આદુનો પ્રયોગ ભોજન બનાવવામાં કરીએ છીએ. કારણ કે આ માત્ર ભોજનના સ્વાદ જ નથી વધારતુ પણ રોગોથી છુટકારો પણ અપાવે છે.આદુંનું જ્યૂસ તમને શરદી-ખાંસી, પેટની ખરાબી, ગળાના દુખાવો, સાંધાનો દુખાવો, મધુમેહ ,વધેલ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં અને કેંસર જેવા રોગોથી છુટકારો અપાવી શકે છે.
આદુ માં એંટી બાયોટિક ગુણ હોય છે, જે બ્લ્ડ શુગર લેવલને ઓછું કરે છે. એક ગ્લાસ આદુંનું જ્યૂસ તમારા ફાસ્ટિંગ ગ્લૂકોઝ લેવલને પણ કંટ્રોલ કરી શકે છે. આદુંનું જ્યૂસ એકબાજુ ગ્લૂકોઝ લેવલ પર નજર રાખે છે તો બીજી બાજુ એ કોલેસ્ટ્રોલ લેવલને પણ ઓછું કરવાનું કામ કરે છે.
આદુંમાં દુખાવાથી છુટકારો આપવાના પણ ગુણ છુપાયેલું છે. આથી એના માટે સારું છે જેને સાંધાના દુખાવાના રોગ છે અને સાંધાના દુખાવો થાય છે. આદુંને છોલીને કાપી લો અને મિક્સરમાં પાણી નાખી વાટી લો અને જ્યૂસ કાઢી લો. આ જ્યૂસમાં લીંબૂનો રસ અને મધ મિક્સ કરી સેવન કરી શકાય છે.
આદુનાં ઔષધીય ગુણો વિશે તો ખબર છે જે, આજ કારણ છે કે તેનો વપરાશ ફક્ત આર્યુવેદમાં જ નહી પરંતુ ભારતીય સ્વાદિષ્ટ વ્યંજનનોમાં પણ થાય છે. જેટલું ગુણકારી અને ફાયદાકારી આદું છે તેટલું અસરદાર તેનું પાણી છે. આદુમાં જિંજરોલ, ફાઈબર, કેલ્શિયમ, પોટેશ્યિમ, એન્ટીઓક્સિડાઈટ જેવાં પોષ્ક તત્વો રહેલા હોય છે. આ તત્વો શરીરનાં સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડે છે.
દરરોજ આદુંનુ પાણી પીવાથી પાચન ક્રિયા સારી બની રહે છે, આ પાણીનાં સેવનથી પેટમાં થતી બળતરાને સમસ્યાને પણ દૂર કરે છે. આ પાણીમાં હાજર ઝીંક નામના તત્વ ઈંસુલિન વધારે છે, જેનાથી ડાયાબિટીઝનાં દર્દીઓને શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આદું બ્લ્ડ શુગરે નિયંત્રણ કરવામાં મદદ કરે છે.
રિપોર્ટ અનુસાર એક્સાઈઝ કરતાં મસલ્સ ડેમેજ થવાનો ખતરો રહેતો હોય છે. તો આદુંનુ પાણી મસલ્સ રીપેર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. અને રિપેરની પ્રોસેસને બૂસ્ટ કરવામાં મદદ મળે છે. જો તમને ઉલ્ટી કે ઉબકા આવતા હોય તો તેમાં આદુંના પાણીનું સેવન કરવું જોઈએ, તેનાથઈ તરત રાહત મળે છે.
વારંવાર થતી શરદીને દૂર કરવા માટે ખાસ કરીને શિયાળામાં થતાં ‘ સાયનસ ‘ ને ક્લિયર કરવા માટે આદુનો રસ ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે.ઘણી વખત અપચાને લીધે થતી ઉલટી ને અથવા ઉબકા ને દુર કરવા માટે સૂકું આદુ ખૂબ જ ઉપયોગી છે. મોટી ઉંમરે થતા સાંધાના દુખાવા અને સોજાને દૂર કરવા આદુ વાપરવું જોઈએ. આદુ મા ખાસ એન્ટી-ઇન્ફ્લેમેટરી પદાર્થ આવેલા છે, જે સોજાને દૂર કરી કોઈપણ દર્દને દુર કરી શકાય છે.
એક રિસર્ચ અનુસાર માસિકના દિવસોમાં રોજ આદુનું પાણી હુંફાળુ હોય ત્યારે પીવું જોઈએ. ભોજન લીધાના 20 મિનિટ પછી એક કપ આદુનું પાણી પીઓ, આ બોડીમાં એસિડ ની માત્રા કંટ્રોલ કરે છે.તેનાથી હાર્ટ બર્નની સમસ્યા દૂર થઇ જાય છે અને તેનાથી દુખાવો બ્લોટિંગની સમસ્યા દૂર થાય છે.કસરત દરમિયાન મસલ્સ ડેમેજ થતા હોય છે.આદુનું પાણી પીવાથી બોડીનું મેટાબોલિઝમ્સ સુધરે છે.એવામાં ફેટ તેજીમાં બર્ન થાય છે અને વજન ઘટાળવામાં હેલ્પ મળે છે.
આદુનું પાણી પીવાથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન સુધરે છે.તેનાથી મસલ્સ રિલેક્સ થાય છે અને મસલ્સ પેઈન દૂર થાય છે.રોજ તેને પીવાથી મસલ્સ ઝડપથી રીપેર થાય છે.ઉલટી, ઉબકાની સમસ્યા હોય ત્યારે આદુનું પાણી પીવાથી તુરંત રાહત અનુભવશો.આદુનું પાણી પીવાથી બોડીની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. મોર્નિંગ સિકનેસ પણ તમે દૂર કરી શકો છો.
મિત્રો, જો તમને આ જાણકારી કામ આવી હોય તો લાઇક ના બટન જરૂર દબાવ જો કમેંટ માં તમારા વિચાર અને તમારા સાવલો પૂછી શકો છો અને નીચે આપેલા લાઈક બટન ને દબાવો ને અમારા પેજ ને ફોલો કરી લો જેથી જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.