આમ તો આ થોર નામ પડતાની સાથે જ આપણી સામે એક કાંટાવાળી વનસ્પતિ સીધી નજરે ચડે છે કે પછી નજરે આવી જાય છે. માટે આપણે દરેકે આ થોરને જોયુ તો છે. અને આમ તો એ એક રણપ્રદેશનુ વૃક્ષ પણ ગણવામાં આવે છે. અને તે આપણને કોઈ વાડી કે સીમ વિસ્તારમાં પણ જોવા મળે છે. કારણ કે તેની વાસ્તવિકતા એ છે કે તે ખુબ ઓછા પાણીમા પણ તે પોતાનો વિકાસ કરી શકે છે.
ઘણી જગ્યાએ થોર નો આપણે ઉપયોગ એક સુશોભન માટે પણ કરીએ છીએ પરંતુ આ થોરનો ઉપયોગ આપણા સારા સ્વાસ્થ્ય માટે પણ કરી શકીએ છીએ. થોરના લાલ કલરના કાટા વાળા આવતા ફળ કે જેને આપણે થોરના ફીંડવા નામે પણ ઓળખાય છે એ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી વસ્તુ છે જે આપણા શરીરમાં થતા મોટા મોટા રોગોને પણ દૂર કરી શકે છે.
થોર કેક્ટીસાઇસ છોડના પરિવારનું સભ્ય છે. તેનાં દેખાવની લાક્ષણિકતા સુકા અને ગરમ વાતાવરણમાં પાણીને સાચવી રાખવાની તેની ક્ષમતાના પરિણામે છે. મોટા ભાગની જાતોમાં તેનું થડ એ રીતે વિકસિત થયું હોય છે કે તે કાર્બન ડાયૉક્સાઇડ અને પાણીમાંથી સૂર્યપ્રકાશની શક્તિની મદદથી વિવિધ મિશ્ર પદાર્થો બનાવવાની પ્રક્રિયા જાડા અને માવાવાળા પાંદડા ધરાવે છે જ્યારે તેનાં પાન કાંટેદાર વિકસિત થયા હોય છે.
તેમાની ઘણી બધી જાતનો ઉપયોગ સજાવટ માટે કરવામાં આવે છે. આ થોરમાં આમ તો અનેક એવા દ્રવ્યો પણ આપણને જોવા મળે છે કે જે આપણા શરીરમા હિમોગ્લોબીન ની માત્રાને વધારી દે છે. અને જેને કારણે એ આપણા શરીરમા એક નવુ જ લોહી બનાવે છે અને એનાથી આપણને અનેક બીમારીઓની સામે તે રક્ષણ આપે છે.
થોર અને તેના ફીંડવા આપણા સ્વાસ્થ્યના રોગો જેવા કે શ્વાસની તકલીફ, પાંડુરોગ, અને કમળો અને કબજિયાત એસીડીટી અને ગેસ જેવી તમામ બીમારીઓને પણ તે દૂર કરે છે. અને તેથી જ આ આપણે લાલ ફીંડવા નું સેવન કરવુ જોઈએ.
હિમોગ્લોબીન અને રોગ પ્રતિકારક શક્તિ માં વધારો :

થોરના ફીંડવા એ આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. અને આ થોરના ફળ ખાવાથી અથવા તો તેનુ જ્યુસ પણ ગરમ પાણી સાથે લેવાથી તમને એ તરત જ તમારા શરીરમા હિમોગ્લોબીનની માત્રા વધારી દે છે. અને આ ઉપરાંત તે આપણા શરીરમા વ્હાઈટ બ્લડ સેલની પણ માત્રા વધારે છે અને જેને કારણે ઇમ્યુનીટી સિસ્ટમ પણ મજબૂત બને છે.
વજન ઘટાડવામાં ફાયદાકારક :

આખી દુનિયામાં વજન વધવાના કારણે લોકો ચિંતિત થઈ રહ્યા છે, આજની લાઈફ સ્ટાઈલ એટલી બદલાઈ ગઈ છે કે અઢળક પ્રયાસ કરવા છતાં વજન વધતું રહે છે જો તમે વજન ઉતારવા માટેના પ્રયાસો કરી રહ્યા હોવ તો થોર ના ફળ ઉપયોગી સાબિત થશે. ભૂખ ના હોય છતાં વારંવાર કંઈકને કંઈક ખાવની ઈચ્છા થતી હોય તો થોર ના ફળ વધારે ફાયદો કરાવશે. કારણ કે તેમાં રહેલા ફાઈબર ભૂખને ઓછી કરે છે.
પેટ ના રોગો અને પેટ ના ચાંદા માં ફાયદાકારક :
થોર માં રહેલા તત્વો માનસિક તાણને ઓછી કરવાની સાથે પેટના રોગોમાં પણ ફાયદારુપ છે. પેટમાં ચાંદા પડતા હોય અને લાંબા સમયથી દવાઓ કર્યા પછી ફરી ઉથલો મારતો હોય તો થોર ના ફીંડવા થી જરુર રાહત મળશે. જેમને વારંવાર પેટમાં ચાંદા પડવાની ફરિયાદ રહેતી હોય તેમના માટે ડિંડાનો રસ ઘણો જ ફાયદારુપ સાબિત થાય છે.
ડાયાબિટીસ માટે ફાયદાકારક :

ડાયાબિટિસ, કેન્સર, વજન ઉતારવાની સાથે-સાથે લિવર માટે પણ થોર ના ડિંડા નો રસ ઘણો ફાયદાકારક છે. લિવર શરીરનું મહત્વનું ઓર્ગન છે. પિત્તાશયમાં તકલીફ હોય તો ઝાડો-પેશાબથી લઈને અનેક બીમારીઓ થતી હોય છે. પિતાશય લોહીને ગંઠીત કરવા માટેનું પ્રોટિન પણ તૈયાર કરે છે. માટે થોર ના ડિંડા નો રસ, જામ કે જેલી ખાવાથી પિત્તાસયની તકલીફો દૂર રહે છે.
હરસ-મસા માં ફાયદાકારક :

થોર નું દૂધ મસ્સા પર લગાવવાથી મસ્સા નીકળી જાય છે. આપણા શરીરને વિવિધ ખોરાકમાંથી પોષક તત્વો તો મળી જતા હોય છે પણ શરીરને જરુરી કેલ્સિયમનો અભાવ રહે છે જેના કારણે દાંત અને હાડકાની તકલીફો થાય છે. થોર ના તાજા ડિંડા ના ફળમાં 83 મિલિગ્રામ કેલ્સિયમ હોય છે. આ કેલ્સિયમ હાડકા અને દાંતને મજબૂત બનાવે છે.
ચામડી ને લગતા રોગ માં ઉપયોગી:

થોર માં મળવા વાળા એન્ટીઓક્સીડેન્ટ શરીર માં મુક્ત કણો ના હાનીકારક પ્રભાવ ને ઓછો કરવામાં મદદ કરે છે. જેના કારણે ઉંમર વધવાના લક્ષણ થી લડવામાં સહાયક થાય છે. આ સન બર્ન ખીલ-ડાઘ અને ડ્રાઈ સ્કીન ના ઈલાજ માં ઘણું ઉપયોગી છે. થોર ના ડિંડા માં હાજર વિટામીન સી ત્વચા ની ચમક બનાવી રાખવામાં મદદ કરે છે.
થોર માં રહેલું ફ્લેવોનોઈડ નામનું તત્વ બ્રેસ્ટ, પ્રોસ્ટેટ, પેટ, પેનક્રિયા, ઓવરિન, સર્વિકલ અને ફેફસાના કેન્સરના જોખમને ઘટાડે છે. આ સિવાય શરીરમાં રહેલા ઝેરી તત્વો સામે પણ થોર માં રહેલા તત્વો લડવાનું કામ કરે છે.

