ઈંડા કરતાં 10 ગણું શક્તિશાળી છે આ ફળ, લોહીની ઉણપ, સોજા અને દુખાવામાં તો છે 100% અસરકારક..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ગુંદા વિશે તો તમે જાણતા જ હશો ગુજરાતી લોકો તેનું અથાણું બનાવીને ખાતા હોય છે. ગુંદામાં એવા ગુણો રહેલા છે જેના દ્વારા શરીરમાં તાકાત વધારી શકાય છે. ગુંદા ની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ મળી આવે છે. ગુંદો એ ચીકણો, ભારે, પિચ્છિલ હોય છે તે સ્વાદે તે મધુર અને કંઈક અંશે તૂરો છે. તેની છાલ તૂરી અને કડવી છે. પચવામાં મધુર હોવાથી પિત્તશામક અને બૃહણીય ગુણ પણ ધરાવે છે તે ઠંડી પ્રકૄતિ ધરાવે છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ ગુંદાથી આપણાં શરીરને થતાં ફાયદાઓ વિશે.

ગુંદામાં આર્યન પણ સારા માત્રામાં હોય છે જે તમારા શરીરની લોહી ઉણપને દૂર કરવામાં મદદ કરશે. ગુંદામાં છાલ કાઢી અને કપૂરના મિશ્રણ તૈયાર કરીને સુજી ગયેલા  અંગો પરપ માલિશ કરવાથી સોજા અને દુખાવામાં આરામ મળે છે.ઘણા લોકો નુ શરીર એકદમ કમજોર બની ગઈ હોય છે. લોહીની કમી અને આ કમજોરી દૂર કરવા માટે ગુંદાના લાડુ બનાવીને થવાથી શરીરને સ્ફૂર્તિ મળે છે અને શરીર ની તાકાતમાં પણ વધારો થાય છે.

અછબડા ને કારણે શરીર પર રહી ગયેલા ડાઘ દૂર કરવા માટે પણ  ગુંદાના ફળના પાન કામમાં આવે છે. તે ઉપરાંત ચામડી પર વધારાની ફોડલી અને દાંતમાં દુખાવો પેટમાં દુખાવો વગેરે થતું હોય તો ત્યાં ગુંદા નો પાવડર લગાવવાથી તેમાં રાહત મળે છે. ગુંદામાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર હોય છે જે મગજ તેજ કરે છે અને તેમાં આયર્નની માત્રા પણ વધુ હોય છે જેથી શરીરમાં લોહીની માત્રા વધારવામાં મદદ કરે છે. જો ઊંઘ ની કોઈપણ સમસ્યા હોય તો ગુંદા ના પાવડર માં ગોળ ઉમેરી સૂતા પહેલા ખાઈ લેવું જેથી ઊંઘ આવશે.

શરીરમાં તાકાત લાવવા અને સ્ફૂર્તિ લાવવા માંગતા હોવ તો આજથી જ ગુંદા ખાવાનું શરુ કરી દો. તેની છાલનો ઉકાળો અને કપૂરનું મિશ્રણ તૈયાર કરીને સોજી ગયેલા અંગો પર માલિશ કરવામાં આવે અને દાદર પર લગાવવામાં આવે તો ફાયદો થાય છે. ગુંદાન સેવન શરીરને શક્તિશાળી તેમજ સ્ફૂર્તિલું બનાવી દેશે.

રક્તપિત્ત ના રોગ માં તેની પિત્તશામકતા દૂર કરવામાં ગુંદાના ફળ ખૂબ જ ઊપયોગી છે તેથી રકત્તપિત્ત્વાળા રોગીઓને પાકા ગુંદાનું શાક બનાવીને નિત્ય આપવામાં આવે તો રકત્તગત પિત્તનું શમન થાય છે. કાચા ગુંદાનું શાક અને અથાણું પણ બનાવામાં આવે છે. પાકેલા ગુંદા ખુબજ મીઠા લાગે છે અને તેની અંદર ગુંદર જેવું ચીકણું પ્રવાહી હોય છે. ગુંદા મધ્ય ભારતના વન માં જોવા મળે છે.

જો મોઢામાં છાલા પડી હોય કે ચાંદા પડ્યા હોય તો તમારે ગુંદા નો પાવડર અને તેના  પાન લઈને ચાવી જવાથી મોઢાના ચાંદા દૂર થશે. જો તમને લોહીમાં ગાંઠ થઈ ગઈ હોય તો ઓછામાં ઓછા ગુંદા ના દસ પાનનો રસ પીવો તેથી લોહીની ગાંઠ દૂર થાય છે. પેશાબ માં બળતરા થતી હોય તો પણ આ કામ આવે છે. ઉલટી થવાની તકલીફ હોય તો પણ આ પાનનો રસ પીવો.

ગુંદાના સેવનથી કિડનીની બીમારીઓમાં પણ રાહત ઉત્પન્ન કરે છે. ગુંદા લીવરની સમસ્યા પણ દૂર કરે છે, ગરમ પાણીમાં તેનો પાઉડર મિક્સ કરીને પીવાથી લીવર ને લગતી તમામ સમસ્યાઓ દૂર થાય છે. તે ઉપરાંત ચામડીના રોગોમાં પણ ચામડી પર તેની પેસ્ટ લગાવવાથી તેમાં રાહત મળે છે. ગુંદાના ફળ એ કોઠાની સમસ્યા ઓછી કરનાર હોવાથી જેને કબજિયાતની ફરિયાદ હોય તેમણે નિત્ય ગુંદાનું સેવન કરવું જોઈએ. શાક તરીકે નિત્ય ખાવાથી આંતરડામાં ચીકાશ પેદા થાય છે. જેથી કોઠાની સમસ્યા દૂર થતાં મળ સરળતાથી આંતરડામાં સરકી શકે છે.

તાવના દર્દીમાટે ગુંદા એ માત્ર પથ્ય આહાર જ ન બનતાં તે તાવની ગરમીની તીવ્રતા ઘટાડીને બળ આપે છે તે તાપમાન ઓછું કરવામાં ખૂબજ મદદરૂપ બની રહે છે. કર્ણશૂલમાં તેની છાલનો પાણી સાથે ઘસીને લેપ કરવાથી ફાયદો થશે.વીંછીના ડંખ પર છાલનો લેપ કરવાથી તેની અસહ્ય બળતરા ઓછી થાય છે અને વિષનો પ્રભાવ ઘટે છે.

જો તમને કમળાની અસર થઈ ગઈ હોય તો ગુંદા નો પાવડર પાણી સાથે પીવાથી કમળાની અસર દૂર થાય છે. મરડો, ઝાડા જેવી પેટની તકલીફમાં ગુંદાની છાલના ઊકાળાને છાશ સાથે નિયમિત દિવસમાં બે વાર પીવાથી પાચનતંત્ર ને સુધારી આંતરડા મજબૂત કરીને જૂના મરડાની તકલીફને ઝડપથી મટાડે છે.

Scroll to Top