશે. જો તમને શરદી, કફ અથવા ગળામાં ખરાશની સમસ્યા રહેતી હોય તો તાજી ડુંગળીનો રસ પીવાથી ચોક્કસ ફાયદો થશે. રસમાં ગોળ અથવા મધ મિક્સ કરીને પણ પી શકાય છે.
જો તમારા પગમાં છાલા પડી ગયા છે, અને જો તેના લીધે ચાલવામાં તકલીફ આવતી હોય તો છાલાનાં સ્થાન પર ડુંગળીનો રસ લગાવો. આવું 5 દિવસ સુધી કરવાથી છાલા ગાયબ થઇ જશો. જો તમે લગાતાર તાવ આવવાની સમસ્યાથી પરેશાન છો તો તમારે તમારા પગના મોજામાં ડુંગળીનો ટુકડો મુકીને સુવું જોઇએ. ડુંગળી તમારા શરીરના તાપને કમ કરી શકે છે. 10 થી 12 કલાકમાં તાવ બંધ થઇ જશે.
પીરીયડસના સમયે અને બીજા દિવસે મહિલાઓને પેટમાં અને કમર પર કેટલું દર્દ હોય છે એ સમજવું તો મુશ્કેલ જ નહિ પણ નામુમકીન છે. પણ જો આ દિવસોમાં મહિલાઓ ખાવામાં ડુંગળીનો ઉપીયોગ કરે તો તમે આ દર્દથી છુટકારો મેળવી શકો છો. ડુંગળીને એક દર્દ નિવારણ ઔષધી પણ માનવામાં આવે છે. તેની તાસીર ઠંડી હોય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.