Breaking News

માત્ર ચપટી આ ઔષધિથી પાચન અને પિત્તના રોગ જીવો ત્યાં સુધી ગાયબ, નહીં ખર્ચવો પડે દવામાં એકપણ રૂપિયો

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

અજમો દરેકના રસોડામાં જોવા મળતી વસ્તુ છે. મુખવાસમાં ખાસ કરીને વપરાતો આ અજમો શરીર માટે ખુબજ ગુણકારી સાબિત થાય છે. આ લેખ દ્વારા અમે તમને અજમાંથી થતાં સ્વાસ્થ્ય લાભ વિશે જણાવવાના છીએ, જાણવા માટે આ લેખ અંત સુધી વાંચો.

૧૦૦ ગ્રામ અજમો અને 100 ગ્રામ જુનો દેશી ગોળ ભેગાં કરી ખાંડી બરાબર ભેળવી તેમાંથી દસ ગ્રામની ગોળીઓ બનાવવી, આ ગોળીઓ નરણા કોઠે સવાર-સાંજ એક એક લેવાથી વાતાર્શ-વાયુના મસા મટે છે.

નાકમાંથી સતત પાણી પડતું હોય અને ઉપરાઉપરી છીંકો આવતી હોય ત્યારે ઉપર મુજબ બનાવેલી ગોળીઓ એક-એક, સવાર, બપોર, સાંજ લેવાથી માથામાં ભરાયેલો વાયુ અને કફ નીકળવા માંડે છે સાથે સાથે ફેફસાંમાં જમા થઈ ગયેલો જૂનો કફ પણ છૂટો પડવા માંડે છે. હરસથી પીડાતા દર્દીએ અજમાની પોટલીનો શેક કરવો જોઈએ.

અજમાને વાટી પોટલી બનાવી નાક વડે સૂંઘવાથી ચોમાસામાં થતું સળેખમ (શરદી) મટે છે. નાનાં બાળકોને થતાં શરદી અને સળેખમ મટાડવા માટે તેમના ગળામાં અજમાની પોટલી બાંધી રાખવામાં આવે છે. અજમામાં રહેલા તૈલી દ્રવ્યની વરાળ(વાસ) નાનાં બાળકોને સતત શ્વાસમાં લેવાતી હોવાથી તેમના શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે. જેથી શરદી, સળેખમ તો મટે જ છે, સાથે સાથે તાવ પણ મટે છે.

અજમાને ચલમમાં તમાકુની જગાએ ભરી તેનું ધૂમ્રપાન કરવાથી દમ અને શ્વાસના રોગમાં ફાયદો થાય છે. ઘરમાં અજમાનો ધૂમાડો કરવાથી જીવજંતુઓનો નાશ થાય છે. આ ધુમાડો શ્વાસમાં લેવાય તો શરદી મટે છે. અજમો અને જીરૂ એક-એક ગ્રામ લઈ વાટી શેરડીના રસ સાથે સવારે સાંજ લેવાથી હરસ મટે છે.

અજમો ચાર ભાગ, સૂંઠ બે ભાગ અને સંચળ એક ભાગ લઈ તેનું ચૂર્ણ બનાવી ત્રણ-ત્રણ ગ્રામ ચૂર્ણ નવશેકા પાણી સાથે જમ્યા પછી લેવાથી ખોરાક સારી રીતે પચે છે. તેમજ મોંની દુર્ગધ પણ દૂર થાય છે. દહીંના મઠ્ઠામાં પીસેલા અજમાનું ચૂર્ણ ભેળવી પીવાથી કબજિયાત દૂર થાય છે. એક ચમચી અજમાને ગરમ પાણી સાથે ફાકી જવાથી પેટનું દર્દ, આફરો મટે છે.

પેટના દુખાવાથી રાહત મેળવવા માટે એક કપ પાણીમાં એક ચમચી અજમો એક ચમચી જીરૂ અને પ્રમાણસર મીઠું ભેળવી થોડું થોડું પીવું. આ મિશ્રણ રેફ્રિજરેટરમાં રાખવું. એક અઠવાડિયા સુધી તેને ઉપયોગમાં લઈ શકાય છે. પેટમાં આફરો ચડ્યો હોય તો પેટ ઉપર અજમાના તેલની હળવા હાથે માલિશ કરવી.

કેટલાક માણસોને દૂધ બરાબર પચતું હોતું નથી તેથી દૂધ પીધા પછી ઉપર થોડોક અજમો ચાવીને ખાઈ જવો જોઈએ તેનાથી લાભ થાય છે. શરીરના કોઈ ભાગ ઉપર દુ:ખાવો થતો હોય તો અજમાને પાણીમાં લસોટી ધીમા તાપ ઉપર ગરમ કરી દુખતા ભાગ ઉપર લેપ કરવો. અને ઉપરથી ધીમે ધીમે શેક કરવો.

અજમાને સળગતા કોલસા ઉપર નાખી ધુમાડો કરવો. આ ધુમાડો શરીરના ભાગોનો દુ:ખાવો (અંગદર્દ) દૂર કરે છે અને પુષ્કળ પરસેવો લાવે છે. આ પરસેવાની સાથે શરીરમાંથી અશુદ્ધ દ્રવ્યો બહાર નીકળી જાય છે. શીતજ્વરમાં (ટાઢીયા તાવમાં) અજમાનું ચૂર્ણ લેવાથી તરત જ પરસેવો નીકળવા માંડે છે. અને તાવમાં રાહત મળે છે.

ફેફસાંની બીમારીમાં અજમાનું ચૂર્ણ લેવાથી કફ ઉત્પન્ન થતો અટકાવે છે, અને ભેગો થયેલો કફ ઢીલો થઈને બહાર નીકળવા માંડે છે. પગનાં તળિયાંમાં પીડા થતી હોય તો અજમાના બારીક ચૂર્ણને મધ સાથે મેળવી પગના તળીયે રાત્રે લેપ કરી સૂઈ જવું.

ઉધરસ અથવા દમના રોગમાં શ્વાસના હુમલા વખતે અજમાના રસને પાણીમાં નાખી ગરમ કરી પીવડાવવાથી હુમલામાં રાહત થાય છે, આ હુમલા વખતે અજમાનું ચૂર્ણ ગરમ પાણીમાં નાખી તે પાણી પીવડાવવાથી પણ રાહત મળે છે. અજમાનાં કુમળાં પાન ઉત્તમ કૃમિનાશક છે. તેથી નાનાં બાળકોનાં કૃમિ દૂર કરવા અજમાનાં કુમળાં પાન ગોળ સાથે ખાવા આપવાથી લાભ થાય છે.

ઔષધિ તરીકે ઉપયોગમાં લેવા હંમેશા નવો અજમો વાપરવો. અજમો જૂનો થવાથી તેમાંનું તૈલી ઉઠ્યનશીલ દ્રવ્ય ઊડી જાય છે તેથી ધાર્યું પરિણામ મળી શકતું નથી. અજમાના ક્વાથ (ઉકાળા)ને બદલે અજમાનો રસ પીવાથી પરિણામ સારું અને ઝડપથી મળે છે. ઝેરી જંતુના કરડવા પર અજમાનાં પાનનો રસ ચોપડવાથી ઝેર ઉતરે છે.

અજમો ખરેખર શરદી, જુકામ અને કફની ઉત્તમ દવા માનવામાં આવે છે. તે જુકામ(નાકમાંથી સતત પાણી પડવું)ના પાણીનું શોષણ કરે છે. અજમો અફીણની જેમ નુકસાન કરતો નથી. પિત્ત પ્રકૃતિવાળી વ્યક્તિઓને અજમાનો ઉપયોગ લાભકારી થતો નથી.

માથામાં જૂ, લીખ પડી હોય તો એક તોલો અજમાના ચૂર્ણમાં અડધો તોલો ફટકડી ઉમેરી બંનેને છાશમાં મેળવી તે છાશ માથાના વાળમાં ઘસવાથી જૂ, લીખ નાશ પામે છે. નાનાં બાળકોને ઉલટી અથવા ઝાડા થયા હોય તો તેની માતાના દૂધમાં અજમાનું ચૂર્ણ વાટી દૂધ ચમચી વડે પીવડાવવું. નાનાં બાળકો પથારીમાં પેશાબ કરી જતાં હોય તો તેમને અડધી ચમચી જેટલો અજમો ખવડાવવો અથવા પાણી સાથે ભેળવીને પીવડાવવો.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

આ સામાન્ય લાગતું શાકભાજી પગથી લઇ માથા સુધીના ભલભલા રોગને જીવનભર ઉખાડી ફેંકશે, કોલેસ્ટ્રોલ માટે તો છે બેસ્ટ દવા

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. ખીજડો અથવા શમડી અથવા શમી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!