ત્વચાના રોગોને મટાડવા માટે જાણીતી એક આયુર્વેદિક ઔષધિ જટામાંસી છે. આ ઔષધિ તેલ, અત્તર અને દવા તરીકે વપરાય છે.જટામાંસીના નાગરમોથ જેવા જટાવાળાં સુગંધી મૂળ બજારમાં મળે છે. એ વાત રોગ પર કામ આવે છે. જટામાંસી ઔષધિ મગજ અથવા માથાના દુખાવા નો ઉપચાર છે. તે ફક્ત પર્વતો પર બરફમાં ઉગે છે. તેના મૂળ દવા તરીકે વપરાય છે.
આયુર્વેદની દ્રષ્ટિએ, જટામાંસી ઘણા ઔષધીય ગુણથી ભરેલી છે, જે રોગપ્રતિકારક શક્તિ, હૃદય, બ્લડ પ્રેશર વગેરે રોગો સામે રક્ષણ આપે છે. તે ધબકારાને સંતુલિત રાખવામાં પણ ફાયદાકારક છે. તે લઘુ, સ્નિગ્ધ અને શીત ગુણયુકત છે.તેમજ સ્વાદે –કડવી, તૂરી અને કંઈક અંશે મધુર પણ છે.તે પચવામાં તીખી છે. હવે અમે તમને જણાવીશું જટામાંસીથી મળતા લાભો વિશે.
જટામાંસી સુગંધી હોવાથી કેશવર્ધક છે. મગજને શાંત કરી વાળને વધારનારું આ જટામાંસી એ સારું ઔષધ છે.અનિદ્રાની સમસ્યા હોય તો જટામાંસીના મૂળના એક ચમચી પાવડરને સૂવાના સમયે એક કલાક પહેલાં તાજા પાણી સાથે લેવાથી ફાયદો થાય છે. જટામાંસી નિંદ્રાની ગુણવત્તામાં સુધારો કરે છે અને અનિદ્રા ઘટાડે છે.
તાવ અને ચેપના કેટલાક કિસ્સાઓમાં દર્દીઓ બળતરા, થાક અને બેચેની અનુભવે છે. આ લક્ષણોમાં જટામાંસી ખૂબ ઉપયોગી છે. ત્વચાના રંગને સુધારવા માટે જટામાંસીનો ઉપયોગ કરી શકાય છે. ગુલાબજળમાં જટામાંસીના મૂળ પીસીને પેસ્ટની જેમ ચહેરા પર લગાવો. આને કારણે થોડા દિવસોમાં ચહેરો ખીલશે.
જટામાંસીનું વસ્ત્રગાળ ચૂર્ણ ૧ ગ્રામ, ધોડાવજ ૧ ગ્રામ અને તે ભીંજાય એટલું જ મધ લઈ દિવસમાં ત્રણ વાર લેવાથી વાત-હિસ્ટીરીઆ ઓછો થાય છે. જટામાંસી અને દશમૂળ આ ઔષધ 3-૩ ગ્રામ લઈ અડધા લિટર પાણીમાં ઉકાળો બનાવીને આ ઉકાળો પીવાથી બધા પ્રકારના વાયુવિકાર દૂર થાય છે.
જટામાંસી, મધ, તજ પાવડર તથા હુંફાળું ગરમ પાણી મિક્ષ કરી ને એક પેસ્ટ તૈયાર કરી ને જે જગ્યાએ તમને સાંધા ની દુખાવો થતો હોય તે જગ્યાએ લગાવવુ જેથી તમને રાહત મળે. આ સિવાય ૧ ગ્લાસ દૂધ મા ૧ ચમચી વાટેલાં તજ, ૪ એલચી, ૧ ચમચી સુંઠ, એક હરડે તથા ૨ નંગ લસણ ની કળીઓ ઉમેરી ને ઉકાળો તૈયાર કરવો અને જો આ ઉકાળો પીવા મા આવે તો ગઠીયા ની સમસ્યાઓ જડમૂળ માંથી દુર થાય છે.
જટામાંસી મગજ માટેનો રામબાણ ઈલાજ સાબિત થાય છે, જટામાંસી યાદશક્તિમાં સુધારો કરે છે. યાદશક્તિ ગુમાવેલ લોકો માટે જટામાંસી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. એક કપ દૂધમાં એક ચમચી જટામાંસીનો પાવડર નાખીને પીવાથી મગજ સારું બને છે.
દરરોજ સવારે ખાલી પેટે જટામાંસીના પાવડરનુ હુંફાળા પાણી સાથે સેવન કરવામાં આવે તો ગેસ ની સમસ્યા માંથી મુક્તિ મળે છે અને પાચનશક્તિ મજબુત બને છે. આ ઉપરાંત જટામાંસીના તેલમા ૧ ચમચી ખાંડ ઉમેરી ને તેનુ સેવન કરવાથી પણ ગેસ મા રાહત મળે છે 20 ગ્રામ જટામાંસી, 10 ગ્રામ જીરું અને 5 ગ્રામ કાળા મરી નાખીને પાવડર બનાવો. દિવસમાં ત્રણ વખત એક ચમચી આ પાવડર લો. તે માસિક સ્રાવ દરમિયાન દુખાવામાં રાહત આપે.
લાંબા થાકને લીધે ઘણા લોકો હતાશા અને તણાવથી પણ પીડાય છે. આ ઔષધિ તણાવને ઘટાડવામાં પણ મદદ કરે છે. જટામાંસી રક્તશુદ્ધિ પણ કરે છે. મજીઠ ૧૦ ગ્રામ અને જટામાંસી ૨૦ ગ્રામ એક લિટર પાણી નાખી ઉકાળો બનાવવો. દિવસમાં એક વાર આ ઉકાળો પીવાથી બધા પ્રકારના રોગ દૂર થાય છે. જટામાંસી, દેવદાર, સુંઠ વગેરે પીસીને દેશી ઘી સાથે મિક્સ કરીને માથા પર લગાવવાથી માથાનો દુખાવો દૂર કરવામાં મદદ મળે છે.
જટામાંસી ડિપ્રેશન સામે લડવામાં મદદ કરે છે. શાંતિ અને સ્થિરતાની લાગણી દ્વારા હતાશા ઘટાડવા માટે જટામાંસી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તે બેચેની, ક્રોધ, હતાશા, ચીડિયાપણું, ઉંઘ અને શક્તિનો અભાવ પણ ઘટાડે છે. તે શક્તિમાં વધારો કરે છે. ગુલાબજળમાં જટામાંસીના મૂળ પીસીને પેસ્ટની જેમ ચહેરા પર લગાવો. આને કારણે થોડા દિવસોમાં ચહેરો ખીલશે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.