આજકાલ ઘણા લોકોની ખાણી-પીણી એટલી બગડી ગઇ છે કે જેના કારણે આપણે કોઇ ને કોઇ બીમારીથી પીડાઈ રહ્યા છીએ. જેમાથી એક સમસ્યા છે નસ બ્લોકેજની. જે યુવાઓમાં પણ ખૂબ જોવા મળી રહી હતી. તેનું એક કારણ છે કે ઘણી હદ સુધી વધતું પ્રદુષણ પણ છે.
આજે આપણે નસો બ્લૉકેજ હોય, નસોમાં સોજો હોય તેના ઉપાયો વિશે જાણીશું. જો તમે પણ આ વસ્તુનું સેવન કરશો તો તમારી નસોનું જે બ્લૉકેજ છે અને સોજો છે એ દૂર થશે. તો ચાલો આપણે જાણીએ આ ઘરેલુ ઉપાય વિષેની માહિતી. આ ઉપાયથી ઘણા બધા લોકોને બ્લૉકેજની સમસ્યા દૂર થઈ છે. આ ઉપાય તમે અજમાવશો તો તમને રાહત થશે અને લાખો રૂપિયાનો બચાવ થશે. તો આજે અમે તમને બ્લૉકેજ નસોના ઉપચારો જણાવીએ છીએ.
ઓલિવ ઓઇલ અને વિટામિન ઈ બંને ને સરખી માત્રમાં લો. આ બંને ને મિક્સ કરી જે જાય એ નસો બ્લૉકેજ છે એ જગ્યાએ 10 થી 15 મિનિટ સુધી માલિશ કરો. આ પછી થોડો સમય કુણા તડકામાં બેસો. આમ કરવાથી ગંઠાઈ ગયેલું જે લોહી છે એ ધીરે ધીરે છૂટું પડશે અને નળી ખૂલી જશે.
તજ, કળામરી, તમાલપત્ર, મગજતરી, અખરોટ અને અળસી આ બધી સામગ્રીને મિક્સ કરીને મિક્સરમાં પીસી લેવી. તેનો બરાબર પાઉડર બનાવી ચૂર્ણ બનાવવું. રોજ એક એક ચમચી ભૂખ્યા પેટે પાણી સાથે આ ચૂર્ણ લેવું. ચૂર્ણ લીધા બાદ એક કલાક સુધી કઇપણ ન ખાવું. આ ચૂર્ણ ખાવાથી શરીરની બધી નસ ખુલી જે છે. આ ચૂર્ણ હૃદય રોગના દર્દીઓ પણ લઇ શકે છે.
કાળી દ્રાક્ષ અને અંજીરનું સેવન ખૂબ ફાયદાકારક છે. કાળી દ્રાક્ષ અને અંજીરને રાત્રે પાણીમાં પલાળી દો. સવારે ઊઠીને ગાળીને આ પાણી પી જવું જોઈએ. આ બંને વસ્તુ બ્લૉકેજ નસોને દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. જો તમે નિયમિતપણે એક ગ્લાસ દાડમનો રસ પીવો છો તો તમે શરીરમાં લોહીનું પરિભ્રમણ સુધારવામાં મદદ કરી શકો છો આના કારણે કોઈપણ નસમાં અવરોધ ઉંભો થશે નહીં.
લસણ ખાવાથી શરીરમાં રહેલ રક્તવાહિકાઓની પહોળાઇ ફેલાવામાં સક્ષમ થાય છે. ધમનિઓનુ બ્લોકેજ ખોલવા માટે લસણનું સેવન ખૂબ જરૂરી છે. આ સમસ્યા ખતમ કરવા માટે લસણની કળીઓને શેકીને કે પીસીની દૂધમાં નાખીને પીવી. આમ કરવાથી શરીરની બધી જ બ્લૉકેજ નસો ખૂલી જાઈ છે.
રાત્રે અળસીના બી પાણીમાં પલાળી તેને પીસી, પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવી ,આ ઉકાળાને ૩ થી ૪ મહિના પીવાથી બ્લોક ધમનિઓ ખુલ્લી જાય છે. અળસીમાં અલ્ફા લિમોલેનિક એસિડ ભરપૂર માત્રામાં રહેલુ હોઈ છે જે બંધ ધમનિઓને ખોલવામાં સહાયતા કરે છે. તેના સિવાય આ તત્વ ધમનિઓમાં રહેલા એલડીએલ કોલેસ્ટ્રોલને આસાનીથી બહાર કાઢી નાખે છે, જેના કારણે બ્લોક ધમનિઓ આસાનીથી કામ કરવા લાગે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.