વજન ઘટાડવાથી લઈને કોલેસ્ટ્રોલ અને પુરુષોની દરેક સમસ્યાનો ઈલાજ રહેલો છે આ નાનકડી ઔષધિ માં, જરૂર જાણો અન્ય ચમત્કારિ ફાયદાઓ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

પ્રાચીન સમયથી મસાલામાં એલચી સર્વોત્તમ સ્થાને બિરાજમાન છે. અને તે કારણે એલચી નો ઉપયોગ મરી-મસાલામાં વધારે થાય છે. તેનો ઉપયોગ આપણા રસોડાના વિવિધ સ્વરૂપમાં થાય છે. મુખવાસમાં, પાન મસાલા, શરબત અને મીઠાઇઓમાં તેનો ઉપયોગ વિવિધ સ્વરૂપમાં થાય છે.એલચીનો ઉપયોગ ફક્ત સુગંધીદાર હોવાથી નથી થતો પરંતુ આયુર્વેદ પ્રમાણે તેમાં અનેક ઔષધીય ગુણો સમાયેલા છે.

એલચીમાં વિટામિન બી, આર્યન અને રિબોફ્લેવિન, વિટામિન સી તથા નિયાસિન જેવા આવશ્યક વિટામિન રહેલા છે. એલચી લાલ રક્ત કોશિકાઓ અને સેલ્યુલર મેટાબોલિઝમના ઉત્પાદનમાં વધારો કરે છે. એલચીનો ઉપયોગ મોટા ભાગના લોકો ખોરાક અને ચાનો સ્વાદ વધારવા માટે કરે છે. એલચી આ ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

એલચી બે પ્રકારની મળે છે, નાની અને મોટી. આયુર્વેદ પ્રમાણે બંને પ્રકારની એલચીનો ઉપયોગ વિવિધ પ્રકારે ઔષધીના રૂપમાં લઇ શકાય છે. નાની એલચીનો સ્‍વાદ તીખો, પ્રકૃતિ ઠંડી, પચવામાં હળવી, વાયુ અને કફ નાશક, અને દમ-શ્વાસરોગ, ઉધરસ, મસા અને મૂત્ર સંબંધી તકલીફોને દૂરકરનાર છે.

મોટી એલચી સ્વાદમાં તીખી, ગરમ પ્રકૃતિ અને જઠરાગ્નિને પ્રદિપ્ત કરનાર, પચવામાં હળવી, કફ, પિત્ત, લોહીના વિકારો, ખંજવાળ, ઊબકા-ઊલટી, મૂત્રાશયના રોગ, મુખના રોગ, શિરના રોગ અને ઉધરસને મટાડે છે.

બંને પ્રકારની એલચી ગુણોમાં સરખી હોવાં છતાં નાની એલચી વધુ સુગંધીદાર અને ગુણમાં કંઈક અંશે વધારે શ્રેષ્‍ઠ છે. માટે તેનો ઉપયોગ આયુર્વેદમાં સવિશેષ થાય છે.

 

જેમની પ્રકૃતિ વાયુની હોય તેમને ઘણી વખત વાયુની તકલીફ રહે છે. વાયુ થતા પેટમાં અસહ્ય દુખાવો થાય છે અને આફરો ચડ્યો હોય તેવું લાગે છે. આ સમયે એલચીના ચૂર્ણમાં લીંબુનો રસ અને ચપટી હિંગને મિક્સ કરી ચાટી જવું જેનાથી વાયુનું શાંત થાય છે અને રાહત મળે છે.

મોઢામાં વારંવાર ચાંદી પડવાની સમસ્યા થી હેરાન છો, તો મોટી એલચી ના દાણાને ઝીણુ પીસીને તેમાં  મિશ્રીનો પાવડર નાખી ચાંદા પર લગાવો. તેનાથી ફાયદો મળશે. તેમજ મોંમાંથી આવતી દુર્ગંધ દૂર કરવા માટે એલચી ખૂબ ઉપયોગી છે.

ગળુ ખરાબ હોય તો ગરમ પાણી સાથે 1 લીલી એલચી, 1 નાનો ટુકડો આદુ, 1 લવીંગ અને 3-4 તુલસીના પાન સાથે ખાવુ. તેનાથી રાહત મળશે. વધુ એલચી ખાવાથી ઘણી શ્વસન સમસ્યાઓ પણ થઈ શકે છે જેમ કે શ્વાસ લેવામાં મુશ્કેલી,છાતીમાં પીડા,છાતીમાં ધ્રુજારી આવવી.

એલચીના દાણાનું ચૂર્ણ અથવા એલચીના તેલના ચાર-પાંચ ટીપાં દાડમનાં શરબતમાં લેવાથી ઉબકા-ઊલટીમાં રાહત થાય છે.જેમને મુખમાંથી દૂર્ગંધ આવતી હોય તેમણે એલચીના દાણા મુખમાં રાખવાથી ફાયદો જણાય છે. એલચી, સૂંઠ અને સંચળનું ચૂર્ણ સમ-ભાગે લઈ ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણ મધ સાથે દિવસમાં ત્રણ વખત ચાટી જવાથી જુના કફમાં ઘણી રાહત આપે છે.

ઉનાળામાં ગરમીથી બચવા એલચી, વળીયારી અને સાકરને પલાળી તેનો સરબત બનાવી પીવાથી શરીરમાં ઠંડક રહે છે.ગળુ બેસી ગયું હોય ત્યારે એલચી અને જેઠીમઘ ને સમભાગે ભેગા કરી મધ સાથે લેવાથી રાહત મળે છે.

જેમની પ્રકૃતિ અગ્નિતત્વની હોય તેમણે એલચી ચૂર્ણ અને આમળા ચૂર્ણ સરખે ભાગે લઇ મેળવીને એક-બે ચમચી રાત્રે લેવાથી શરીરની, મૂત્રમાર્ગની અને હાથપગના તળીયાની બળતરામાં રાહત મળે છે.

એલચી શરીરમાં રક્તનું પરિભ્રમણ કરવા માટે પણ જાણીતી છે. ખાસ કરીને તમારા ફેફસાના રોગોમાં તે ઘણીવાર શ્વસનતંત્રના ઉપચારમાં કુદરતી ઉપચાર તરીકે પણ વપરાય છે. તે તમારી જીવનક્ષમતામાં વધારી તમારી ઊર્જા વધારવામાં મદદરૂપ સિદ્ધ થાય છે.

કાળી એલચી હાઈ બ્લડ શુગર લેવલના ઘરગથ્થુ ઉપચારમાં મહત્ત્વપૂર્ણ છે. તેમાં રહેલું મેગેનિઝનું વધારે પ્રમાણ રક્તના બ્લડશુગર લેવલને નિયંત્રિત કરે છે. રાત્રે બે એલચી ખાઈ અને પાણી પીવાથી વાળના મૂળિયા મજબૂત થાય છે. વાળ ખરવાનું બંધ થાય છે અને તે કાળા પણ રહે છે આનાથી વાળનો ડેન્ડ્રફ પણ દૂર થાય છે.

ઈલાયચી ખાઈ અને ઉપર ગરમ પાણી પીવાથી સ્પર્મની સંખ્યામાં વધારો થાય છે.જો તમે ઇલાયચી ખાઈને એક ગ્લાસ ગરમ પાણી પીશો તો તમારા બ્લડ સર્ક્યુલેશન ઠીક થવાની સાથે સાથે લોહી પણ શુદ્ધ થાય છે. જે તમારી ત્વચાને વધુ સારી બનાવે છે .

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top