અત્યારના આ સમયગાળામાં ઘણા રોગો પણ ફેલાઈ રહ્યા છે. તેનુ મુખ્ય કારણ છે આ બદલાતી ઋતુ. ઋતુના પરિવર્તન અવારનવાર આવતા રહેતા હોય છે તેથી વાયરલ ઇન્ફેકશનનુ પ્રમાણ ખુબ જ વધારે પડતુ રહે છે. આ સમસ્યા દરમિયાન અનેકવિધ બેક્ટેરિયા નાક દ્વારા શરીરમાં પ્રવેશે છે અને તેને કારણે છાતીમાં કફનુ પ્રમાણ પણ વધે છે. આ વધતા જતા શરદી, કફ, ઉધરસ હોય તો પણ બીક લાગી રહે છે. ચાલો આપણે છાતીમાં જમેલ કફને દૂરકરવાના કેટલાક ઔષધીય ઉપાય જાણીએ.
લીલી તથા સૂકી બન્ને દ્રાક્ષ નું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. દ્રાક્ષમા પ્રાકૃતિક એક્સપેક્ટોરેન્ટ નામનું તત્વ સમાવિષ્ટ હોય છે જેના લીધે દ્રાક્ષનું સેવન ફેફસા માટે અને છાતીમાં જામેલા કફની સમસ્યાને દૂર કરવા માટે ખૂબ જ લાભદાયી ગણવામાં આવે છે. ગળા અને છાતીમા જામેલા કફમાંથી મુક્તિ મેળવવા માટે નિયમિત સવારે ઉઠીને ૨ ચમચી દ્રાક્ષના રસનું સેવન કરવું. આ ઉપરાંત જો તમે તેમાં ૨ ચમચી મધ મિકસ કરીને આ પેસ્ટને એક વીક સુધી નિયમિત દિવસમા ત્રણ વખત સેવન કરો તો તમારા શરીરના સ્વાસ્થ્ય માટે લાભદાયી સાબિત થાય છે.
ડુંગળીમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ અને અનેક પોષકતત્વો હોય છે. તેથી રોજ એક ડુંગળી ખાવાની સલાહ આપવામાં આવે છે. કફની સમસ્યા માટે એક ડુંગળી લઈને તેને છોલીને પીસી લેવી. હવે તેમાં લીંબૂનો રસ મિક્સ કરવો. હવે એક કપ પાણીમાં આ મિશ્રણ નાખીને બે-ત્રણ મિનિટ સુધી તેને ગરમ કરવું. ગેસ પરથી ઉતારી તેમાં એક ચમચી મધ નાખવું. હવે આ મિશ્રણને દિવસમાં ત્રણવાર પીવું, નિયમિત પીવાથી ગળા અને છાતીમાં કફ જામવાની સમસ્યા તરત દૂર થશે.
લસણ મા ભરપૂર પ્રમાણમા ગુણતત્વોનો સમાવેશ થાય છે. જો તમે ૧ કપ પાણી ઉકાળીને તેમાં ૩ લીંબૂ નો રસ ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી ત્યાર બાદ તેમાં થોડું ક્રશ કરેલું લસણ ઉમેરીને સાથે જ તેમાં ૧/૨ ચમચી જેટલો કાળા મરીનો પાવડર મિક્સ કરીને છેલ્લે એક ચપટી જેટલું મીઠું ઉમેરવું. આ બધી જ વસ્તુઓ ને મિક્સ કરીને તેની પેસ્ટ બનાવીને તેનું સેવન કરવાથી કફ ની સમસ્યા ગાયબ થઈ જશે.
ગુણકારી ગાજરમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેમાં રહેલું એન્ટીઓક્સીડેન્ટ તત્વોને કારણે ગાજર ઈમ્યૂન સિસ્ટમને વધારે છે. આ સિવાય ગાજરમાં એવા ઘણા બધાં વિટામિન અને પોષક તત્વો હોય છે જે ઉધરસ અને છાતીમાં કફની સમસ્યામાં ઝડપથી આરામ પહોંચાડે છે. તેના માટે તમારે 3-4 તાજા ગાજર લઈ તેનો રસ કાઢી લેવો. તેમાં થોડું પાણી અને બે-ત્રણ ચમચી મધ મિક્ષ કરીને આ મિશ્રણના સરખું મિક્ષ કરી લેવું. આ મિશ્રણને દિવસમાં બેથી ત્રણવાર પીઓ. છાતી અને ગળામાં જામેલો કફ ધીરે-ધીરે દૂર થવા લાગશે.
વરાળમાં ઊંડા શ્વાસ લેવાથી બંધ નાકમાંથી રાહત મળશે અને છાતીમાં જામી ગયેલ કફ દુર કરવામાં મદદ મળશે. નીલગીરીનાં તેલના થોડા ટીપાને ગરમ પાણીમાં ભેળવો અને વરાળ તરીકે ઉપયોગ કરવાથી સારું પરિણામ મળશે, કેમ કે નીલગીરીના તેલમાં એનાલ્જેસીક ગુણ અને જીવાણું વિરોધી ગુણ હોય છે.
છાતીમાં જામેલા કફની સમસ્યા માટે હળદરનો પ્રયોગ ખૂબ સારો ઉપાય છે. હળદર એક શ્રેષ્ટ એન્ટીસેપ્ટિક છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ પણ ભરપૂર પ્રમાણમાં છે સાથે જ કકર્યૂમિન પણ હોય છે જે શરીરની ઘણી બધી આંતરિક અને બાહ્ય સમસ્યાઓમાં ફાયદો કરે છે. એક ગ્લાસ ગરમ દૂધમાં હડદર અને અડધી ચમચી કાળા મરીનો પાઉડર મિક્ષ કરો. હવે તેમાં એક ચમચી મધ પણ નાખો. આ દૂધનું રોજ સેવન કરવાથી થોડાક જ દિવસમાં છાતી અને ગળામાં જામેલો કફ સાફ થઈ જશે.
તમારી છાતીમાં કફ જામી જવાથી એક કપ ગરમ પાણી દિવસમાં ૨ થી ૩ વખત પીવું જોઈએ. ગરમ પાણી તમારા શ્વસન રસ્તામાં જામેલ કફને દુર કરવામાં મદદ કરશે અને થોડી રાહત આપશે. બે કપ પાણીમાં જેઠીમધનું ચૂર્ણ 5 ગ્રામની માત્રામાં નાખીને ઉકાળો અને જયારે પાણી અડધો કપ રહી જાય ત્યારે ગાળી લો. આ રીતે બનાવેલા ઉકાળાને અડધો કપ સવાર અને સાંજે પીવો. 2 થી 3 દિવસ આ ઉપાય કરવાથી કફ પાતળો થઈને સરળતાથી બહાર નીકળી જશે અને ઉધરસ પણ સરખો થવા લાગશે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.