આંખની પાંપણ વચ્ચે નાની ફોલ્લી જેવું થાય તેને આંજણી કહે છે. આંજણી એક પ્રકારે બેક્ટેરિયાથી થતી બીમારી છે. આંખમાં આંજણી થવાની સમસ્યા દરેક ઉમરના લોકોને થઈ શકે છે. તેમની આંખની પાંપણનીંચે અને ઉપર લાલ રંગના દાણા જેવું થઈ જાય છે.
આંજણી થવાના કારણો : ક્યારેક આંખની પાંપણ પર તેલ ગ્રંથિ વધુ પડતી એક્ટિવ થઈ જાય તો આંજણી થઈ શકે છે. આ માટે સ્ટેફિલોકોરસ બેક્ટેરિયા જવાબદાર છે. આ સિવાય પાંપણમાં કચરો, ઓઈલ કે ડેડ સ્કીન જમા થવાથી પણ આ સમસ્યા થાય છે. આંજણી આમ તો આંખને નુકસાન નથી કરતી પરંતુ ખંજવાળ અને સતત દુઃખાવો થયા કરે છે.
આંજણીના લક્ષણો : આ આંજણી થવાના લીધે આંખો લાલ થાય છે, આંખમાં ખંજવાળ આવે છે, આંખો દુખે છે, આંખમાં સોજો આવે છે, આંખમાંથી પાણી નીકળે છે, આંખમાં પોપડી વળી જાય છે, આંખ બળે છે, આંખમાં ચીપડા જામે છે. તો ચાલો આપણે જાણીએ આંજણીની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટેના ઘરેલુ ઉપચાર.
આમલીના બીજને સાફ પથ્થર પર ચંદનની જેમ ઘસીને આંજણી પર લગાવવાથી તરત ઠંડક મળે છે અને આંજણી પણ ઠીક થઇ જાય છે, આંખની પાપણ પર થયેલી ફોલ્લી પર આમલીના બીજ પાણીમાં ઘસીને ચંદનની જેમ લગાવવાથી આંજણીમાં ખુબ જ રાહત આપીને તેને દુર કરે છે.
1 થી 2 લવિંગને વાટીને તેમાં પાણી નાખીને તેની પેસ્ટ બનાવીને આંખોની સંપૂર્ણ પાંપણો પર આંજીને તેને આંજણી પર લગાવવાથી આંજણી મટે છે. આ પેસ્ટને સુકાવા સુધી આંખો પર રહેવા દેવું જરૂરી છે. લવિંગનું તેલ પણ આંજણી પર પણ લગાવી શકાય છે. આ પેસ્ટને દિવસમાં બે વખત કરવાથી આંખોમાં રાહત રહે છે અને આંજણી મટે છે.
જામફળના 4 પાન લઇને તેને પાણીમાં બરાબર ઉકાળી લો. તે બાદ તેને નવશેકુ થાય એટલે આંખો પર શેક કરો. દિવસમાં 3-4 વાર આ રીતે કરવાથી તમારી આંખોને આરામ મળશે.તેમજ ઝડપથી આંજણીની સમસમ્યામાંથી છૂટકારો મળશે. આંખ ની આંજણી ઉપર ગ્રીન ટી લગાવવાના કારણે આવતો સોજો અને તેમાં થતો દુખાવો તરત જ દૂર થઈ જાય છે. ગ્રીન ટી ને ગરમ કરી આંધળી ઉપર લગાવવા ના કારણે આંજણી માંથી તરત જ રાહત મળે છે.
5 ગ્રામ ત્રિફળાનું ચૂર્ણ, 2 ગ્રામ મુલેઠીને સવાર અને સાંજ પાણી સાથે લેવાથી આંજણી મટે છે. ત્રિફળાને આખી રાત પાણીમાં પલાળ્યા બાદ સવારે તે પાણીમાં કપડાને બોળીને આંખો ધોવાથી આંજણી મટે છે. દરરોજ સવાર અને સાંજે ૩- ૩ ગ્રામ ત્રિફળાનું ચૂર્ણ હળવા ગરમ પાણીમાં નાખીને સેવન કરવાથી આંજણી મટે છે.
બે ચમચી ધાણા અને એક કપ પાણી લઈને પાણીને ગરમ કર્યા બાદ તેમાં ધાણાને ગરમ થઈને પલાળવા મૂકી દો. આ પાણીને ગાળીને ઠંડુ પડવા દીધા બાદ આ મિશ્રણથી આંખોને ધોવાથી આંજણી મટે છે. આ ઉપાય દિવસમાં ત્રણ વખત કરવાથી આંજણી મટાડવા માટે ખુબ જ ઉપયોગી છે. ધાણા સોજા વિરોધી ગુણ ધરાવે છે જેથી ધાણા દ્વારા સોજાને દુર કરી શકાય છે અને પાંપણ પર થયેલી આંજણી પણ મટે છે.
આંજણીના ઈલાજ તરીકે લીલી ડુંગળીના પાંદડાને લઈને આ પાંદડાને બારીક કાપી નાખો તેમજ તેને વાટી લો. તેને પણ આંખમાં ટીપા પાડવાની શીશીની મદદ વડે આંજણી પર લગાવો. તેને લગાવી દીધા બાદ ઠંડા પાણીથી આંખોને ધોઈ લો. આ લીલી ડુંગળીમાં પણ લસણ જેવાજ તત્વ આવેલા હોય છે જેમાં માઈક્રોબીયલ ગુણ હોય છે જેના કારણે તે આંજણીના બેક્ટેરિયાને મારી નાખે છે.
એરંડીનું તેલ અને કપાસના રૂને લઈને આ રૂને તેલમાં બોળીને આંજણી પર લગાવવાથી, હળવે હળવે આંજણીને સાફ કરવાથી આંજણી મટે છે. આ ઉપચાર સતત 15 મિનીટ સુધી કર્યા બાદ નવશેકા પાણીથી આંખોને ધોઈ લેવાથી આંજણીની સમસ્યામાં ખુબ જ ફાયદો આપે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.