પેટમાં બનનારી એસીડીટી ને ભલે તમે હળવાશથી લેતા હોય પણ શું તમે જાણો છો કે આ એસીડ એટલો તીવ્ર હોય છે કે એક બ્લેડને પણ ઓગાળી નાખે છે. તેથી જ આપણાં આયુર્વેદાચાર્ય તેને ખુબ જ ભયંકર ગણે છે. તેમનું કહેવું છે કે આ એસીડ એટલો તીવ્ર હોય છે, તો વિચારો શરીરની અંદર તે કેટલું નુકશાન કરતો હશે.
જો પેટ સારુ રહેશે તો સ્વાસ્થ્ય પણ સારુ રહેશે. બદલાતી જીવનશૈલી અને વ્યસ્તતાને કારણે લોકો ઘરની બહારનું વધારે ખાતા થઈ ગયા છે. આને કારણે લોકોમાં પાચનતંત્ર સાથે જોડાયેલી સમસ્યા વધી રહી છે. એસિડિટી અને કબજિયાતની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. આને કારણે છાતીમાં બળતરા પણ સામાન્ય સમસ્યા છે.
આજે અમે આ પેટ સાથે જોડાયેલી દરેક સમસ્યાનો ઉકેલ લઈ ને આવ્યા છીએ. ગમેતેવી વર્ષો જૂની એસિડિટી માત્ર થોડા દિવસમાં આ ઘરેલુ રીતે મટી જશે અને ફરી તેનો સામનો પણ નહીં કરવો પડે.
એસિડિટી મટાડવાના ઘરેલુ ઈલાજ:
૧ ચમચી અજમો બંને ટાઇમ જમ્યા પછી ફાકી જવાનથી એસીડીટીથી કાયમી છુટકારો મળે છે. રાત્રે સુવાની ૩ કલાક પહેલા જમી લેવું. પેટની એસીડીટી મટાડવાનો બેસ્ટ ઉપાય એટલે દૂધ પીવું. ઠંડુ દૂધ પીવાથી એસિડિટીમાં તુરંત ફાયદો થાય છે. દૂધમાં સાદી સોડા મિશ્ર કરીને તે પીવાથી પણ એસિડિટીમાં રાહત થાય છે.
કાયમી એસીડીટી રહેતી હોય તેમણે કેળા ખાવાનું રાખવું જોઈએ. કેળાની ઠંડી પ્રકૃતિના લીધે તે પેટની બળતરા દૂર કરે છે, દરરોજ એક-બે કેળા ખાવાથી ઘણા ફાયદા થાય છે. જે લોકોને કાયમી એસીડીટી રહેતી હોય તેમણે ભોજન કર્યા બાદ વરિયાળી ખાવાનું રાખવું જોઈએ. ભોજન કર્યા બાદ વરિયાળી અને સાકર ખાવાથી એસિડિટીમાં રાહત થાય છે. વરિયાળીની ઠંડી પ્રકૃતિના લીધે તે એસિડિટીમાં ખૂબ જ ફાયદો કરે છે.
ઇસબગુલમાં એસીડીટી મટાડે તેઓ કોઇ ખાસ ગુણ નથી હોતો, પરંતુ તેમાં ફાઇબર પુષ્કળ પ્રમાણમાં હોય છે જે પેટમાં રહેલા એસિડને દૂર કરે છે અને પેટની બળતરા ઓછી કરે છે. ઇસબગુલ કુદરતી રીતે પેટની સફાઈ કરતું હોવાથી તે એસિડિટીમાં ખૂબ જ ફાયદાકારક છે.
પેટમાં ઠંડક માટે અને એસીડીટી દૂર કરવા માટે છાશ પીવી સૌથી ઉત્તમ છે. છાશમાં ધાણાજીરું અને સિંધવ નમક નાખીને પીવાથી એસિડિટીની સમસ્યા જળમૂળથી મટે છે. એસિડિટીની સમસ્યાથી પીડાતા લોકોએ સાકરનું ચૂર્ણ એક ચમચી જેટલું લઈ ઉપરથી પાણી પીવાથી ખૂબ જ ફાયદો થશે. તેના માટે ખાંડ નો ઉપયોગ ક્યારેય ન કરવો, તેના માટે હંમેશા ખડી શક્કરનું ચૂર્ણ ઉપયોગમાં લેવું. તુલસીના તાજા પાન બે થી ચાર લઈ તેને આખે આખા ગળી જવા અને ઉપરથી પાણી પીવું. તુલસીનો આ રીતે ઉપયોગ કરવાથી એસિડિટીમાં રાહત થશે.
તકમરીયાની ઠંડી પ્રકૃતિના લીધે એસિડિટી મટાડે છે. તકમરીયાને થોડા કલાક સુધી પલાળી રાખવા, પછી તેમાં સાકર મિશ્ર કરીને તે લેવાથી એસિડિટીમાં રાહત થાય છે. તજ સ્વાદમાં તીખા હોય છે પરંતુ તેની ઠંડી પ્રકૃતિના લીધે તે એસિડિટીમાં રામબાણ સાબિત થઈ શકે છે. એસીડીટી ની સમસ્યામાં થોડું તજનું ચૂર્ણ પાણી સાથે લેવાથી ફાયદો થાય છે. એસિડિટીથી પીડાતા લોકોએ ચા માં તજ નાખીને પીવી જોઈએ. ગોળ ખાવાથી પાચન સારું થાય છે અને પેટમાં થતી બળતરા મટે છે. એસિડિટીથી પીડાતા લોકોએ ગોળ ખાવાનું રાખવું જોઈએ.