રોજ સવારે ખાલી પેટે પીવો આ જ્યૂસ,અને મેળવો ચહેરા,વાળ થી લઈને વજન ઘટાડવા સુધીની દરેક સમસ્યા માંથી રાહત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

એલોવારા કે જેને ઘૃતકુમારી પણ કહેવાય છે, તે એક પ્રકાર નો નાનકડો કાંટા વાળો રોપ  છે. તેના પાંદડાઓમાં બહુ બધુ લિક્વિડ ભરેલું હોય છે કે જે શરીરને સ્વસ્થ બનાવે છે. તેના જ્યૂસનો સ્વાદ સ્વાદહીન  હોય છે, પણ આજ-કાલ માર્કેટમાં તેનું જ્યૂસ ઘણી ફ્લેવર્સમાં મળે છે. તેથી સરળતાથી તેને સ્વાદ સાથે પીશકાય છે.શરીરમાં જો પોષક તત્વોની કમી હોય તો એલોવેરાના જ્યૂસનું સેવન કરવાથી આ ખામી દૂર કરી શકાય છે. એલોવેરામાં ઘણા ઔષધીય ગુણો મળી આવે છે, ચેહરા માટે ઔષધી નો ભંડાર માનવામાં આવે છે. એલોવરા જ્યૂસમાં એંટી-ઑક્સીડંટ્સ પણ ખૂબ વધુ પ્રમાણમાં હોય છે કે જે શરીરની મોટાભાગની બીમારીઓને સાજી કરી દે છે. તેને પીવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા માં વધારો થાય છે. તેને પીવાથી શરીરમાં ઓછા થતા પોષક તત્વોની પણ પૂર્તિ થઈ જાય છે.

એલોવીર થી થતાં ફાયદા :

કમળા થી પીડીત દર્દી ને એલોવેરા નુ જ્યુસ આપવા મા આવે તો તેને રાહત મળે છે. જે લોકો ને વારંવાર માથા નો દુઃખાવો થતો હોય તેમણે માટે એલોવેરાના રસ મા હળદર મિક્સ કરી લગાવવી જેથી તેમા રાહત મળે. એલોવેરા ના નિયમીત સેવન થી શરીર મા રક્તકણિકાઓ ની સંખ્યા મા વૃધ્ધિ થાય છે.દરરોજ એક ગ્લાસ એલોવેરા જ્યૂસ પીવાથી વજન ઘટે છે અને યોગ્ય રહે છે.એલોવેરા જ્યુસનું સેવનથી તો વજન પણ ઓછુ કરી શકાય છે, કારણ કે આના કારણે લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને પાચનક્રિયા પણ સ્વસ્થ રહે છે. એલોવેરા જ્યુસ ઘણા પોષક તત્વ હોય છે જે શરીરને કમજોર પડવા દેતા નથી.

એલોવેરાથી ખીલ ખાત્મો કરો, મોટે ભાગે, સ્ત્રીઓને ચહેરામાં ખીલથી અસ્વસ્થ હોય છે અને તેઓ તેને ઠીક કરવા માટે કેટલી કિંમતી ઉત્પાદનો નો ઉપયોગ કરતી હોઈ છે, તે જાણતા નથી ખીલ હોવાના બે કારણો છે. પ્રથમ હોર્મોનલ ફેરફારોને કારણે અને બીજું ખરાબ મોસ્યુરાઇઝર ને લીધે, ખીલ ચહેરા પર બહાર આવે છે. પરંતુ એલોવેરા ખીલ પર લગાળવાથી ચહેરા પર તાજીગી ભર્યો ગ્લો આપે છે.શરીરમાં ઘણા પ્રકારના ઝેરીલા તત્વો હોય છે કે જે સ્કીન ખરાબ કરી દે છે અને બૉડી સિસ્ટમ પર ગંદી અસર નાંખે છે. પ્રદૂષણ, જંક ફૂડ, અનહૅલ્થી લાઇફ સ્ટાઇલ તથા કેટલીક ગંદી આદતો જેમ કે સ્મૉકિંગ કે ડ્રિંકિંગ વિગેરેથી બૉડીમાં ઝેરી તત્વો પેદા થાય છે.એલોવેરાના જ્યૂસનું સેવન ત્વચામાં નિખાર લાવે છે. આનો નિયમિત સેવન કરવાથી  ત્વચા લાંબા સમય સુધી જવાન અને ચમકદાર રહે છે. એલોવેરાનો જ્યૂસ પીવાથી ત્વચાની ખરાબી, ખીલ વગેરે પણ દૂર થાય છે.

રાત્રે સૂતા પેહલા એલોવેરા જેલ ને હલકા હાથ થી લગાવવું દરરોજ કરવાથી કોઈ પણ ઋતુમાં સ્કીન સોફ્ટ જોવા મળે છે. સ્ટેર્ચ અને માર્કસ ને દૂર કરવા માટે એલોવેરા જેલ માં થોડું ગુલાબનું પાણી  ઉમેરી અને તેને હળવા હાથથી સ્ટેર્ચ અને માર્કસ પર લગાવવું . ઓછામાં ઓછા 15 થી 20 મિનિટ સુધી રાખી, સ્વચ્છ પાણી થી ધોવું, આમ સતત કરવાથી, સ્ટેર્ચ અને માર્કસ સરળતા થી ઘટાડી શકાય છે.

એલોવેરા જ્યૂસને વાળ પર લગાડવામાં આવે તો પણ આ ફાયદાકારક છે, આને પીવાથી વાળમાં ચમક આવે છે તેમજ વાળનું ટેક્સચર પણ સારું થાય છે. એલોવેરાના જ્યૂસને મહેંદીમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી ચમકદાર થાય છે.એલોવીર જુયસ ને માથા ના વાળમાં લગાવી 20 મિનિટ પછી ધોવાથી વાળ મુલાયમ ચમકદાર બને છે અને વાળ ના ડેડરફ થી છુટકારો મળે છે.

એલોવેરા જ્યૂસમાં એંટી-માઇક્રોવાઇલ પ્રૉપર્ટી હોય છે કે જે દાંતોને સાફ અને જર્મ-ફ્રી રાખે છે. એલોવેરા જ્યૂસને માઉથ ફ્રેશનર તરીકે પણ વાપરી શકાય છે. એલોવેરા જ્યૂસને મોઢામાં ભરવાથી છાળા-ચાંદા અને રક્તસ્રાવને પણ રોકી શકાય છે. આ રીતે, એલોવેરા જ્યૂસ દાંતોની સમસ્યા માટે પણ ફાયદાકારક છે.એલોવેરા જ્યુસનું સેવન કરવામાં આવે તો  શરીરની એનર્જી વધે છે કારણ કે એલોવેરાના જ્યૂસમાં ઘણા પ્રકારના પોષક તત્વો, વિટામિન અને મિનરલ્સ મળે છે જે બોડીને સુધારવાનું કામ કરે છે અને શરીરને એનર્જી આપે છે. આને પીવાથી શરીરની પ્રતિરોધક ક્ષમતા પણ વધે છે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top