99% લોકો નથી જાણતા આ સામન્ય લગતા કઠોળના આટલાબધા ચમત્કારી ફાયદા, હદયરોગ, કબજિયાત અને એનીમિયામાં છે દવા કરતાં વધુ અસરકારક

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કઠોળ ની ઘણી બધી જાતો આવે છે. જેમકે, મગ, મઠ, વાલ, અડદ, ચોળા, મસૂર ચણા, વગેરે. આજે આપણે એવા જ એક કઠોળ જે મુખ્ય તો મધ્ય અઆફ્રિકા નું વતની છે, પણ ઘણા લાંબા સમય થી ભારત માં પણ તેનું વાવેતર થાય છે એવા ‘ચોળા’ ની,ચોળા ના છોડ ઉચા અને વેલ જેવા થાય છે. સફેદ ચોળા,લાલ, અને કાળા એમ ત્રણ પ્રકાર ના થાય છે.

ચોળા થોડાક મોડા ફળે છે, ચોળા ની સીંગો પ્રમાણ માં નાની અને પાતળી હોય છે, ચોળી કરતા ચોળાફળી સ્વાદિષ્ટ લાગે છે. ચોળા અને ચોળી બને ની લીલી સીંગો નું શાક બનાવાય છે. જે અત્યારે ઉનાળામાં ખુબ જ મળે છે. સુકા ચોળા નો ઉપયોગ કઠોળ તરીકે કરવામાં આવે છે. કાચા ચોળા કે કઠોળ ના સ્વરૂપ માં ચોળા નું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થઇ શકે છે.

તેમાં રહેલા વિટામીન સી એક એન્ટી ઓક્સીડેન્ટ નું કામ કરે છે. ચોળામાં વિટામીન એ પણ સારી એવી માત્રા માં હોય છે. ચોળા ખાવાથી ઘણા  બધા રોગો થી બચી શકાય છે. ચોળા નું નિયમિત રીતે ડાયેટ માં સામેલ કરવાથી અવશ્ય વજન ઘટાડી શકાય છે. ચોળામાં રહેલા ફાઈબર અને પ્રોટીન વજન ઘટાડવામાં મદદ કરે છે સાથે જ ચોળામાં કેલેરી ખુબ જ છી હોય છે માટે તેનું સેવન કરવું ફાયદેમંદ સાબિત થઇ શકે છે.

ચોળામાં મેટાબોલાઈટસ ફ્લેવોનોઈડ હોય છે. આ તત્વ હૃદય સબંધી સમસ્યાઓનો ઇલાઝ કરવામાં મદદ કરે છે અને સાથે સાથે તેને વધવા પણ દેતું નથી. નિયમિત રીતે ચોળા નું સેવન કરવાથી હૃદય સબંધી બધી સમસ્યાઓ અને બ્લડ પ્રેશર ની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. ચોળામાં રહેલા પોષકતત્વો શરીર ના આતરિક અંગો ની સફાઈ કરવામાં મદદ કરે છે. અને તે સારી રીતે કામ કરી શકે તેમાં પણ મદદ કરે છે. તેમાં રહેલી ફાઈબરની માત્રા પેટ સબંધી સમસ્યાઓમાં અને કબજીયાત માં ફાયદો કરે છે.

ડાયાબીટીશ ના દર્દીઓ ,માટે ચોળા એક ઉત્તમ વિકલ્પ છે. ચોળામાં રહેલા ઔષધીય ગુણો બ્લડ શુગર ને કન્ટ્રોલ માં રાખવાનું કામ કરે છે. ચોળામાં ભળી જાય તેવું ફાઈબર હોય છે જે શુગરને અને ગ્લુકોઝને કન્ટ્રોલ માં રાખી શકે છે. તમે લીલા ચોળા ની ભાજીનો પણ ખાવામાં ઉપયોગ કરી શકો છો.

ચોળામાં મેગ્નેશિયમ ની માત્રા ખુબ જ પ્રમાણ માં હોય છે. સાથે સાથે તેમાં ટ્રીપટોફેન નામનું પણ તત્વ હોય છે જે આપણા મગજ ને ખુબ જ કાર્યક્ષમ બનાવે છે. જો તમને અનિદ્રાની પરેશાની છે તો રાતના ભોજન માં ચોળા ને સામેલ કરવા જોઈએ. તેમાં રહેલા ઔષધીય ગુણો તણાવગ્રસ્ત નસોને અરમ આપવામાં મદદ કરે છે.

એનીમિયા નો રોગ શરીર માં લોહીની ઉણપ ને કારણે થતી હોય છે. અથવા તો શરીરમાં આયરન  ની ઉણપ ને કારણે થાય છે.ચોળામાં આયરન ની માત્રા ખુબ જ હોય છે. આયરન શરીર માં રેડ બ્લડ સેલ્સ ને વધારે છે માટે આપણા દૈનિક આહારમાં ચોળા નું સેવન કરવાથી આ સમસ્યા માંથી છુટકારો મેળવી શકો છો.

ચોળાનું સેવન કરવાથી પાચનશક્તિ મજબૂત બને છે. ૧૦૦ ગ્રામ ચોળામાં લગભગ ૨૮% ફાઈબર હોય છે અને આના કારણે જ કબજીયાત અને પાચન સબંધી સમસ્યાઓમાં ચોળાનું સેવન કરવાનું કહેવામાં આવે છે. અપચો, ઝાડા, અને કબજીયાત ના ઉપચાર તરીકે તમે ચોળા નું સેવન કરવાથી રાહત મળે છે.

નિયમિત રીતે ચોળા નું સેવન કરવાથી ફક્ત સ્વાસ્થ્ય માટે જ સારું છે, પરંતુ વાળ ને પણ પોષણ આપે છે. ચોળામાં પ્રોટીન ની માત્રા સારા એવા પ્રમાણ માં હોય છે.  જે વાળ ને ખરતા અટકાવવામાં મદદ કરે છે. ચોળા માં શરીર માં ભળી જાય એવા ફાઈબર અને પ્રોટીન હોય છે. જે શરીર માં જમા થયેલા વધારા ના અને ખરાબ કોલેસ્ટ્રોલ ને દૂર કરવામાં મદદ કરે છે. સાથે તે કોલેસ્ટ્રોલ ની કન્ટ્રોલ માં પણ રાખે છે.

જો સમય થી પહેલા કરચલીઓ પડવી અને શરીક કમજોરી આવી જવી એ ખરાબ સંકેત હોય છે.આ સમસ્યા ના થાય તે માટે ચોળાનું સેવન કરવું સારું માનવામાં આવે છે. ચોળામાં એન્ટી ઓક્સીડેન્ટ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. જે ત્વચા ને નુકસાન પહોચાડનાર ફ્રી રેડીક્સલ ના પ્રભાવ ને ઓછું કરે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top