Breaking News

ઊંઘની ગોળીઓ લીધા વગર માત્ર 5 મિનિટમાં ઘસઘસાટ ઊંઘ લાવવા માત્ર કરી લ્યો આનું સેવન

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

આજના યુગ નો સૌથી મોટો પ્રશ્ન એ ઊંઘ ન આવી એટલે કે અનિંદ્રા.લોકોમાં વધુ પડતી ચિંતા,એકધારું કામ,સતત વિચારો વગેરે ને કારણે અનિંદ્રા નો ભોગ બનેલા માણસો જોવા મળે છે. સતત ગુસ્સો,વારંવાર વાતનું પુનરાવર્તન વગેરે મગજના જ્ઞાનતંતુઓને આરામ આપતું નથી અને સતત વિચારો કર્યા કરે છે જેના કારણે પણ અનિંદ્રા જોવા મળે છે.

અનિંદ્રા થવાનો ઘણા કારણો હોય છે જેવા કે રાતે મોડે સુધી ઉજાગરા કરવા,રાતે સપના આવવા,દિવસે જોકા ખાવાથી, તરસ લાગવાથી,પગમાં ખાલી ચડવી, નસકોરા બોલવા,પેશાબ કરવા જાગવું વગેરે ને કારણે અનિંદ્રા નો ભોગ બની શકાય છે. જ્યારે દિવસ દરમિયાન કામમાં ફેરફાર થાય ત્યારે પણ ઊંઘ આવતી નથી. શરદી,તાવ કે ઉધરસ થવાથી પણ ઊંઘ આવતી નથી.

ઘણીવાર અનિંદ્રા ન આવવાનું કારણ પણ ભોજનમાં ફેરફાર થવાથી ઊંઘ બગડે છે. રાતે ઊંઘતા પહેલા આઇસ્ક્રીમ ના ખાવી જોઈએ જેના કારણે ઉર્જાનું સંચાર વધુ થવાથી ગરમી વધુ ઉત્તપન્ન થાય છે અને ઊંઘ બગડે છે. જે લોકો દારૂનું સેવન કરે છે તેવા લોકોને પણ ઊંઘ આવતી નથી અને તેમની સવાર પણ તાજગી ભરી નથી હોતી.

ભેંસ ના દૂધમાં અશ્વગંધા નું ચૂર્ણ મેળવીને લેવાથી અનિંદ્રા દૂર થાય છે. એરંડા ના કુમળા પાનને દૂધમાં વાટીને કપાળ અને કાન પાછળ લગાવાથી સારી ઊંઘ આવે છે. ગંઠોડાના ચૂર્ણ ને ગોળ સાથે ભેરવીને ખાવાથી ઉપર દૂધ પિવાથી ખુબજ લાભ થાય છે.

જાયફળનું ચૂર્ણ લેવાથી પણ ઊંઘ સારી આવે છે અને પગના તળીયે તેલની માલિશ કરવાથી પણ અનિંદ્રા દૂર થાય છે. ખસખસ ને સાકર અને મધ સાથે મિક્સ કરીને ખવતબી અનિંદ્રા દૂર કરી શકાય છે. અરડૂસીનો ઉકારો અથવા અરડૂસીનાં પાનને દૂધમાં ઉકાળી પીવાથી પણ સારી ઊંઘ આવે છે.

ભેંસ ના દૂધ માં ગંઠોડા નાખીને પીવાથી પણ ખૂબ ફાયદો થાય છે. રાતે સુવાના અડધા કલાક પહેલાં દૂધમાં બદામનું તેલ નાખીને પીવાથી સારી ઊંઘ આવે છે. દૂધમાં હળદર અને ઘી નાખીને પીવાથી અનિંદ્રા પણ દૂર થાય છે. કોકમની ચટણી ને પાણી સાથે મિક્સ કરીને તેનું શરબત બનાવી પીવાથી ખૂબ નિંદ્રા આવે છે. વરિયારીના અર્ક ને પાણીમાં મિક્સ કરીને પીવાથી રાતે સારી એવી ઊંઘ આવે છે.

દરરોજ સૂવાનો સમય એક રાખવો જોઈએ. જેના લીધે તમારું શરીર આ ટાઇમ માટે ટેવાઈ જાય છે અને તમે શાંતિથી ઊંઘ લઈ શકો છો. આ સાથે તમારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે જો તમે દરરોજ મેડિટેશન કરો છો તો તમને વધુ લાભ થાય છે.રાત્રે સુતા પહેલા પગના તળિયા પર સરસવના તેલની માલીશ કરવી જોઈએ. જેનાથી મગજ શાંત અને સ્થિર થાય છે અને સારી ઊંઘ આવે છે.

સારી ઊંઘ માટે શવાસન, ભ્રામરી પ્રાણાયમ જેવા આસન નિયમિત કરવાથી અનિદ્રાની સમસ્યાથી છુટકારો મળી જાય છે. સૂવાના બે કલાક પહેલા રાત્રે જમી લેવુ જોઈએ. જમીને તરત સૂવું ન જોઈએ અને રાત્રે ખોરાક હળવો હોવો જોઈએ. જેનાથી તમે આરામથી સૂઈ શકો.

અનિંદ્રાના ઉપચારમાં કેળા ખુબ જ લાભદાયક રહે છે કેળા ઊંઘને વધારે છે કારણ કે કેળામાં પ્રાકૃતિક રીતે માંસપેશીયોને શાંત કરવાના તત્વો એટલે કે પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે. રાત્રે સુતા પહેલા 2 થી 3 કેળા ખાવાથી ભૂખ શાંત થાય છે અને સારી ઊંઘ પણ આવે છે. અને મોડી રાત્રે ઉઠીને ભોજન કરવાથી પણ છુટકારો મળે છે.

૧ ચમચી સીંધાલૂણ મીંઠુ.૮ ચમચી કાચું મધ.બનાવવાની રીત.આ બન્ને વસ્તુને મિક્સ કરો અને એક જારમાં નાંખીને ઢાંકી દો.તેને કેવી રીતે કરશો ઉપયોગ.દરરોજ રાત્રે સૂતા પહેલા કેટલીક મિનીટ પહેલા આ ઘરગથ્થું મિશ્રણને લો. તમે જ્યારે તેને તમારી જીભ પર રાખશો, તે આપમેળે મોંઢામાં ઓગળી જશે. જો તમે ઈચ્છો તો તેને હળવા ગરમ પાણીમાં નાંખીને પણ પી શકો છો.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!