આયુર્વેદની આ દમદાર ઔષધિ મુંઢમાર, સંધિવા અને ફેફસાની નબળાઈ કરી દેશે ગાયબ, જીવો થયા સુધી દવા અને ઇન્જેકશનની નહીં પડે જરૂર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આવળ ભારતમાં બધે જ થાય છે. એનાં પીળાં સોનેરી ફૂલોથી આ છોડ તરત ઓળખાઈ જાય છે. આવળ કડવી, શીતળ અને આંખોને હિતકારક છે. આવળની છાલ, પાન, ફૂલ, બીજ, મૂળ વગેરે દવા રૂપે વપરાય છે. કેટલાક લોકો બાવળના અભાવે આવળનું  દાંતણ કરે છે. આવળના બી પ્રમેહ અને મધુમેહનાશક, વિષહર અને રક્તાતિસારનાશક છે.

આવળ કડવી, શીતળ, ચક્ષુષ્ય અને પિત્તનાશક છે. એ મોઢાના રોગ, કોઢ, ચળ, કૃમિ, શૂળ, ગુમડા,ઉધરસ, વિષ, અર્શ, પિત્ત, કફ, તાવ, સોજો, રક્તવિકાર, ઉપદંશ વિકાર, દાહ, તરસ વગેરે રોગોને મટાડે છે. આવળનાં ફૂલ પ્રમેહનાશક અને સુવર્ણસમાન રંગ આપનાર છે. ફૂલનું કેસર ઊલટી, કૃમિ, સર્વ પ્રકારના પ્રમેહ, તરસ વગેરેને મટાડનાર ચક્ષુશ્ય અને રુચિકર છે. તેની કુમળી શીંગો કૃમિનાશક છે. તો ચાલો આજે આપણે જાણીએ આવળથી આપણાં શરીરને મળતા લાભો વિશે.

પીડા-સોજા ઉપર આવળનાં પાન વરાળ કે પાણીમાં બાફીને બાંધવાથી કે તેને વાટીને લેપ કરવાથી લાભ થાય. આવળના મૂળનો ઉકાળો કરી સવાર-સાંજ પીવાથી પેટની ચૂંક, ઝાડા-મરડો અને ઊલટી મટે છે. આવળનાં પાનનો ઉકાળો કરી પીવાથી ચળ, ખસ, હાથ-પગનાં તળિયાનો દાહ જેવા ત્વચા રોગો તથા જીર્ણ તાવ મટે છે.

આવળનાં બી પાણીમાં વાટીને પીવાથી અને ડુંટી ઉપર તેનો લેપ કરવાથી મૂત્રાઘાત (પેશાબનો એક રોગ) દુર થાય છે. આવળનાં ફૂલોનો ઉકાળો અથવા આવળનાં પાન, ફળ, ફૂલ, મૂળ, છાલ અને બીજનું ચૂર્ણ અડધી ચમચી જમતા પહેલા લેવાથી અને જરૂરી પરેજી પાળવાથી ડાયાબીટીસમાં ફાયદો થાય છે.

આવળ ના પર્ણો ને રાત્રે પાણીમાં પલાળી ને તેને મસળીને તેમાં ગોળ ઉમેરીને તેનું સેવન કરવામાં આવે તો કબજીયાત દૂર થાય છે. રોજ સવારે અને રાત્રે સૂતી વખતે સાકર અને આવળ સરખે ભાગે લઈ ચૂર્ણ ફાકવાથી અશક્તિ મટે છે. શારીરિક નબળાઈ, ફેફસાની નબળાઈ, ધાતુની નબળાઈ દૂર થાય છે. સોનામુખીના પાન તથા શિંગોનો ઉપયોગ રેચક તરીકે જુલાબની દવા માં થાય છે. આવળ નાં પાંદડાં રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે મસળી, ગાળીને ગોળ નાંખી પીવાના ઉપયોગમાં લેવાય છે.

આવળનાં પાન દૂધમાં બાફી, આંખો બંધ કરી, આંખો પર બાંધવાથી દુખતી આંખો મટે છે. કોઈ અંગ ઝલાઈ ગયું હોય, વાંસો કે બરડો ઝલાઈ ગયો હોય તો આવળનાં પાન ખાટલા ઉપર પાથરી, તે પર કપડું પાથરી, તેના પર દર્દીને ચત્તો સુવાડી, ખાટલા નીચે અંગારાનો શેક આપવાથી ઝલાયેલા અંગો છૂટાં પડી થાય છે.

આવળના પાનનો તાજો રસ મુખમાં થોડીવાર ભરી રાખવો. આવળના તાજા ફૂલ ૧૦ ગ્રામ સાકર સાથે વાટી, એલચીવાળા દૂધમાં નાંખી પીવું. આવળના પાન અને આમલીનાં પાન વરાળે બાફીને વાટી લો, તેમાં થોડો સાજીખાર પાઉડર મેળવી, ગરમ કરી, માર કે સોજા પર લેપ કરવો. આ લેપથી હાથ-પગનો મચકોડ, લચક અને વાનો સોજો પણ મટે છે.

આવળનાં મૂળનો ઉકાળો કરીને પીવાથી પેટની પીડા, ઝાડા, મરડો વગેરે મટે છે તેમજ ઉલ્ટીમાં ફાયદો થાય છે. આવળની છાલનો કવાથ જીર્ણ પ્રવાહિકા જૂના મરડા પર ફાયદાકારક છે. આવળ અને રીંગણીના મૂળની છાલ ઘસીને પાવાથી બાળકોના ઝાડા-ઊલટીમાં ફાયદો કરે છે. આવળના ફૂલોનો કવાથ પીવાથી મધુમેહ તેમજ બહુમુત્રતાનો રોગ પણ મટે છે. આવળનાં ફૂલોનો ગુલકંદ પ્રમેહ તથા પ્રદર રોગમાં સારો ફાયદો આપે છે.

સૂકા આવળનાં ફૂલ તથા કૂણી સીંગો, આંબાનાં કૂણાં પાંદડાંનું ચૂર્ણ, જાંબુડા નો ઠળિયો તથા નિર્મળી સાથેનું ચૂર્ણ લોહી વાળો ઝાડા બંધ કરવા માટે વપરાય છે. તેનું મૂળ ધાતુ ના રોગ ને ટાળે છે. એનાં પાન ધમાસા સાથે મેળવી કોગળા કરવાથી આવી ગયેલું મોઢું  મટે છે. તેના કૂણાં પાન મોઢામાં રાખવાથી મોં માં થયેલી ગરમી મટે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top