ધાધર એક ફંગલ ઇન્ફેકશન છે જે માથું, પગ, ગરદન કે કોઈ અંદરના ભાગમાં ક્યાય પણ થઇ શકે છે. તે લાલ કે હળવા ભૂરા રંગના ગોળ આકારના હોય છે. તે કોઈ જીવાતથી થતો નથી એક ફંગલ ઇન્ફેકશન છે. જો તમને આ ફંગલ ઇન્ફેકશન છે તો તમને તમારા શરીરના કોઈ પણ ભાગ ઉપર લાલ ગોળ નિશાન જોવા મળશે. તે ખુબ ઝડપથી ફેલાય છે જે જગ્યા ઉપર થયેલ છે તેની આજુ બાજુ ની જગ્યાએ પણ ફેલાવા લાગે છે. આજે અમે તમને દાદરના ઉપચારો વિશે જણાવીશું.
કુંવાળીયાના બી શેકી, ચૂર્ણ બનાવી 1-1 ચમચી દિવસમાં ત્રણ વાર પાણી સાથે લો. આ ચૂર્ણને લીંબુના રસમાં ઘૂંટી ધાધર ઉપર ઘસીને લગાવો. ઘણા લોકો આ ચૂર્ણનો કોફી તરીકે પણ ઉપયોગ કરે છે. કુંવાળીયાના બી ધાધર ઉપરાંત, ખસ, ખુજલી, ખોડો, દરાજ, ગડગુમડ જેવાં રોગો પણ મટાડે છે.
ગરમ કરેલા ગેરૂના પાઉડરમાં તુલસીના પાનનો રસ મેળવી પેસ્ટ બનાવી ધાધર પર સવાર-સાંજ લગાડવું. અફીણ, એલચી, નવસાર, વછનાગ, ટંકંણખાર, મોરથૂથુ, ગંધક, પારો, સિંધવ અને મનશલ સમભાગે લઈ બારીક વાટી તેમાં ઘી મેળવવું, તેને ઘૂંટીને ધાધર પર લગાવવાથી લાભ મળે છે.
તુલસીના મૂળનો એક ચમચી ભૂકો એક ગ્લાસ પાણીમાં નાખી કાઢો કરવો. આ ઉકાળો રોજ તાજો બનાવી સવાર-સાંજ પીવાથી કોઢ, ધાધર અને ખરજવું મટે છે. પારો 5 ગ્રામ અને ગંધક 12 ગામ લઈ ઘૂંટી લેવું. પછી મોગરાનું તેલ નાખતા જવું અને ઘૂંટતા જવું. આ મલમ ધાધર પર લગાવવો. એનાથી ધાધર મટે છે. મીણ 10 ગ્રામ, હાથો 10 ગ્રામ, લીમડાનાં પાન 20 ગ્રામ, કૌચાનાં બી 20 ગ્રામ, કપૂર 3 ગ્રામ, મોરથુથુ 2 ગ્રામ અને તલનું તેલ 80 ગ્રામ, ત્રણ દિવસ ઘૂંટવું. આ મલમ ધાધર પર ખંજવાળીને લગાડવાથી લાભ થાય છે.
તુલસીના પાનનો રસ અને લીંબુનો રસ મિશ્ર કરી લગાડવાથી પણ ધાધર મટે છે. ગંધક, તીખા, સિંદૂર, હળદર, આંબાહળદર, શંખજીરું, કેસર, મનશલ, એલચી અને કાથો સમભાગે લઈ બારીક કરી 21 વાર ધોયેલા ઘીમાં મેળવીને લગાવવાથી ધાધર મટે છે. ડુંગળીનો રસ ચોપડવાથી ધાધર કે ખુજવી મટે છે. કુંવાડિયાના બીજનું ચૂર્ણ લીંબના રસમાં લસોટી ચોપડવાથી ધાધર મટે છે.
તુલસીના પાનનો રસ અને લીંબુનો રસ 1-1 ચમચી મિશ્રણ કરી સવાર-સાંજ પીવાથી પણ ઉગ્ર ધાધર મટે છે. ગંધક 10 ગ્રામ, મોરથૂથુ 6 ગ્રામ અને સુરોખાર 6 ગ્રામ બારીક વાટી તેને 100 ગ્રામ ફિનાઇલ માં મેળવવું. તેમાં કાર્બોલિક એસિડ 10-20 ટીપા જેટલું નાખવું અને ધાધર પર લગાડવાથી લાભ મળે છે. ગુવારના પાનનો રસ અને લસણનો રસ એકત્ર કરી ધાધર પર ચોપડવું.
છાસમાં કુવાડીયાના બી વાટીને ચોપડવાથી ધાધર મટે છે. દાડમના પાનની પેસ્ટ લગાવીને પણ ધાધર કે ખરજવા પર લગાવવાથી રાહત મળે છે. ખારેક અથવા ખજૂરના ઠળિયાને બાળી તેની રાખ કપૂર અને હિંગ સાથે મેળવી ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે. સોપારીના ઝાડનોગુંદર બકરીના દૂધમાં વાટીને લેપ કરવાથી ધાધર મટે છે.
પપૈયાનું દૂધ અને ટંકણખાર ઉકળતા પાણીમાં મેળવી લેપ કરવાથી ધાધર મટે છે. આંકડાના પાનનો રસ 100 ગ્રામ અને તલનું તેલ 50 ગ્રામ મેળવીને ગરમ કરવું, ૨સ બળી જાય પછી તેમાં 25 ગ્રામ ગંધક નાંખવો અને પછી ધાધર વળી જગ્યા ધોઈને આ દવા લગાવવી. લસણનો રસ 3 દિવસ ધાધર પર ચોળવાથી એ મટે છે.
બાવળના ફૂલોને વાટીને ધાધર પર લેપ કરવો. તે ખુબ જ ઉપયોગી ઉપાય છે. આ ઈલાજ તેના આયુર્વેદિક ગુણને કારણે બાવળના ફૂલ દાદરને મટાડવા માટે ઉપયોગી છે. જે બાવળના ફૂલ અને તેનો રસ દાદરના જીવાણુંનો નાશ કરે છે. લીંબુના રસમાં આમલીનો ઠળીયો ગસી ચોપડવાથી ધાધર મટે છે. લીંબુનો રસ અને કોપરેલ એકત્ર કરી માલિશ કરવાથી ધાધર મટે છે.
એલોવિરાના તાજા પાંદડાનો પેસ્ટ બનાવીને ધાધર વાળા ભાગ પર લગાવો. તેને બે ત્રણ કલાક સુધી ધાધર પર રહેવા દીધા પછી સુકાઈ જશે. તેને ગરમ પાણીથી ધોઈ લો. આમ, આ ઉપાય થોડા દિવસો સુધી કરવાથી ધાધર મટી જાય છે. કણઝીના તેલમાં અથવા મૂળના પાનના રસમાં લસોટીને પણ ચોપડી શકાય. કાચા પપૈયાનો રસ દિવસમાં બેથી ત્રણ વખત ઘસવાથી ધાધર મટે છે.