Breaking News

આ જોરદાર દેશી ઈલાજથી એપેન્ડિક્સનો દુખાવો 10મિનિટમાં ગાયબ, જીવો ત્યાં સુધી નહિ કરાવવું પડે ઓપેરશન, લેખને વધુમાં વધુ શેર કરી દર્દી સુધી પહોંચાડો મદદત થશે

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

એપેન્ડિક્સ એ શરીરના અન્ય અંગોની જેમ એક અંગ છે. તે મોટા આંતરડા સાથે જોડાયેલું હોય છે. આશરે એક આંગળી જેટલી લંબાઇ ધરાવતું પોલાણવાળું અને બીજી બાજુથી બંધ હોય છે. એપેન્ડિક્સને આંત્રપૂચ્છ પણ કહેવામાં આવે છે. એપેન્ડિસાઈટિસ એ એવી સમસ્યા છે જે પેટની વચ્ચે હળવા દુખાવાથી શરૂ થાય છે અને તે ધીમે ધીમે અસહ્ય દુખાવા સુધી પહોંચી શકે છે.

અનાજનો કણ એપેન્ડિક્સના હોલમાં ફસાઇ જાય ત્યારે એમાં ઇન્ફેક્શન થઇ શકે છે તથા સોજો આવી શકે છે. આ ઉપરાંત વારંવાર જંકફૂડ ખાવાથી એમાં રહેલા બેક્ટેરિયાને કારણે પણ આ સમસ્યા થઇ શકે છે. એપેન્ડિક્સના દર્દીને ભૂખ ઓછી લાગી પેટમાં ગેસ થયો હોય તેવી પીડા થઇ પેટ ફૂલી જાય છે અને કબજિયાત રહી ડૂંટીની આસપાસ દુખાવો થાય છે. ઘણીવાર દુખાવો અસહ્ય બની જતા દર્દીને ઉલ્ટી સાથે તાવ પણ આવે છે.

એપેન્ડિક્સથી ઓપેરશન વગર છુટકારો મેળવવવા આયુર્વેદના ઈલાજ પણ વધારે અસરકારક અને કોઈપણ આડઅસર વગરના છે. એપેન્ડિક્સમાં પેટમાં અસહ્ય દુખાવો થતો હોય ત્યારે એલચી, ધાણાનું ચૂર્ણ ચારથી છ રતીભાર, શેકેલી હિંગ એક રતીભાર લઇ લીંબુના રસમાં મેળવીને ચાટવાથી પેટના દુખાવામાં તરત જ રાહત મળી જાય છે.

એક કપ જેટલા પાણીમાં પા થી અડધી ચમચી જેટલું કરિયાતાનું ચૂર્ણ રોજ રાત્રે પલાળી રાખવું. સવારે નરણા જાગીને તરત પીવું. ૪ દિવસ આ રીતે પીવાથી પેટના કૃમિ મટી જશે. ઘણીવાર કૃમિને કારણે પણ એપેન્ડિક્સ થઇ શકે છે. બને તેટલા વધારે વિટામિન સી થી ભારભૂર આહારનું સેવન કરવાથી એપેન્ડિક્સની સમસ્યામાં રાહત મળે છે જેમકે આમળા, સ્ટ્રોબેરી, લીંબુ, કિવિ ફળ, પૅપ્રિકા, જામફળ અને નારંગી.

જો એપેન્ડિક્સમાં સોજો આવેલો હોય તો મેથીનો પાઉડર પા તોલો સાકર સાથે રોજ સવારે ખાવાથી એપેન્ડિક્સના સોજામાં ફાયદો થાય છે. ભોજન કરતાં પહેલાં આદું, લીંબુ અને સિંધવ ખાવાથી એપેંડિક્સમાં લાભ થાય છે. એકસાથે વધારે ભોજન ના કરવું થોડા થોડા સમયના અંતરે ૬-૮ વખત થોડું થોડું ખાવાથી દુખાવામાં રાહત મળે છે અને કબજિયાતથી છુટકારો મળે છે. દર્દીએ દિવસમાં વધુમાં વધુ પાણી પીવું જોઈએ.

કારેલાંનાં પાનના રસમાં સિંધવ મીઠું નાખીને આપવાથી પેટદુખાવામાં રાહત થશે. બે ગ્રામ સૂંઠ તથા એક એક ગ્રામ સિંધવ અને હિંગ વાટીને પાણી સાથે લેવાથી એપેન્ડિક્સના દુખાવામાં જલ્દી રાહત થશે. નિયમિત રીતે ત્રણ મિનિટ પાદ પશ્ચિમોત્તાનાસન કરવાથી એપેન્ડિક્સ મટી જાય છે અને ફરી ક્યારેય આ સમસ્યા થતી નથી.

એપેંડિક્સન દર્દીએ ત્રણ થી ચાર દિવસ સુધી ખોરાક લેવો નહીં. પ્રવાહી પર રહેવું. પાચમા દિવસે મગનું પાણી અડધી વાટકી લેવું. પછી એક વાટકી મગનું પાણી લેવું. સાતમા દિવસે મગ એક વાટકી અને અને પછી દિવસે ભૂખ પ્રમાણે મગ ખાવા. આઠમા દિવસે મગ અને ભાતનો ખોરાક લેવો. નવમા દિવસથી શાક, રોટલી શરૂ કરવા. આ પ્રયોગ કરવાથી એપેન્ડિક્સમાં ઘણી હદ સુધી રાહત મળે છે અને ઓપેરશન કરાવવાની જરૂર પડતી નથી.

આ ઉપરાંત બને તેટલું વધારે ચાલવાનું અને હળવી કસરત કરવાથી પણ ધીમે ધીમે દુખાવા અને આ સમસ્યા માંથી છુટકારો મળે છે. દર્દીએ જોરશોરથી કસરત ન કરવી જોઈએ. પલંગની ધાર પર પગ લટકાવીને, તમારી પીઠ સીધી કરી પલંગની કોર પકડી પગને ઉપર કરી જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી ઉપરની તરફ રાખી પછી પગને તેમની મૂળ સ્થિતિમાં પાછા લાવોજ્યાં સુધી તમે થાકી ન જાઓ ત્યાં સુધી પુનરાવર્તન કરો.

 

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!