મળી ગયો જૂનો દાંઢ નો સડો કે દુખાવો દૂર કરી દાંત અને પેઢા ને જીવનભર મજબૂત કરવાનો જોરદાર દેશી ઈલાજ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઘણા લોકોને ક્યારેક અચાનક દાંતનો દુખાવો થવાનો અનુભવ થયો હશે. આથી તેને ઓછો કરવાનાં કુદરતી અને સુરક્ષિત ઉપાયો જાણવા ખૂબજ મહત્વનાં છે. ઘણાંબધાં કુદરતી આયુર્વેદિક દર્દશામકો જેવા કે રાઈ, કાળાં મરી અથવા લસણ જેનો ઉપયોગ દાંતનાં દુખાવાની રાહત માટે અસરકારક રીતે થઈ શકે છે.

દરરોજ બ્રશ કરવા છતાં પણ હમેશા દાંતોમાં જગ્યા થઇ જવી, કે દાંતોનું સડી જવું, પાયરીયા અને પેઢા માં દુઃખાવો , લોહી અને સોજો ખુબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. શું તમે પણ દિવસમાં બે વખત બ્રશ અને તે પણ મોંઘા માં મોધી પેસ્ટનો ઉપયોગ કર્યા પછી પણ દાંતો સડી જવાની, દાંતોમાં જગ્યા થવી, પાયરિયા થી પરેશાન છો? તો જરૂર થી અપનાવો આ અસરકારક ઉપાય અને મેળવો તેનાથી છુટકારો.

જો દાંત સડી ગયા હોય , દાંત સતત દુખતા રહેતા હોય ,હલતા દાંત ને મજબૂત કરવા માટે અને દાંત ને સ્વચ્છ રાખવા હોય તો આ તમને ખૂબ મદદગાર નીવડશે.જો દાંત માં સતત દુખાવો રેતો હોય તો અક્કલકરાનું મૂળિયું મૉઢામાં દુખતા દાંત આગળ રાખવું. હિંગ સડેલ દાંત માટે ખૂબ અસરકારક છે, તે દાંતમાં દાબવાથી દાંતનો દુખાવો ઓછો થાય છે. દાડમનાં થોડાક પાન ચાવી, મોઢામાં તેને રસ એકઠો થાય તે થૂકી નાખવો, રસ ગળી જવો નહીં.

અક્કલકરાના મૂળ નો અર્ક રૂ માં મેળવી ને દુખતા દાંત પર મૂકવાથી પણ દરદ માં ઘણી રાહત થાય છે. થોરના સૂકા દૂધને પોટલીમાં બાંધી પાણીમાં બોળી તે પોટલી દુખતા દાંત ઉપર મૂકવી. ધંતૂરાનાં બીને છુંદી તેની પોટલી કરી દુખતા દાંત ઉપર મૂકવાથી પણ દુખાવા માં રાહત મળે છે. કરંજ ના ઝાડની ડાળખી નું દાતણ કરવાથી દાંતના કીડા મરી જાય છે. કાથા ની ભૂકી દાંત પર દબવાથી દાંત માંથી લોહી નીકળતું હોય કે રસી નીકળતી હોય તો બંધ થાય છે.

દાંતનું મંજન બનાવવું જેમાં દાડમનાં સૂકાં ફલ ૫૦, ચિનીકબાલા બે તોલા, રૂમી મસ્તકી એક તોલો, કાથો ૧ તાલે, વાંસકપૂર એક તોલો, એલચી એક તોલો, ફટકડી પા તોલા, બદામનું કોચલા બળેલા રાા તોલા, બે તોલા સોપારી બાળી એ સઘળું મેળવી આ પાવડર નો ઉપયોગ દરરોજ કરવો. અચાનક દાંતનાં દુખાવાથી પીડાતાં હોવ તો  અતિશય ઠંડા, અતિશય ગરમ અને ગળ્યાં ખાદ્ધ પદાર્થોનો સદંતર ત્યાગ કરવો જોઈએ કારણકે તે દૂખતા દાંતને વધુ નુકશાન પહોંચાડે છે.

દાંત સડેલા હોય તેનો દુખાવો માટે કપૂર અને અફીણ સમભાગે લઈ દાંત પર દબાવીને લગાવવો. જો નાની ઉંમરમાં બાળકો ને દાંત હાલતા હોય તો તલનું તેલ અને સિંધાલૂણ મેળવીને દાંતને લગાડવું જેનાથી હલતા દાંત માં રાહત મળે છે. દાંત ના દુખાવા થી છુટકારો મેળવવા તેમજ દાંત ને મજબૂત બનાવવા માટે તલના તેલમાં સિંધાલૂણ મેળવી કોગળા કરવા. દાંતનાં દરેક પ્રકાર ના દુખાવા માટે બોરસલ્લીના ઝાડની છાલનું ચૂર્ણ બનાવી તેનું મંજન કરવું.

એરંડાનું દાતણ કરવાથી પણ ઘણો ફાયદો થાય  છે. સરસવના તેલમાં ચપટી મીઠું નાંખીને જે દાંત દુખતા હોય ત્યાં મસાજ કરવાથી ફાયદો થાય છે.લવિંગનાં તેલને દાંતનાં દુખાવાનાં સૌથી અસરકારક ઉપચાર તરીકે ગણવામાં આવે છે. લવિંગનાં તેલમાં ચપટી કાળાં મરીનાં ભૂકાને મિશ્ર કરી દુખાવો થતાં ભાગ પર લગાવવું. બરફનાં ટુકડાંને મોંની બહારની બાજુથી લગાડવાથી પણ દાંતનાં દુખાવાને શાંત પાડી શકાય છે.

લસણને મીઠું લગાવીને ચાવવાથી ખૂબ ફાયદો થાય છે. સતત આ ઉપાય કરવાથી દાંતમાં થતા દુખાવાથી રાહત મળે છે. રોજ સવારે લસણની એક કળી ચાવવાથી દાંત મજબૂત રહે છે. બે-બેરીનોની છાલ સાથે વિનેગરના થોડા ટીપાં મિશ્ર કરી પીડા આપતા દાંત પર એક કપાસના પોતા સાથે લગાવવું જોઈએ. તે ઝડપથી પીડામાં રાહત માટે મદદ કરશે.મરી પીડા ઘટાડવા, રક્તસ્ત્રાવ ઘટાડવા અને ખરાબ શ્વાસને પણ દૂર કરવા માટે વાપરી શકાય છે. લવિંગ સાથે મરીનો પાવડર લવિંગ તેલ સાથે મિશ્ર કરી અને અસરગ્રસ્ત દાંત પર લગાવી શકાય છે.

ચાના વૃક્ષનું તેલ બેક્ટેરિયા વિરોધી ગુણધર્મો ધરાવે છે. જેનો ઉપયોગ પણ કરી શકાય છે. દાંતના દુખાવાની સારવાર માટે અન્ય કુદરતી ઉપચાર હળદર, ચૂનો, મસ્ટર્ડ તેલ, ઓરેગાનો તેલ, સરસવ તેલ, વગેરે વગેરેનો ઉપયોગ કરી શકો છો. ચાના વૃક્ષનું તેલ અને પાણી સાથે થોડા વખત માટે આ પ્રવાહીના કોગળા કરવાથી ફાયદો થાય છે. સામાન્ય ગરમ પાણીમાં એક ચમચી મીઠું નાંખી કોગળા કરો. આવા પાણીથી દિવસમાં ત્રણ-ચારવાર કોગળા કરવાનું રાખો. મીઠાના સંપર્કમાં આવ્યા બાદ મોઢામાં રહેલા કીટાણું, જીવાણુંનો નાશ થશે. આના કારણે તમને રાહત મળશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top