શ્વાસ-દમ, ઝાડા તેમજ વાયુ અને પિત્તના દરેક રોગો માટે દવા કરતાં પણ વધુ અસરકારક છે આ ઔષધિ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આપણી સમગ્ર આયુર્વેદિક પદ્ધતિ વનસ્પતિ અને ઔષધીય છોડ પર આધારિત છે. પરંતુ આધુનિક સમયમાં, આપણે નાની બીમારી માટે અંગ્રેજી દવાઓ તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. આ જ કારણે આપણું શરીર પહેલા કરતા કમજોર અને નબળું બની રહ્યું છે. તો ચાલો હવે આપણે જાણીશું અંકોલનો અલગ અલગ બિમારીઓમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય.

તંદુરસ્ત અને શક્તિશાળી બનવા માટે, આપણે આપણા દૈનિક જીવનમાં વધુને વધુ ઔષધિય પાકો અપનાવવા જોઈએ. અંકોલ એક ગુણકારી જડીબુટ્ટી છે. અંકોલનાં ફળ કફને હરનાર છે, પચવામાં ભારે છે. એ કફના રોગોમાં ઉત્તમ છે. શરીરને પુષ્ટ કરે છે તથા બળ આપે છે. અંકોલ વાયુ અને પિત્તના રોગોમાં ઉપયોગી છે.

સીફીલીસ રોગમાં અંકોલના મૂળની છાલ અડધાથી 1 ગ્રામ દરરોજ ૩ વખત દરરોજ ખાવાથી તથા તેના બીજનું તેલ કે મૂળને વાટીને લગાવવાથી ઉપદંશ અને ઉપદંશથી થનારા રોગ મટે છે. અંકોલનું તેલ સવારે અને સાંજે ઉપદંશના ઘાવ પર લગાવવાથી તેના ઘાવ જલ્દી ઠીક થઇ જાય છે.

અંકોલના મુળની છાલ ચોખાના ઓસામણમાં ઘસીને મધ કે સાકર નાખી પીવાથી પાતળા ઝાડા બંધ થાય છે. અંકોલના ફુલની સુકી કળીઓ, આમળાં અને હળદરનું સમાન ભાગે બનાવેલું ૧-૧ ચમચી ચુર્ણ સવાર-સાંજ પાણી સાથે લેવાથી પાતળા ઝાડા બંધ થાય છે. અંકોલના બીજના તેલમાં અંકોલની છાલ વાટી મલમ બનાવી લગાડવાથી ચામડીના જુના રોગો મટે છે.

અંકોલ શ્વાસ રોગ-દમનું ઉત્તમ ઔષધ છે. અંકોલના મૂળને લીંબુના રસમાં ખૂબ જ લસોટીને ઘટ્ટ લૂગદી જેવું બનાવી લેવું. સવાર-સાંજ જમ્યા પહેલાં અડધી ચમચી જેટલી આ લૂગદી ચાટી જવાથી શ્વાસ રોગમાં ખૂબ જ લાભ થાય છે. અંકોલની છાયામાં સૂકવેલી ફૂલ-કળીઓ, આમળા અને હળદર ત્રણે સરખા વજને લઈ ચૂર્ણ કરી લેવું.

અડધી ચમચી જેટલું આ ચૂર્ણ મધ સાથે સવાર-સાંજ ચાટી જવાથી બધા પ્રકારના પ્રમેહ અને મૂત્રમાર્ગના રોગો મટે છે. તાવ આવે ત્યારે અંકોલના મૂળ 10 ગ્રામ, કોઠું ૩ ગ્રામ તથા બહેડા 6 ગ્રામ તેને એક લીટર પાણીમાં ઉકાળી લો. જ્યારે તેનો આઠમો ભાગ વધે ત્યારે તેને ઠંડું પડીને ગાળી લો તથા તેમાં મિશ્રી ભેળવીને સવારે અને સાંજે પીવાથી તાવ દૂર થાય છે.

ગોનોરીયાથી પીડિત માતાએ અંકોલના ફળનો ગર્ભ અને તલનો ક્ષાર બરાબર માત્રામાં ભેળવીને મધ સાથે સવારે અને બપોરે સેવન કરવું જોઈએ. તેનાથી રોગ જડમૂળમાંથી નાશ પામે છે. ઓછામાં ઓછા 6 મહિના સુધી તેનું સેવન નિયમિત કરવું જોઈએ તેથી આ રોગ સંપૂર્ણ નાશ પામે છે.

અંકોલના લીલાં મુળીયાંનો એક ચમચી રસ દરરોજ સવારે લેવાથી શરુઆતનો જળોદર રોગ મટે છે. અંકોલના બીજનું તેલ લગાડવાથી ગુમડાનાં ચાંદાં મટે છે. અંકોલનાં પાન વાટી લેપ કરવાથી સોજા ઉતરે છે. કાંટો કે કાચ વાગવાથી ઈજા થાય છે ત્યારે અંકોલના તેલમાં રૂનું પોતું પલાળીને ઈજા ગ્રસ્ત સ્થાન પર બાંધવાથી તેનાથી લોહી નીકળવાનું બંધ થઈ જાય છે.

અંકોલના મૂળની છાલ 250 ગ્રામ ખાંડીને વાટીને તેનું ચૂર્ણ બનાવી લો. તેને 5 ગ્લાસ પાણીમાં ઉકાળો. જયારે આ બધા પાણીમાંથી માત્ર 1 ગ્લાસ પાણી વધે ત્યારે તેમાં એક ગ્લાસ સરસવનું તેલ ભેળવી દો અને ગરમ કરો. જ્યારે આ પાણી બળીને માત્ર તેલ જ વધે ત્યારે તેને ઠંડા પડ્યા બાદ ગાળીને એક શીશીમાં રાખી લો. તેને દરરોજ ત્રણ વખત આ તેલથી માલીશ કરવાથી આ રોગથી મુક્તિ મળે છે.

સાપનું ઝેર ચડ્યું હોય તો અંકોલના મૂળને 100 ગ્રામ લઈને તેને ખાંડીને 1 લીટર પાણીમાં ઉકાળવા જોઈએ. જ્યારે તેમાંથી ત્રીજા ભાગનું પાણી વધે ત્યારે તેને ઉતારીને, ગાળીને દર 15 મીનીટના ગાળામાં 50 ગ્રામ ઉકાળો ગાયના ગરમ કરેલા 50 ગ્રામ ઘી સાથે ભેળવીને પીવડાવવાથી ઉલ્ટી થઈને સાપનું ઝેર નીકળી જશે.

અંકોલ કમળાને દૂર કરવામાં પણ ખુબ જ ઉપયોગી છે. જે લોકોને કમળાની તકલીફ હોય તેને અંકોલની મૂળ અને છાલથી બનેલા પાવડરનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. તે લીવરના સોજાને પણ ઠીક કરે છે. લીવર સંબંધિત બધી બીમારીઓ માટે અંકોલને ઉપયોગી માનવામાં આવે છે.

વાનો દુખાવો મટાડવા માટે અંકોલના તેલની માલીશ ઉપયોગી માનવામાં આવે છે. આ સિવાય અંકોલ ભગંદર, પેટના કૃમિ, સોજો, લોહીની ઉલ્ટી, વીંછીનું ઝેર, મોઢામાં લોહી, ઘાવ, બળતરા કરનારો તાવ, ડેન્ગ્યું તાવ, સફેદ ડાઘ, મૂત્રાઘાત, કબજિયાત વગેરે માટે પણ ઉપયોગી છે.

Scroll to Top