ઘર કે ગાર્ડનના કોઈ એક ખૂણામાં કાંટાવાળા પાંદડા ધરાવતી કોઈ વનસ્પતિ કે છોડ ઉગેલો જોયો હશે. તેની ઉપર ખાસ કોઈ ધ્યાન આપતું નથી. પણ તેના મહત્વ વિશે જાણીએ તો ખૂબ જ નવાઈ લાગશે. આ વનસ્પતિને એલોવેરા કહેવામાં આવે છે. એલોવેરાનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનોની સાથે ઔષધરૂપે પણ કરી શકાય છે. એલોવેરાને સૌથી મોટી એન્ટિબાયોટિક અને એન્ટિસેપ્ટિક માનવામાં આવે છે.
એલોવેરા 5,000 વર્ષ જુની રામબાણ ઔષધી છે. તેનું વાનસ્પતિક નામ ધૃતકુમારી, કુંવારપાઠુ છે. તેને સંજીવની છોડ પણ કહેવામાં આવે છે. તેની લગભગ 250 જેટલી પ્રજાતિઓ છે, જેમાંથી કેટલીક જ ઔષધીય ગુણોથી પરિપુર્ણ હોય છે. આ પ્રજાતિઓમાંથી એક સૌથી વધારે પ્રભાવશાળી છે, તે છે બાર્બાડેન્સીસ મીલર. આપણા શરીરને 21 એમિનો એસિડની જરૂર હોય છે. જેમાંથી 18 એમિનોએલીજ માત્ર એલોવેરામાંથી મળી શકે છે.
એલોવેરાના અઢળક સ્વાસ્થ્ય લાભ છે. તેમાં ઘણાં પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. એવું કહેવાય છે કે રોજ સવારે ખાલી પેટ એલોવેરા જ્યૂસ પીવાથી અનેક બીમારીઓ દૂર થઈ જાય છે.
નિયમીત આ એલોવેરા ના રસ નો એક ગ્લાસ પણ પીવા મા આવે તો સંપૂર્ણ દિવસ સ્ફુર્તિમયી રહે છે. એલોવેરા નો ઉપયોગ એક પૌષ્ટિક આહાર ના સ્વરૂપ મા પણ થાય છે જેમા થી મિનરલ્સ તથા વિટામિન્સ પણ પ્રાપ્ત થાય છે. શરીર મા રહેલી રક્ત ની ઊણપ ને દૂર કરે છે.
એલોવેરા જ્યુસનું સેવનથી તો વજન પણ ઓછુ કરી શકાય છે, કારણ કે આના કારણે લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને પાચનક્રિયા પણ સ્વસ્થ રહે છે. એલોવેરા જ્યુસ ઘણા પોષક તત્વ હોય છે જે શરીરને કમજોર પડવા દેતા નથી.
શરીર ના સ્ટ્રેચ માર્ક ને હટાવવા માટે પણ એલોવેરા ઘણી હદ સુધી મદદગાર નીવડે છે.એટલા માટે એલોવેરા જેલ માં ગુલાબજળ મેળવીને તેનો ઉપયોગ કરવો ફાયદા કારક ફહે છે.ઘાવ અથવા કઈક લાગ્યા ના નિશાન ને ઠીક કરવા માટે એલોવેરા જેલ ખુબજ અસરકારક સાબિત થાય છે.
પેટ ને લગતા રોગો તથા સાંધા ના દુઃખાવા મા પણ એલોવેરા ઉપયોગી છે. આ ઉપરાંત ગર્ભધારણ કરેલી સ્ત્રીઓ માટે પણ આ એલોવેરા નો રસ હિતકારી છે. આ ઉપરાંત સ્કીન ની સમસ્યા જેમ કે ખીલ , કરચલીઓ , ડાર્ક સર્કલ્સ , ફાટેલી એડી વગેરે મા એલોવેરા લાભદાયી છે.
કમળા થી પીડીત દર્દી ને એલોવેરા નુ જ્યુસ આપવા મા આવે તો તેને રાહત મળે છે. જો તમને વારંવાર માથા નો દુઃખાવો થતો હોય તો એલોવેરાના રસ મા હળદર મિક્સ કરી લગાવવી જેથી તેમા રાહત મળે. એલોવેરા ના નિયમીત સેવન થી શરીર મા રક્તકણિકાઓ ની સંખ્યા મા વૃધ્ધિ થાય છે.
એલોવેરા જ્યુસનું સેવનથી તો વજન પણ ઓછુ કરી શકાય છે, કારણ કે આના કારણે લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને પાચનક્રિયા પણ સ્વસ્થ રહે છે. એલોવેરા જ્યુસ ઘણા પોષક તત્વ હોય છે જે શરીરને કમજોર પડવા દેતા નથી.
એલોવેરાના જ્યૂસનું સેવન ત્વચામાં નિખાર લાવે છે. આનો નિયમિત સેવન કરવાથી તમારી ત્વચા લાંબા સમય સુધી જવાન અને ચમકદાર રહે છે. એલોવેરાનો જ્યૂસ પીવાથી ત્વચાની ખરાબી, ખીલ વગેરે પણ દૂર થાય છે.
એલોવેરા જ્યૂસને વાળ પર લગાડવામાં આવે તો પણ આ ફાયદાકારક છે, આને પીવાથી વાળમાં ચમક આવે છે તેમજ વાળનું ટેક્સચર પણ સારું થાય છે. એલોવેરાના જ્યૂસને મહેંદીમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી ચમકદાર થાય છે.
એલોવેરા જ્યુસનું સેવન કરવામાં આવે તો આનાથી શરીરની એનર્જી વધે છે કારણ કે એલોવેરાના જ્યૂસમાં ઘણા પ્રકારના પોષક તત્વો, વિટામિન અને મિનરલ્સ મળે છે જે બોડીને સુધારવાનું કામ કરે છે અને શરીરને એનર્જી આપે છે. આને પીવાથી શરીરની પ્રતિરોધક ક્ષમતા પણ વધે છે.
એન્ટી ઇજિંગ ગુણ થી ભરપૂર એલોવેરા માં ઇન્ટીઓક્સિડન્ટ ની માત્રા ઉપસ્થિત હોય છે.જે તમારા ચહેરા પર ની કરચલીઓ ને હટાવવા માં ખુબજ મદદ કરે છે.એલોવેરા જેલ ના નિયમિત ઉપયોગ થી તમે લાંબા સમય સુધી યુવાન અને સુંદર દેખાય શકો છો.
કુવારપાઠું નો ઉપયોગ આપણે સન સ્કિન લોશન ક્રીમ તથા મોઈશ્ચરાઈઝર તરીકે પણ ઉપયોગ કરી શકાય.આ આપણી ત્વચા માટે શ્રેષ્ઠ છે. આ ઉપરાંત વર્તમાન સમય મા ખૂબ જ નાની વય ધરાવતા બાળકો ને ચશ્મા આવી જાય છે ત્યારે આંબળા અને જામુન ની સાથે કુવારપાઠું મિક્સ કરી ને ગ્રહણ કરવા મા આવે તો આંખો ની નબળાઈ દૂર થાય છે.
એલોવેરા જ્યૂસમાં એંટી-માઇક્રોવાઇલ પ્રૉપર્ટી હોય છે કે જે દાંતોને સાફ અને જર્મ-ફ્રી રાખે છે. એલોવેરા જ્યૂસને માઉથ ફ્રેશનર તરીકે પણ વાપરી શકાય છે. એલોવેરા જ્યૂસને મોઢામાં ભરવાથી છાળા-ચાંદા અને રક્તસ્રાવને પણ રોકી શકાય છે. આ રીતે, એલોવેરા જ્યૂસ દાંતોની સમસ્યા માટે પણ ફાયદાકારક છે.