હવે ઘરે જ બનાવો આયુર્વેદીક પદ્ધતિ થી ગુણોની ખાણ ચ્યવનપ્રાશ, સવાર-સાંજ 1-1 ચમચીનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ચ્યવનપ્રાશના ચમત્કારી ગુણો વિશે કોણ નથી જાણતું. આ આયુર્વેદિક જડીબુટ્ટીઓવાળા મિશ્રણ માં ગજબના આરોગ્યવર્ધક લાભ છુપાયેલા છે. એવું માનવામાં આવે છે કે ચ્યવનપ્રાશની શોધ ચ્યવન નામના એક ઋષિએ કરી હતી. તેમણે જ પ્રથમવાર પોતાના યૌવન અને આયુષ્યને વધારવા માટે આ અસરકારી મિશ્રણ ની શોધ કરી હતી.

ચ્યવનપ્રાશનું સેવન નિયમિત કરવાથી ઈનફર્ટિલિટી, એજિંગ અને ઈન્ફેક્શન સામે રક્ષણ પ્રદાન કરે છે. આ સિવાય તે હાર્ટની બીમારી, શરદી, ખાંસી, છાતીમાં દુઃખાવા વગેરેથી પણ બચાવીને રાખે છે. ચ્યવનપ્રાશમાં એન્ટીએજિંગ તત્વ હોય છે જે સંપૂર્ણપણ હર્બલ હોય છે. તેમાં મુખ્ય સામગ્રીમાં આમળા હોય છે જેને એક શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ માનવામાં આવે છે.

ચહેરા પરની કરચલીઓ, રેખાઓ અને સફેદ વાળ આ બધી વસ્તુઓ ઘડપણની સૂચક છે. ચ્યવનપ્રાશમાં ભારે પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે વ્યક્તિને હમેશાં જવાન રાખવામાં અને ઘડપણથી બચાવી રાખવામાં મદદ કરે છે. આ રસાયણોથી ભરપૂર ઉત્પાદ છે જે યુવાની ટકાવી રાખે છે.

ઘરે જ આયુર્વેદીક પદ્ધતિ થી ચ્યવનપ્રાશ બનાવવાની રીત :

સામગ્રી:

અઢી કિલો આમળા, બિદરીકંદ, સફેદ ચંદન, અકરકરા, શતાવરી, બ્રાહ્મી, બેલ, નાની હરડે, કમલ કેસર, જટામાનસી, ગોખરું, કચુર, નાગરમોથા, લવિંગ, પુષ્કર મૂલ, કાકણ સીધી, જીવંતી, દશમૂલ, પુર્નનવા, ગિલોય, તુલસી પાન, લીમડો, મૂલેઠી, સૂંઠ, મુનક્કા, અશ્વગંધા. (દરેક ચીજોને પચીસ ગ્રામના પ્રમાણમાં લેવી) સવાસો ગ્રામ તલનું તેલ, સવાસો ગ્રામ ઘી, દોઢ કિલો ખાંડ, દસ ગ્રામ એલચી, દસ ગ્રામ નાગકેસર, દસ ગ્રામ તેજપત્તા, સવા સો ગ્રામ મધ, એક ગ્રામ કેસર,પચાસ ગ્રામ બર્સલોચન, પચાસ ગ્રામ નાની પીપર, પચીસ ગ્રામ દાળચીની.

બનાવવાની રીત:

સૌ પહેલાં સ્ટીલના વાસણમાં છ લિટર પાણીને ગરમ કરવા મૂકી. ગોખરુંને કપડાંમાં બાંધી પોટલી બનાવવી. દરેક મસાલાને એક બાદ એક પાણીમાં નાખવું. ગોખરુંની કાપડ માં બનાવેલી પોટલી પાણીમાં નાખવી. પછી તેમાં અઢી કિલો આમળા પણ ઉમેરવા. આ દરેક ચીજને મિડિયમ ગેસ પર બે કલાક ઉકળવા દયો. તેને ઢાંકીને 12 કલાક સુધી રહેવા દેવુ. હવે તેમાંથી આમળાને કાઢો. તેને પાણીમાં નાંખો અને ધોઇ લેવા. આમળામાંથી અલગ જ સુગંધ આવશે. હવે આમળાનો પલ્પ બનાવવો. તેને હાથથી જ અલગ કરી દયો. તેને વાટકી કે હાથથી ચાળણીમાં ચાળો. તેના રેસા રહેશે અને રસ નીચે રહેશે. તૈયાર છે આમળાનો પલ્પ. પહેલાં એક લોખંડની કડાઇ ગરમ કરી તેલ નાખવું. તેમાં ઘી પણ નાખવું. તેમાં આમળાનો પલ્પ ઉમેરી શેકવો. તે ઘટ્ટ થાય  અને ઘી છૂટું પડે ત્યાં સુધી ચલાવવું. તેમાં દોઢ કિલો ખાંડ મિક્સ કરવી. તે ઘટ્ટ થશે. તે ઠંડુ થાય ત્યારે તેમાં એલચી, નાગકેસર, તેજપત્તા, મધ, કેસર, બર્સલોચન, નાની પીપર, તજને મિક્સરમાં ક્રશ કરવું. ચ્યવનપ્રાશ ઠંડુ થાય એટલે આ પાવડરને તેમાં મિક્સ કરી મધ નાખવું.  બધી ચીજને સારી રીતે મિક્સ કરો. તૈયાર છે ચ્યવનપ્રાશ.

ચ્યવનપ્રાશ બનાવતી સમયે કોઇપણ કામમાં તાંબા કે પિત્તળના વાસણ ન વાપરવા. સ્ટીલ કે લોખંડના વાસણનો ઉપયોગ આવશ્યક છે. અહીં આપવામાં આવેલી ભેળવવાની ચીજો આર્યુવેદિક સ્ટોર્સ પર સરળતાથી મળી રહે છે.

ચ્યવનપ્રાશ ના આરોગ્યવર્ધક ફાયદા:

કોશિકાઓની ઉંમર વધતી નથી. શરીરની પેશીઓને પોષણ આપીને સુધારે છે. મુક્ત કણોથી થનારા નુકસાનથી ત્વચાને રક્ષણ આપે છે. પાચન શક્તિને વધારે છે જે સુંદર ત્વચા મેળવવા માટે મહત્વપૂર્ણ હોય છે. શરીરની આંતરિક પેશીઓને ઓક્સીજનની ઉણપથી બચાવે છે. જો ચ્યવનપ્રાશના ખરા ફાયદા મેળવવા હોય તો બપોરના ભોજન પહેલાં ચ્યવનપ્રાશનું સેવન કરવું. ચ્યવનપ્રાશ 49 જડીબુટ્ટીઓને મિક્ષ કરીને બનાવવામાં આવે છે.

ચ્યવનપ્રાશના ભરપૂર લાભ મેળવવા હોય તો તેને સતત 100 દિવસ સુધી સવાર-સાંજ એક-એક ચમચી લેવું જોઈએ. જેમાં સવારે બ્રેકફાસ્ટ કર્યાના 20 મિનિટ પહેલાં નવશેકા દૂધ સાથે લેવું અને રાતે સૂતાના 20 મિનિટ પહેલાં લેવું. યૌન ઉત્તેજના વધારે છે. ચ્યવનપ્રાશમાં અનેક એવી જડીબુટ્ટીઓ હોય છે જે સેક્સ લાઈફને હમેશાં જીવંત અને સ્વાસ્થ્યને અડીખમ રાખે છે. તેનું નિયમિત સેવન સેક્સ લાઈફમાં સુધારો કરે છે.

કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. જો નિયમિત ચ્યવનપ્રાશ ખાવાની આદત હશે તો કોલેસ્ટ્રોલ હમે્શા કંટ્રોલમાં રહે છે. ઈન્ફેક્શન સામે રક્ષણ આપે છે. ચ્યવનપ્રાશનું સેવન શરદી અને સંક્રમણ સામે રક્ષણ આપે છે. ડિપ્રેશનને દૂર કરે છે. જો ડિપ્રેશનની સમસ્યા હોય તો ચ્યવનપ્રાશ બેસ્ટ વસ્તુ છે. જોકે ઝડપી રાહત નહીં મળે તેમ છતાં થોડા દિવસોમાં ફરક અનુભવાશે.

માસિકની સમસ્યા દૂર કરે છે. ચ્યવનપ્રાશનું સેવન કરવાથી માસિક ધર્મને નિયમિત રહે છે. તેની સાથે જ તે પ્રિમેન્સુએલ સિન્ડ્રોમની સંભાવનાને પણ દૂર કરે છે. સાથે જ દુઃખાવામાં પણ રાહત આપે છે. વિષાક્ત પદાર્થોને દૂર કરે છે. નિયમિત રીતે ચ્યવનપ્રાશનું સેવન કરવાથી લોહી, લિવર અને આંતરડામાં રહેલાં વિષાક્ત પદાર્થોને દૂર થાય છે. નિયમિત ચ્યવનપ્રાશનું સેવન બ્લડપ્રેશરને હમેશાં નિયંત્રણમાં રાખે છે. બ્લડપ્રેશરના દર્દીઓ માટે આ એક બેસ્ટ મેડિસિન છે.

જો ચ્યવનપ્રાશનું સેવન કરવાની આદત હશે તો ક્યારેય પેટમાં ગેસ થવાની સમસ્યાઓ સતાવશે નહીં. હિમોગ્લોબીનની ઉણપ ને દૂર કરે છે. જો શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ હોય તો રોજ ચ્યવનપ્રાશનું સેવન આ સમસ્યાને દૂર કરશે. જો દમ કે શ્વાસ સંબંધી સમસ્યાઓ હોય તો ચ્યવનપ્રાશના નિયમિત સેવનથી કાયમ માટે આ તકલીફમાંથી છુટકારો મેળવી શકાય છે.

ચ્યવનપ્રાશનું સેવન મેટાબોલિઝ્મને નિયંત્રિત કરે છે. જેથી તે વજન ઘટાડવામાં મદદ કરે છે. વાળ અને નખને સુંદર, હેલ્ધી અને મજબૂત બનાવે છે. સમૃતિ, એકાગ્રતા અને સતર્કતામાં વધારો કરે છે. જો દમ કે શ્વાસ સંબંધી સમસ્યાઓ હોય તો ચ્યવનપ્રાશના નિયમિત સેવનથી કાયમ માટે આ તકલીફમાંથી છુટકારો મેળવી શકાય છે.

સમૃતિ, એકાગ્રતા અને સતર્કતામાં વધારો કરે છે. નવશેકું દૂધ ઠંડા દૂધ કરતાં વધુ ફાયદાકરક હોય છે. તે પાચનક્રિયામાં મદદ કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top