દૂધી દૂધ જેવા ગુણ વાળી છે. દૂધી એ વનસ્પતિજન્ય દૂધ છે. દૂધીની તાસીર ઠંડી હોય છે. તેનું તેલ પણ બને છે અને આ તેલ વાળ માટે ખુબ જ સારું મનાય છે. દૂધીમાં એન્ટી ઓક્સીડેન્ટ ભરપૂર પ્રમાણ માં હોય છે. સાથે સાથે ફાઈબર પણ મળી રહે છે. દૂધી બે પ્રકાર ની આવે છે. મીઠી દૂધી અને કડવી દૂધી. માટે જયારે પણ દૂધી ની ખરીદી કરવા જાઓ ત્યારે મીઠી દૂધી ની ખરીદી કરવાની.
દુધી ની અંદર વિટામીન – એ, વિટામીન – સી, કેલ્સિયમ, આયરન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝીંક જેવા આપણા ફાયદાકારક વિટામિન્સ હોય છે. દુધીમા 96% પાણી અને 12% કેલેરી હોય છે તેથીજ તેનું સેવન કરવાથી શરીરમા કેલરી ઓછી જાય છે અને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.
દૂધીનું જ્યુસ શરીર માં એનર્જી બનાવી રાખે છે. જો તમે સવારે ઉઠીને કસરત કે પ્રાણાયામ કરતા હોવ તો કસરતના અડધા કલાક પછી દૂધીનો રસ પીવો ફાયદાકારક સાબિત થાય છે, દૂધીમાં રહેલી નેચરલ શુગર શરીર માં ગ્લાય્કોઝીન ના સ્તર ને લેવલ માં રાખે છે. અને શરીરમાં કારબોહાઈડ્રેટ ની ઉણપ ને પણ પૂરી કરે છે.
પેશાબમાં બળતરાની સમસ્યામાં તો દૂધીનું જ્યુસ પીવાથી ખુબ જ ફાયદો થાય છે. પેશાબમાં એસીડનું પ્રમાણ વધી જવાથી બળતરા થતી હોય છે, દૂધીનો રસ આ એસીડ ની માત્રા ને ઘટાડવામાં મદદ કરે છે અને બળતરા માં રાહત અપાવે છે. હૃદય ની બીમારીમાં દૂધીનું જ્યુસ પીવો ખુબજ લાભકારી છે. દરરોજ સવારે ભૂખ્યા પેટે એક ગ્લાસ દૂધીનું જ્યુસ પીવાથી હૃદય રોગીઓને ફાયદો થાય છે. જો કોઈપણ કારણે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો દૂધીનું સેવન કરવાથી ફાયદો થાય છે.
દૂધીનું જ્યુસ પીવાથી ડાયાબીટીશ કન્ટ્રોલમાં રહે છે. મીઠી દૂધી અને આંબળા ને પીસીને તેનું જ્યુસ પીવાથી ઝડપ થી રાહત મળે છે. 1 નાની દૂધી ને છોલીને નાના નાના કટકા કરીને મીક્ષરમાં થોડું પાણી નાખીને પીસી લો. ત્યારબાદ તેને ગરણી ની મદદ થી ગાળી લો. તેમાં મરીનો ભુક્કો, સિંધા નમક નાખીને પીવો. તૈયાર છે તમારો દૂધીનું જ્યુસ.
જો તમને પગ ના તળિયામાં બળતરા થવાની સમસ્યા છે તો દૂધી ને પીસીને પગ ના તળીયે લગાવવાથી બળતરા માં ફાયદો થાય છે. દૂધીના રસ ને શરીર પર લગાવવાથી શરીર ની બળતરા અને ખંજવાળ માં ફાયદો થાય છે. ખીલની સમસ્યામાં દૂધીના રસ માં લીંબૂ નો રસ મિક્ષ કરીને લગાવવાથી ખીલ ની સમસ્યા માંથી છુટકારો મળે છે.