Site icon Ayurvedam

વિટામિન ‘સી’ થી ભરપૂર આ ફળ શરદી, બ્લડ કલોટિ, ફ્લુ અને ચામડીના રોગોમાં છે 100% ફાયદાકારક

સંતરાનું ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. તેની છાલ ઘણા આરોગ્ય લાભો પણ આપે છે. સંતરાના બીજ ની અંદર વિટામીન્સ, એન્ટિઓક્સિડંટ તત્વ રહેલા હોય છે તે શરીરમાં શક્તિ વધારવાની સાથે રોગ સામે લાગવાની શક્તિ પણ વધારે છે. જ્યારે પણ સંતરાનું જ્યુસ પીવો તેની અંદર તેના બી પણ મિક્સ કરીને પીવા જોઈએ. સંતરાના બી શરીરમાં ઉર્જા વધારવાનું કાર્ય પણ કરે છે. હવે અમે તમને જણાવીશું સંતરાના ફાયદાઓ વિશે.

સામાન્ય શરદી  ઠંડા હવામાનમાં થતા રોગોથી બચાવવું મુશ્કેલ બની જાય છે. પરિણામે, શરદી, ફ્લુ જેવા રોગો દેખાવા લાગે છે. આ સમયે સંતરા લોકોને બચાવે છે. સંપૂર્ણ રીતે સંતરા વિટામીન સી ધરાવતી હોવાથી તે આવા આરોગો માટે ફાયદો કરે છે અને શરદીને મટાડે છે. સંતરાના ફાયદાઓ અનેક છે અને આ ફળ ખાવાથી હ્રદય પર સારી અસર પડે છે.

સંતરાની અંદર પોટેશિયમ અને ક્લોલીન જેવા તત્વો જોવા મળે છે, જે હ્રદયને સ્વસ્થ રાખવા કાર્ય કરે છે. આ સિવાય આ ફળની અંદર ફોલેટ જોવા મળે છે, જે હોમોસ્ટીનને નિયંત્રણમાં રાખે છે અને આમ કરવાથી હ્રદય યોગ્ય રીતે કાર્ય કરે છે.

સંતરામાં એન્ટીઓક્સીડેન્ટ ઉપરાંત, તેમાં ઘણા પોષક તત્વો પણ હોય છે, જે વાળના સંપર્કમાં આવે છે અને તંદુરસ્ત ખોરાક પ્રદાન કરે છે, જેનાથી વાળનો વિકાસ થાય છે અને તેના ઝડપી વિકાસમાં મદદ કરે છે. એટલું જ નહિ આનાથી વાળ ખરતા પણ અટકે છે. સંતરાનું સેવન કરવું ખૂબ જ લાભદાયક હોય છે, કારણ કે તેમાં ફાઇબરનું પ્રમાણ સારું છે કે જે કે બ્લડ શુગરના પ્રમાણને વધતું અટકાવે છે.

સંતરામાં વિટામિન Cનું ભરપૂર પ્રમાણ હોય છે. માટે તે એંટી-ઑક્સિડેંટનું કામ કરે છે. તે સાથે જ શરીરમાં ડૅમેજ સેલ્સને રિપૅર કરે છે અને રેડિકલ્સ સામે લડે છે. આ ઉપરાંત સંતરા ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવી રાખે છે. સંતરા આરોગ્યની સાથે-સાથે ચામડી માટે પણ ખૂબ જ લાભદાયક હોય છે. તેના સેવનથી ચામડી ચમકદાર બને છે, કારણ કે તેમાં કૅરોટીન હોય છે.

સંતરાની છાલનો પેસ્ટ બનાવી ચહેરા પર લગાવવાથી કાળા ડાઘ દુર થાય છે. સાથે ખીલની સમસ્યા પણ રહેતી નથી. દૂધ અને દહીંમાં તેનો પાવડર મેળવીને ચહેરા પર લગાવ્યા પછી થોડીવાર પછી ફરીથી ચહેરો સાફ કરવો. સંતરાનું જ્યુસ અને છાલનો ઉપયોગ કરવાથી વજન નિયંત્રણમાં રહે છે અને વજન વધતું નથી. સાથે સંતરાની છાલ કેન્સર જેવા જીવલેણ રોગો સામે પણ રક્ષણ પ્રદાન કરે છે. દરરોજ સંતરાનું જ્યુસ પીવું પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

સંતરામાં પેક્ટીન હોય છે. તે એક ફાયબર છે જે શરીરમાં કોલેસ્ટ્રોલને દૂર કરે છે. અને સંતરાના જ્યુસમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ નહિ બરાબર હોય છે. અને તે સારા કોલેસ્ટ્રોલથી ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું કરે છે. માટે કોલેસ્ટ્રોલની સમસ્યા સામે લડવા નિયમિત આહારમાં સંતરાનો સમાવેશ કરવો જોઈએ. સંતરાનું સેવન કરવું ખૂબ જ લાભદાયક હોય છે, કારણ કે તેમાં ફાઇબરનું પ્રમાણ સારું છે કે જે કે બ્લડ શુગરના પ્રમાણને વધતું અટકાવે છે.

સંતરામાં વિટામીન એ ભરપુર માત્રામાં હોય છે. જેથી શરીરમાં લોહીનું પરિભ્રમણ પ્રક્રિયા યોગ્ય રીતે થયા કરે છે. સાથે લોહીના વિકારો પણ દુર થાય છે. જેથી નિયમિત રીતે સંતરાનું અથવા સંતરાની છાલના જ્યુસનું સેવન કરવું. ખોડાની તકલીફ ધરાવતા લોકો માટે સંતરાની છાલ ખુબ જ ઉપયોગી થાય છે. આ સમસ્યા ઘણા લોકોને થતી હોય છે અને ખોડો આસાનીથી માથામાંથી જતો નથી ત્યારે સંતરાની છાલમાં એવા એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે વાળમાં લગાવ્યા બાદ ખોડો તરત જ દુર થઇ જશે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Exit mobile version