તેના રોગનું નામ ન આપી શકાય, જેને અંગ્રેજીમાં “ફની ટ્રેન્સ’ અને આપણી ભાષામાં ‘વિચિત્ર પ્રકારની અનુભૂતિ’ ગણાય, જેના લીધે ચિંતા થાય પણ ભાગ્યે જ ગંભીર ગણાય તેવી તકલીફ ને ચક્કર આવ્યા કહેવાય. મગજમાં થનારા ઓચિંતા ફેરફારને કારણે સંપૂર્ણ રીતે તંદુરસ્ત આબાલ, વૃદ્ધ, સ્ત્રી, પુરુષ દરેક માં થનારી આવી અવસ્થા મોટે ભાગે તડકામાં વધારે વખત ફરવાથી, કોઈ વખત વાતાવરણમાં ઓક્સિજન ઓછો હોવાથી, ખૂબ ઊંચાઈ થી નીચે જોવાથી, લોહીમાં સાકર ઓછી થઈ જવાથી, દવાની આડઅસરથી, હૃદયના ધબકારા વધી જવાથી, આંચકી જવાથી થઈ શકે.
ચક્કર આવવાના કારણો અને તેના ઉપાય :
બેભાન થઈ જવું (થોડીક સેકન્ડ કે મિનિટ માટે) :
આખા શરીરનાં બધાં જ અંગોમાં શરીરનું માનીતું અંગ મગજ છે. તેના કોષોને ૪ સેકન્ડથી ૩ મિનિટના સમયમાં લોહી દ્વારા ઓક્સિજન ન મળે તો બેભાન થવાની આ અવસ્થા ત્યારે મગજને લોહી મળે નહીં ત્યારે થાય. આના પહેલાં મગજ ખાલી થયેલ લાગે, પરસેવો થાય, વ્યવસ્થિત ચાલી શકાય નહીં. હાથ પગ ઠંડા પડી જાય. નાડી ના ધબકારા ધીમા પડી જાય અને ચક્કર આવે. તેના ઉપાય માં એક જગાએ તડકામાં ઉભા રહેવાને બદલે જમીન પર છાયામાં પગ ઊંચા કરી સૂઈ જાઓ, ટાઈટ કપડાં ઢીલા કરી નાખી. પંખો ચાલુ કરો. ઠંડુ (આઈસ કોલ્ડ) પાણી કે લીંબુનું શરબત પીઓ, કોણીના આગળના ભાગમાં બીજા હાથની આંગળી દબાવી. હાથની આંગળીથી મૂઠી વાળો અને બંધ કરો, ડુંગળી સૂંઘો.
વર્ટીગો :
આખું ઘર ચક્કર ચક્કર ફરતું લાગે, ઊબકા આવે, ઉલટી થાય અને બેભાન પણ થઈ જવાય. દારૂ વધારે પી ગયા હો, બસમાં બેસવા થી, હીંચકા ખાવાથી, ફેરફુદરડી ખાવાથી અને દવાઓની આડ અસરથી થાય આવા પ્રોબ્લેમ થાય છે. તેના ઉપાય માટે પથારીમાં તાત્કાલિક સૂઈ જવું. મગજ ખાલી લાગે, પરસેવો થાય, ચક્કર આવે, હાથ અને પગ ખેંચાઈ જાય. આ પ્રકાર ના ચક્કર ના ઉપાયોમાં પ્રયત્ન કરીને શ્વાસોશ્વાસ ઓછો લેવા પ્રયત્ન કરવો પેપર કે પ્લાસ્ટિકની કોથળીમાં શ્વાસ કાઢવો અને એ જ હવા શ્વાસમાં લેવી આવું ૫-૬ વખત કરવાથી રાહત મળે છે.
લોહીમાં સાકર ઓછી થઈ જવી:
મગજને ઑક્સિજનની માફક સાકરની પણ જરૂર પડે છે. જ્યારે લોહીમાં સાકર ઓછી થઈ જાય (હાઇપોગ્લાઇસિમિયા) ત્યારે ચક્કર આવે, ખૂબ ભૂખ લાગે, ચીડિયા થઈ જવાય, કશી વસ્તુ ની સૂઝ ન પડે, ઉબકા આવે, મગજ ખાલી થઈ ગયેલું લાગે, પરસેવો થાય, વાત કરવામાં લોચા પડે, બરાબર બોલી ન શકાય, બગાસાં આવે. આમ છતાં તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો બેભાન થઈ જાય. કદાચ મૃત્યુ પણ થાય, ડાયાબિટીસ હોય ત્યારે ઇન્જેકશન લીધા પછી તમે નાસ્તો ન કર્યો હોય ત્યારે પણ સાકર ઓછી થઈ જાય. તેના ઉપાયોમાં તાત્કાલિક ખાંડવાળું શરબત પીવું જોઈએ.
અન્ય ઉપાયો :
ચક્કર આવે તો તુલસીના રસમાં ખાંડ ભેળવીને સેવન કરવાથી કે તુલસીના પાંદડામાં મધ ભેળવીને ચાટવાથી ચક્કર આવવાના બંધ થઇ જાય છે.માથું ઘુમવા લાગે તો અડધા ગ્લાસ પાણીમાં લવિંગ નાખીને તેને ઉકાળી અને પછી આ પાણીને પીવું. આ પાણી પીવાથી ફાયદો થાય છે. નારિયેળનું પાણી રોજ પીવાથી ચક્કર આવવાના બંધ થઇ જાય છે. ચા કે કોફી ઓછી પીવી જોઈએ. વધુ ચા કે કોફી પીવાથી પણ ચક્કર આવે છે. ધાણા નો પાવડર દસ ગ્રામ અને આંબળાનો પાવડર દસ ગ્રામ લઈને એક ગ્લાસ પાણીમાં પલાળીને રાખી. સવારે સારી રીતે ભેળવીને પી લેવું. તેનાથી ચક્કર આવવાની સમસ્યા માંથી કાયમ માટે છુટકારો મળે છે. ૧૦ ગ્રામ આંબળા, ૩ ગ્રામ મરચું અને ૧૦ ગ્રામ પતાસા ને વાટી, ૧૫ દિવસ સુધી રોજ તેનું સેવન કરવાથી ચક્કર આવવાના બંધ થઇજે છે.