Breaking News

શું તમે પણ આંખ માં મોતિયા થી પરેશાન છો? તો વગર ઓપરેશને છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઈલાજ, જાણવા માટે અહી ક્લિક કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

આપણી આંખની પૂતળી પાછળ એક લેન્સ હોય છે. તે એકદમ સ્વસ્થ હોવાથી તેમાંથી પ્રકાશ સરળતાથી પસાર થઈ શકે છે પરિણામે આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. અમુક વખતે આ લેન્સ પર ધૂંધળાપણું આવી જાય છે, જેને કારણે તેમાંથી પસાર થનારો પ્રકાશ બ્લોક થવા લાગે છે. લેન્સ પર થનારા આ ધૂંધળાપણાને મોતિયો કહેવામાં આવે છે.

લેન્સ પર ધૂંધળાપણાનું પ્રમાણ જેમ જેમ વધતું જાય છે તેમ તેમ દર્દીની દૃષ્ટિ નબળી પડતી જાય છે. ઉંમર વધવાને કારણે લગભગ મોટાભાગના લોકોને મોતિયો આવી જાય છે. ધૂંધળું દેખાવું, દૃષ્ટિ નબળી પડવી, રાત્રે વાંચવામાં તકલીફ થવી, રંગોને સ્પષ્ટ રીતે ઓળખી ન શકવા, સૂર્યના પ્રકાશમાં જોવામાં તકલીફ થવી, ચશ્માંના નંબર સતત બદલાતા રહેવા, તેજ હેડલાઇટમાં વાહન ચલાવવામાં મુશ્કેલી પડવી.

મોતિયો હંમેશાં બંને આંખમાં એકસાથે આવતો નથી. તે પહેલાં એક આંખમાં આવે છે અને એ આંખના આખા લેન્સને અસર કરે છે. આંખમાં મોતિયો ધીરે-ધીરે વિકાસ પામતો હોય છે. મોતિયો આવી રહ્યો હોય ત્યારે આંખમાં ખૂંચે કે બળતરા થાય કે કોઇ પણ પ્રકારનો દુખાવો થવો, એવું કંઇ થતું નથી. પરંતુ દૃષ્ટિ નબળી પડવા લાગે છે.

વધતી ઉંમર, આંખમાં ઇજા, અમુક દવાઓનું સેવન, અલ્ટ્રાવાયોલેટ કિરણો (જેમ કે, વેલ્ડિંગના તણખા અને પ્રકાશ) સામે ખુલ્લી આંખે જોવું, ધૂમ્રપાનનું વધુ પડતું સેવન, ડાયાબિટીસનું વધુ પ્રમાણ.

ગૌ મૂત્રના બે ટીપા આંખમાં પાડવાથી તમે તેની અસર જોઈ શકો છો, આ ગૌ મૂત્ર માત્ર રોગમાં રાહત આપતું નથી પરંતુ જે રોગને કાયમ માટે ગાયબ કરી દે છે. આ ગૌ મૂત્ર માણસના આંખના રોગ અને સમસ્યાઓ જેવી કે આંધળાપણું , મોતિયો, ગ્લુકોમા માટે એક શ્રેષ્ટ ઔષધી તરીકે કામ કરે છે.

જો આપણે પૂરતા પ્રમાણમાં વિટામિન સીની સેવન કરીએ તો તે મોતિયા જેવી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.વિટામિન સી એન્ટીઓકિસડન્ટથી ભરપૂર હોવાથી આંખના સ્વાસ્થ્યને બરાબર રાખવામાં મદદગાર છે. વિટામિન સી મેળવવા માટેના ખોરાકમાં બ્રોકોલી,સ્પ્રાઉટ્સ,કાળા મરી,પાંદડાવાળા લીલા શાકભાજી,ખાટાં ફળો અને જામફળનો સમાવેશ થાય છે.

વિટામિન-ઇ  બદામ, અખરોટ, મગફળી, સૂર્યમુખીના બીજ,અળસીનું તેલ,પાલક,બ્રોકોલી અને ઓલિવ તેલને આહાર તરીકે લેવું જોઈએ.વિટામિન-ઇથી ભરપૂર ખોરાકનું સેવન કરવાથી અસ્પષ્ટ આંખો,અંધત્વ અથવા મોતિયા જેવી સમસ્યાઓ દૂર થાય છે.

અંધત્વનું સૌથી સામાન્ય અને મુખ્ય કારણ વિટામિન-એની ઉણપ છે.વિટામિન-એ ચરબીયુક્ત દ્રાવ્ય વિટામિન છે,તે કેટલાક ખોરાકમાં કુદરતી સ્વરૂપમાં જોવા મળે છે.તે આંખના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

વિટામિન-એને રેટિનોલ તરીકે પણ ઓળખવામાં આવે છે.કારણ કે તે આંખોમાં રેટિના રંગદ્રવ્યો બનાવવામાં મદદ કરે છે.વિટામિન-એમાં ગાજર,શક્કરીયા,વટાણા,બીટ,સલગમ,લીલા પાંદડાવાળા શાકભાજી,ટમેટા,કેરી,તરબૂચ,પપૈયા,પનીર,કઠોળનો સમાવેશ થાય છે.આ દરેક ચીજ આપણને આંખો સામે રક્ષણ આપે છે.

એલોવેરાનો ઉપયોગ ફક્ત શરીરના રોગો મટાડવા માટે જ નહીં,પણ ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે. એલોવેરા ઘણા રોગોમાં તેના હીલિંગ ગુણધર્મો માટે જાણીતું છે.તેની આંખો પર ખૂબ જ આરામદાયક અસર પડે છે.તેમાં એન્ટીમાઇક્રોબાયલ કમ્પાઉન્ડ અને એન્ટીઓકિસડન્ટો જેવા ગુણધર્મો પણ શામેલ છે જે આંખના દુખાવાના કારણોની સારવાર કરી શકે છે.

એક ચમચી એલોવેરા જેલ લો અને તેને બે ચમચી ઠંડા પાણીમાં મિક્સ કરો.ત્યારબાદ તેમાં કોટન પલાળીને 10 મિનિટ સુધી આંખ પર રાખો.તમે દિવસમાં બે વાર આ ઉપાય કરી શકો છો.આ ઉપાય કરતા સાથે જ તમે આંખોમાં એક અનોખી ઠંડકનો અનુભવ કરશો.

ત્વચાની સમસ્યા દૂર કરવા માટે ગુલાબજળનો ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક છે.તે ત્વચાને શુદ્ધ કરવાની સાથે સાથે તેના એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મથી ચેપ પણ અટકાવે છે.જ્યારે આંખોમાં ખુબ જ દુખાવો અને બળતરા થાય છે ત્યારે આ સમસ્યા દૂર કરવા માટે ગુલાબજળ એ સૌથી શ્રેષ્ઠ ઘરેલું ઉપાય છે.

ગુલાબજળના ઉપયોગથી તમે તરત જ ઠંડક અને રાહતનો અનુભવ કરશો.આ માટે કોટનને ગુલાબજળમાં પલાળો અને તેને 10 થી 15 મિનિટ સુધી બંધ આંખો પર રાખો.જો તમને સારા પરિણામ ખુબ ઝડપથી જોઈએ છે,તો ઠંડા ગુલાબજળનો ઉપયોગ કરો.

મોતિયાનું ઓપરેશન હવે સામાન્ય બની ગયું છે. તેને કરાવવામાં લોકોને ડર લાગતો નથી. બીજું, ઓપરેશન બાદ દર્દીને બે કલાકમાં જ હોસ્પિટલમાંથી રજા મળી જતી હોય છે. જોકે ઘરે ગયા પછી આંખની કાળજી તો રાખવી જ પડે છે. આંખ સંપૂર્ણ રીતે ઢંકાઇ જાય એવા ચશ્માં પહેરવા જોઇએ.મોતિયાના ઓપરેશન બાદ વધારે પડતું ખાટું ન ખાવું જોઇએ.આંખમાં ખંજવાળ આવે કે મીઠી ચળ આવે ત્યારે હાથ કે રૂમાલ વડે આંખને મસળવી ન જોઇએ.

બપોરના સમયે ઘરની બહાર નીકળવું નહીં અને જો નીકળવું પડે તો કાળા ચશ્માં પહેરવા જોઇએ.સૂર્ય પ્રકાશનાં સીધાં કિરણોની સામે ખુલ્લી આંખે ક્યારેય આવવું ન જોઇએ.

થોડા દિવસ સુધી વાહન જાતે ચલાવવું ન જોઇએ, કારણ કે બપોરના આકરા તાપના કારણે સૂર્યના પ્રકાશથી આંખ ઘણી વખત બંધ થઇ જાય છે એવી જ રીતે રાત્રે સામેથી આવતા અન્ય વાહનોની લાઇટનો પ્રકાશ આંખને નુકસાન કરી શકે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!