મોંઘી દવાઓ વગર દમ-ખાંસી, ત્વચા લોહી શુદ્ધ કરી ચામડીના રોગથી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

અનંતમૂળ દરિયા કિનારા વાળા પ્રદેશોથી લઈને ભારતના તમામ ડુંગરાળ વિસ્તારોમાં વેલના સ્વરૂપમાં સરળતાથી મળી જાય છે. તે સફેદ અને કાળી, બે પ્રકારની હોય છે, જે ગોરીસર અને કાલીસરના નામથી સામાન્ય રીતે ઓળખવામાં આવે છે. તેની વેલ પાતળી મોટાભાગે જમીન ઉપર ફેલાતી, વૃક્ષ ઉપર ચડનારી અને ૫ થી ૧૫ ફૂટ લાંબી હોય છે.

સારિવા મધુર, ગુરૂ, સ્નિગ્ધ, વર્ણ માટે હિતકારી, મળને બાંધનાર, ધાવણ શુદ્ધ કરનાર, દાહ શાંત કરનાર, ત્રિદોષનાશક, રક્તવિકાર, તાવ, ચળ કુષ્ટ, પ્રમેહ, શરીરની દુર્ગંધ, અચિ, અગ્નિમાંદ્ય, દમ, ખાંસી, ત્વચાના રોગો, વિષ અને અતિસારને મટાડે છે. ઉપરાંત મૂળવિરચનીય, પરસેવો લાવનાર, સોજો મટાડનાર અને રસાયન છે. તો ચાલો હવે આપણે જાણીએ અનંતમૂળના ફાયદા વિશે.

અનંતમૂળના મૂળ વાટીને હોઠ ઉપર કે શરીરના કોઈપણ ભાગ ઉપર જ્યાં ત્વચા ફાટવાને કારણે લોહી નીકળતું હોય ત્યાં લેપ કરવાથી લાભ થાય છે. કમળા ના રોગમાં અનંતમૂળના મૂળની 2 ગ્રામ છાલ અને કાળા મરીના 11 ટુકડા, 25 ગ્રામ શુદ્ધ પાણી સાથે પીસીને એક અઠવાડિયા સુધી પીવાથી આંખો અને શરીર બંનેની બળતરા દૂર થાય છે. અને કમળાના રોગમાં લાભ થાય છે.

100 મી.લી. એકદમ ચોખ્ખી ગળોનો રસ અને 10 અનંતમૂળ નું ચૂર્ણ 1 લીટર ઉકળતા પાણીમાં ભેલ્વીનેકોઈ બંધ વાસણમાં 2 કલાક માટે રાખી મુકો. 2 કલાક પછી તેને વાસણમાં કાઢીને મસળીને ગાળી લો. તેમાંથી 50 થી 100 ગ્રામ ના પ્રમાણમાં રોજ દિવસમાં 3 વખત સેવન કરવાથી લોહી સાફ થવાથી કોઢ ના રોગમાં સારું થઇ જાય છે.

ખોરાક પાંચતો ન હોય તો સવારે ગાયના દૂધ સાથે 3 ગ્રામ અનંતમૂળના પાવડરનું સેવન કરવાથી પાચનની પ્રવૃત્તિમાં વધારો થાય છે. ચોપચીની સાથે અનંતમૂળનું ચૂર્ણ ખાવાથી માથાનો દુખાવો દૂર થાય છે. જો મૂળને શેકીને કપાળ પર લગાવવામાં આવે તો માથાનો દુખાવામાં રાહત મળે છે. તેને ઘા પર લગાવવાથી પણ રાહત મળે છે.

અનંતમૂળના ચૂર્ણને ઘી માં શેકીને લગભગ અડધા ગ્રામ થી ૧ ગ્રામ સુધી ચૂર્ણ, ૫ ગ્રામ સાકર સાથે થોડા દિવસો સુધી સેવન કરવાથી ચેચક, ટાઈફોઈડ વગેરે પછી શરીરમાં થતી ગરમીની બળતરા દુર થાય છે.પેટના દુખાવામાં અનંતમૂળના 2-3 ગ્રામ પાવડરને પાણી સાથે પીવાથી પેટનો દુખાવો દૂર થાય છે.

અનંતમૂળના મૂળ, ખસ્સ, સુંઠ, કુટકી અને નાગરમોથા સૌને સરખા ભાગમાં ઉકાળો, જયારે આઠમાં ભાગ જેટલું વધે તો ઉતારીને ઠંડુ કરી લો. આ રાબને પીવરાવવાથી તમામ પ્રકારના તાવ દુર થઇ જાય છે. અનંતમૂળના મૂળની છાલનું ૨ ગ્રામ ચૂર્ણ માત્ર ચુના અને કાથા લગાવેલ પાનની વચ્ચે મુકીને ખાવાથી ફાયદો થાય છે.

પેશાબની બળતરા માં કેળાના પાંદડામાં અનંતમૂળને વાટીને તાપમાં શેકો. જ્યારે પાન બળી જાય ત્યારે તેને શેકેલી જીરું અને ખાંડ નાખી પીસો, ગાયનું ઘી મિક્સ કરો અને સવાર-સાંજ પીવાથી પેશાબ અને વીર્યની સમસ્યા દૂર થાય છે. ટાલમાં અનંતમૂળના 2-2 ગ્રામ પાવડરને દિવસમાં ત્રણ વખત શુધ્ધ પાણી સાથે લેવાથી માથાની ટાલ દૂર થાય છે.

આંખના રોગમાં અનંતમૂળના મૂળને પાણીમાં પીસી આંજન કરવાથી અથવા લેપ અથવા તેના પાંદડાની રાખને કાપડમાં ગાળી લો અને મધ સાથે આંખોમાં લગાવવાથી આંખનો સોજો ઓછો થાય છે. અનંતમૂળના તાજા નરમ પાંદડા તોડીને દૂધમાં મધ મેળવીને આંખોમાં લગાવવાથી આંખોના રોગોમાં ફાયદો થાય છે.

અનંતમૂળના મૂળને પાણીમાં ઘસીને બનેલ લેપને ગરમ કરીને લગાવવાથી પીડા દુર થાય છે. લગભગ ૬ ગ્રામ અનંતમૂળને ૩ ગ્રામ ચોપચીની સાથે ખાવાથી માથાનો દુ:ખાવો દુર થઇ જાય છે. ૨ ગ્રામ અનંતમૂળના મૂળનું ચૂર્ણ રોજ ખાવાથી માથાના વાળ ઉગી જાય છે અને સફેદ વાળ કાળા થવા લાગે છે. અનંતમૂળના મૂળનું ચૂર્ણ ૫ ગ્રામના ગીલોય અને જીરા સાથે લેવાથી બળતરા દુર થાય છે અને પેશાબ સાથે લોહી આવવાનું બંધ થઇ જાય છે.

Scroll to Top