પ્રાચીન કાળથી કોઇપણ રોગને દૂર કરવા માટે ઘરેલૂ ઉપચારનો વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. આજની 21મી સદીમાં પણ ઘરેલુ ઉપચાર ઘણા ઉપયોગી છે. ચામડીના રોગો એવા છે જે ઘણીવાર એલોપથી દવાથી કાયમ માટે દૂર થતાં નાથી, પણ જો આયુર્વેદ અને ઘરેલૂ દવાઓનો ઉપયોગ કરવામાં આવે તો જડમૂળમાંથી કાયમી છૂટકારો મેળવી શકાય છે. તો આજે અમે તમને શરીર પર આવતી ખંજવાળના ઉપચાર વિશે જણાવીશું.
એલોવીરા એન્ટી ફંગલ અને જીવાણુંવિરોધી હોય છે. ખંજવાળ આવતા ભાગ પર એલોવીરા જેલ રાત્રીના સમયે લગાવવું. કુવારપાઠું ખંજવાળ અને ચામડીને સારી કરે છે. તેમાં ચામડીને સ્વચ્છ કરવાના કેટલાક પોષક તત્વો હોય છે અને મિનરલ્સ પણ હોય છે. લસણ એન્ટી-બેક્ટેરિયલ ગુણો માટે જાણીતું છે. વિટામીન ઈ ઓઈલમાં લસણ મિક્સ કરીને લગાવો. તેને લગભગ ૫-૭ મિનીટ સુધી લગાવીને રાખો પછી ગરમ પાણીથી ધોઈ લો. તેનાથી ખંજવાળમાં આરામ મળે છે.
પાકા કેળા માં લીંબુનો રસ ભેળવીને ધાધર, ખરજવું, ખંજવાળ વગેરે પર લગાવા થી અ રોગોમાં લાભ થાય છે. આમલીના બીજને લીંબુના પાણીમાં વાટી નાખો. આ પેસ્ટને ખંજવાળ વાળી જગ્યા પર લગાવવાથી ખંજવાળ તાત્કાલિક દુર થવા લાગે છે. ખંજવાળમાં આરામ મેળવવા માટે દેશી ઘી ને ખંજવાળ આવતા ભાગ પર લગાવવાથી ખંજવાળ દુર થાય છે. ઘી શરીરમાં કોમળતા લાવે છે અને ચામડી પર આવતી ખંજવાળમાં રાહત આપે છે.
ગરમીમાં અળાઇ, ખંજવાળ કે ચામડી લાલ થઇ જવા જેવાં ત્વચા રોગોમાં ગોખરુનો તાજો ઉકાળો હૂંફાળો કે ઠંડો 1-1 કપ ત્રણ-ચાર વખત પીતા રહેવાથી લાભ થાય છે. તલનું તેલ બરાબર ગરમ કરી તેમાં 1/6 ભાગ વજન જેટલું કપુરનું ચૂર્ણ નાખી માલિશ કરવાથી ખંજવાળ તથા ચામડીના સામાન્ય રોગો મટે છે.
બેકિંગ સોડા ખંજવાળ માટે તેમજ ત્વચા પર થતી લાલ ફોલ્લીઓને મટાડવા માટે ઘરેલું ઉપાયમાં અજમાવવામાં આવે છે. બેકિંગ સોડામાં એંટીઇફલિમેંટરી હોય છે. જે ખંજવાળમાં ઝડપી રાહત આપે છે. તુંલસીનાં પાંદડામાં કપૂર, થાઈમોલ અને યુજેનોલ મોટી માત્રામાં જોવા મળે છે, જેને ખંજવાળનો દુશ્મન માનવામાં આવે છે. તુલસીનો છોડ 5 થી 6 પાંદડાને પીસો અને તેની પેસ્ટ બનાવી તેમાં નાળિયેરનું તેલ ઉમેરો. હવે તેને ખંજવાળ વાળા ભાગે લગાવવું. આમ કરવાથી ખંજવાળમાં રાહત મળશે.
સરસિયાનું તેલ ચામડીને પોષણ આપે છે અને ભેજથી ભરપૂર કરે છે, જે ખંજવાળને દૂર કરવામાં મદદ કરે છે. કડવા લીમડાના કુણા પાનને પાણીમાં ઉકાળીને પાણીમાં થોડું ઠંડુ થાય ત્યારે તે પાણીથી ખંજવાળ વાળા ભાગને ધોવાથી ખંજવાળમાં રાહત થાય છે. કેરોસીન અને ગંધક ભેળવીને ધાધર પર લગાવવાથી ખંજવાળ મટે છે.
હળદર અને પાણી મેળવીને સારી રીતે મિક્સ કરી હલાવીને પેસ્ટ બનાવી લીધા બાદ તેને ખંજવાળ વાળા ભાગ પર લગાવો. તે જીવાણુઓના સંક્રમણને રોકવા માટે કાર્ય કરે છે, અને જીવાણુઓને મારી નાખે છે, જેથી ખંજવાળ દુર થાય છે. એક રૂમાલમાં બરફ લઇને ખંજવાળ આવતી હોય તે જગ્યાએ 10 મિનિટ માટે ઘસો અને વધારે જરૂર લાગે તો આખા દિવસમાં ત્રણ ચાર વાર ઘસવાથી આરામ મળે છે.
આંબળાની ગોટલી બાળીને તેની ભસ્મ ને નારીયેલ તેલમાં નાખીને મલમ બનાવો અને ખંજવાળ વાળી જગ્યા ઉપર લગાવવાથી ખંજવાળ દુર થાય છે. કારેલાના પાંદડાનો રસ અને ગુલાબજળ મેળવીને ખંજવાળ વાળા ભાગ પર લગાવવાથી ખૂબ ફાયદો થાય છે. ખંજવાળ પર આ કારેલા અને ગુલાબજળ લાગવાથી જેમાં રહેલા રીંગ વાર્મ એટલે કે ખંજવાળના જીવાણુઓ નાશ પામે છે.
કોલી ફ્લાવરમાં ગંધકનું પ્રમાણ સારૂ હોવાથી કોઇપણ પ્રકારના ત્વચા રોગમાં દરરોજ એનું શાક ખાવાથી એ જલ્દી મટી જાય છે. કાચા પપૈયાનું દૂધ ચોપડવાથી ચામડીના રોગો નાશ પામે છે.રોજ સવારે 20-20 ગ્રામ મધ ઠંડા પાણીમાં મેળવી 4-5 માસ પીવાથી દાહ-ખંજવાળ અને ફોલ્લી જેવાં ચામડીના રોગો મટે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.