Breaking News

ભાદરવાની ગરમીથી થતા તાવ અને પિત્ત પ્રકોપથી 100% છુટકારો, આજથી જ અપનાવો અને રહો જીવનભર નિરોગી

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

વર્ષા ની વિદાય અને શરદનુ આગમન એટલે ભાદરવો. દિવસે ધોમ ધખે અને મોડી રાત્રે આછુ ઓઢીને સુવુ પડે એવો ઠાર પડે. આયુર્વેદાચાર્યો કહી ગયા છે કે વર્ષામા પિત્તનો સંગ્રહ થાય અને શરદમા તે પિત્ત પ્રકોપે. આ પ્રકોપવુ એટલે તાવ. આજે અમે તમને જણાવી રહ્યા છીએ ભાદરવાના તાપ અને ગરમીથી થતા રોગથી બચવાના બેસ્ટ આયુર્વેદિક ઈલાજ.

ભાદરવાના ત્રીસે દિવસ રોજ રાત્રે સુતા પહેલા સુદર્શન/મહાસુદર્શન ઘનવટી  ૨-૩ ટીક્ડી ચાવીને નવસેકા ગરમ પાણી સાથે લેવી. અનુકૂળતા હોય તો ભાદરવાના ત્રીસે દિવસ દુધ -ચોખા-સાકરની ખીર અથવા દુધ-પૌવા ખાવુ. ગળ્યુ દુધ એ વકરેલા પિત્તનુ જાની દુશ્મન છે. આ હેતુથી જ શ્રાદ્ધપક્ષમાં ખીર બનાવવાનુ આયોજન થયુ હતુ.

જેની છાલ પર કથ્થાઇ/કાળા ડાઘ હોય એવા પાકેલ કેળાને છુંદીને એમા સાકર ઉમેરી બપોરે જમવા સાથે ખાવા. જો ઇચ્છા હોય તો ઘી પણ ઉમેરવુ. પણ કેળા સાથે ઘી પાચનમા ભારે થાય. એટલે જો ઘી ઉમેરો, તો પછી બે એલચી વાટીને ઉમેરી દેવી. (જો ખીર અને કેળા – બન્નેનો પ્રયોગ કરવો હોય તો કેળા બપોરે અને ખીર સાંજે એમ ગોઠવવુ)

ભલેચુકે ખાટી છાશ ન જ પીવી. ખુબ વલોવેલી, સાવ મોળી છાશ લેવી હોય તો ક્યારેક લેવાય. ઠંડા પહોરે (વહેલી સવારે કે સાંજે) પરસેવો વળે એટલુ ચાલવુ. (ઠંડી અને ચાંદની રાતમાં રાસગરબા ના આયોજન પાછળનુ રહસ્ય આ જ હતુ – પરસેવો પડે)

આચાર્યોએ શરદને રોગોની માતા કહી છે – ‘રોગાનમ શારદી માતા’  અને ‘ યમની દાઢ ‘ પણ કહી. આપણામાં એક આશિર્વાદ પ્રચલીત હતો.
શતમ જીવ શારદઃ એટલે કે આવી સો શરદ સુખરુપ જીવી જાઓ એવી શુભેચ્છા આપવામા આવતી. અસ્તુ. આ લેખ બધાને કામ લાગે તેવો છે માટે સૌને ખાસ શેર કરજો. આ માહિતી આપણા દરેક ગુજરાતી પરિવાર સુધી પહોંચાડી સમાજને બીમારીથી બચાવવામાં તમે તમારી ફરજ નિભાવો.. એ જ પ્રાર્થના…

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!