આલુ, જેને અંગ્રેજીમાં પોટેટો બુશેરા ફળ કહે છે. આ સ્વાદમાં કોઈ ખાસ તો નથી હોતું,પરંતુ લોકો છતા પણ તે ખાતા હોય છે, કારણ કે તે ખાવાથી ઘણા લાભો ડોક્ટર પણ જણાવે છે. જેને ઘણા લોકો પ્લમ પણ કહે છે. તેનું બૉટોનું નામ પ્રૂન ડોમેસ્ટિકા છે અને આ લીચી જેવુજ હોય છે. પરંતુ તેનાથી થોડું વધારે મોટુ થાય છે. આલુ સ્વાદ માં ખાટા-મીઠા અને ગઠ્ઠાદાર હોય છે. આ કારણોથી આરોગ્ય માટે ફાયદાકારક હોય છે.
આલુ મા હાજર ન્યુટ્રીયન્સને કારણે આ શરીરને રોગથી બચાવવામાં મદદ કરે છે. અને અનેક પ્રકારના રોગથી લડવામાં મદદરૂપ થાય છે. આલુ ને ખાંડીને ખાટી મીઠી ચટણી બનાવાય છે,અને આ પોષક તત્વો સિવાય બીજું પ્રકારના ખનિજો નો ભંડાર છે. આલુનુ સેવન બ્લડપ્રેશર ને નિયંત્રિત કરે છે,જો તમને હાઇ બ્લડપ્રેશરની સમસ્યા છે, તો તમારે દરરોજ ઓછામાં ઓછુ એક આલુ તો ખાવુ જ જોઇએ.
તેનાથી તમારું બ્લડ પ્રેશર કંટ્રોલ રહેશે અને તે ઉપરાંત આલુ કોલેસ્ટેસ્ટ સ્તર પણ નિયંત્રણમાં રાખે છે અને બેડ કોલેસ્ટ્રોલ ઓછું કરે છે.
જો તમે વજન ઘટાડવા માંગો છો તો તમારા ડાઇટ માં સુકુ આલૂ શામેલ કરો. આલુ વજન ઘટાડવાનું યોગ્ય સાધન છે. જેમાં ફાઈબરનો સારો સ્રોત હોય છે,તેને તમે સ્નેક્સમાં પણ લઇ શકો છો.આલુ નુ જ્યુસ પણ સ્વાદિષ્ટ હોય છે અને તેમા અનેક પ્રકારના મિનરલ્સ પણ હાજર હોય છે. અડધા કપ આલુમાં 35 ટકા કેલેરી હોય છે.આલુ ભુખને નિયંત્રિત કરે છે જેથી વજન ધટે છે.
હાડકાં માટે આલુ માં વિટમિન્સ હોય છે. જેના કારણે તે હાડકાઓ મજબૂત રાખે છે.આલુમાં હાજર ફાઇટોન્યુટ્રિઅન્સ મહિલાઓમાં ઓસ્ટિયોપોરોસિસ રોકે છે.તેથી આલુનુ સેવન તમારા હાડકાઓ ને મજબૂત બનાવે છે. આલુ મા હાજર ફાયબર પાચનતંત્ર ને સારી રીતે ચલાવવામાં મદદરૂપ થાય છે.આલુ ખાવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે અને તેનાથી જોડાયેલી કોઇ બિમારી નથી થતી. તેમાં જોવા મળતા સોર્બિટોલ અને આઇસેટિન પાચનતંત્રમાં સુસ્ત અને કબજિયાત અને અપચાની સમસ્યા દૂર કરે છે.
પેટ ને લગતી સમસ્યામાં અને આતરડા માં ખરાબી હોય કે બીજી પેટને લગતી સમસ્યા હોય તેમાં આલું નો ઉપયોગ કરી શકાય છે. ૧૦-૨૦ એમ એલ આલુના રસ માં ૫૦૦ મીલીગ્રામ અજમો અને ૧૨૫ મીલીગ્રામ હિંગ નું ચૂર્ણ મિલાવીને સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે.
આલુ મા એન્ટીઓક્સિડેન્ટસના ગુણો પર્યાપ્ત માત્રા મા મળી આવે છે, જે તમારી ત્વચાને ચમકદાર અને સ્વસ્થ બનાવે છે. આલૂને ફેસપેકની જેમ પણ ઉપયોગ કરી શકો છો તે ત્વચા પર ઉપયોગ કરવાથી તમારા ચહેરામાં ગ્લો આવે છે. તેના માટે તમે એક આલુને પીસીને તેમા 1 ચમચી બેસન અને 1 ચમચી મધ મેળવીને પેસ્ટ કરો અને આ પેસ્ટનો ઉપયોગ કરો. આલુંમાં એવા અનેક તત્વો રહેલા છે જે આપણી ત્વચા ને નમી મેળવે છે. અને ત્વચા મુલાયમ અને ચમકીલી બની રહે છે.
આલુંનો ઉપયોગ ખીલને દૂર કરવામાં પણ કરી શકાય છે. આલું ત્વચા ને પુનર્જીવિત કરવાની સાથે સાથે સુરક્ષિત પણ રાખે છે. આલું નો ગર્ભ કાઢી ને તેને દહીં સાથે મિક્ષ કરીને તેને ચહેરા પર ૨૦ મિનીટ સુધી રાખીને નવસેકા પાણી વડે ધોઈ નાખવું. ત્વચામાં નીખાર આવશે અને ખીલ ની સમસ્યામાંથી છુટકારો મળી જશે. કાન માં રહેતા દુખવાથી પરેશાન છો તો આલું નો ઉપયોગ કરી શકો છો. આલુના બીજ માંથી તૈયાર કરવામાં આવેલું તેલ ના ટીપાં કાનમાં નાખવાથી દુખાવામાં આરામ મળે છે.