Site icon Ayurvedam

ગુણો નો ભંડાર આ શાકભાજી ના સેવન થી થાય છે આટ આટલા ફાયદા, જે જરૂર તમે નહિ જાણતા હોય, અહી ક્લિક કરી જાણો

બ્રોકલી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.બ્રોકલી જોવામાં ફ્લાવર જેવું જ દેખાય છે. પરંતુ તેનો રંગ પણ ભુરાષ પડતો લીલો હોય છે. તેમાં પ્રોટીન , કેલ્શિયમ , કાર્બોહાઈડ્રેડ , આયરન, વિટામિન એ, સી અને બીજા ઘણા  પોષક તત્વો ભરપુર માત્રામાં મેળવવામાં આવે છે.

નિયમિત રૂપથી પોતાના ડાયટમાં બ્રોકલીને શામેલ કરવામાં આવે તો નિશ્ચિત રૂપથી તમને ખૂબ જ ફાયદો મળશે. તમે ઈચ્છો તો તેને સલાડના રૂપમાં, સુપના રૂપમાં અથવા શાકના રૂપમાં ઉપયોગ કરી શકાય છે.

ન્યુટ્રિશિયન્સથી ભરપૂર બ્રોકલી એક સુપરફૂડ છે, જેમાં ઢગલાબંધ ફાઈબર છે. આ ફાઈબર ડાઈજેશન અને બોડીમાં રહેલા ટોક્સિન સામે લડવામાં મદદ કરે છે. એટલું જ નહીં બ્રોકલી પ્રદૂષિત હવા પાણી અને કેન્સરકારક તત્વોથી થતા ટોક્સિનથી પણ બચાવે છે.

બ્રોકલીના પરોઠા એવા ખુશ્બુદાર બને છે કે તમારા બાળકો તેની સાથે બીજી કોઇ પણ ખાવાની વસ્તુની માંગણી નહીં કરે કારણકે તેમાં ભેળવેલા મસાલા, સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્ અને મરીનો સ્વાદ પરોઠા ને વધારે સ્વાદિષ્ટ બનાવે છે. આ પરોઠા ડાયટ માં સામેલ કરી ને બાળકો માં રોગ પ્રતિકારક શક્તિ વધરી શકાય છે.

બ્રોકલીમાં કેરેટેનાયડ્સ લ્યુટિન હોય છે. આ હૃદયની ધમનીઓને સ્વસ્થ્ય બનાવી રાખે છે. તેના સેવાનથી હાર્ટ એટેક અને અન્ય બિમારીઓ થવાની આશંકા ઓછી થઈ જાય છે. તેમાં હાજર પોટેશિયમ કોલેસ્ટ્રોલના સ્તરને વધારવા નથી દેતો.

બ્રોકલીમાં પ્રોટીન, વિટામીન સી, પોટેશિયમ વધારે પ્રમાણમાં હોય છે. જે શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે. થાઇરોઇડની સમસ્યા થવા પર બ્રોકલી ખાવાથી ઘણો ફાયદો મળે છે. જે લોકો વધતા વજનથી પરેશાન છે તે લોકોએ બ્રોકલી કાચી ખાવી જોઇએ સલાડના રૂપમાં તેને ખાવાથી વધતું વજન ઓછું થાય છે.

બ્રોકલી એન્ટી પોલ્યુશન સબજી તરીકે પણ ઓળખાય છે. કારણ કે તે પ્રદૂષણથી થતી તમામ બીમારીથી બચાવે છે. ચીનમાં આ મામલે થયેલા અભ્યાસમાં ખુલાસો થયો છે કે બ્રોકલીના સ્પ્રાઉટ્સને કારણે શરીરને પ્રદૂષણથી થયેલું નુક્સાન જડમૂળથી દૂર કરી શકાય છે.

જ્યારે આપણે બ્રોકલી ખાઈએ છીએ ત્યારે તેમાં રહેલા ફોટોકેમિકલ શરીરમાં પહોંચીને પ્રદૂષણથી શરીરને થયેલા નુક્સાનને સુધારી દે છે. એટલે કે શરીરમાંથી એવા ટોક્સિન નીકળઈ જાય છે, જે પ્રદૂષણની સાથે સાથે તમાકુ ખાવાથી શરીરમાં પહોંચે છે.

બ્રોકલીના સેવનથી કેન્સર થવાની આશંકા ઓછી થઈ જાય છે. બ્રોકલીમાં ફિટાકેમિકલ વધુ માત્રામાં જોવા મળે છે. બ્રોકલીમાં હાજર તત્વ શરીરમાંથી ઝેરી તત્વોને પણ બહાર કાઢવાનું કામ કરે છે.

ફ્લાવર ગોબી જેવી બ્રોકોલીનો રંગ ડાર્ક લીલો અને એના ફૂલ ફ્લાવર કરતાં એકદમ જીણાં હોય છે. આપણાં દેશમાં એ વધારે પ્રમાણમાં નથી ઉગાડાતી પણ આજકાલ એ બજારમાં સહેલાઇથી મળી રહે છે. બ્રોકોલી ફાઇબર, કેલ્સિયમ, ફોલેટ અને ફિટોન્યુટ્રિયન્ટસથી ભરપૂર હોય છે.

ફિટોન્યુટ્રિયન્ટસથી હૃદયરોગ, ડાયાબિટીસ અને અમુક પ્રકારના કૅન્સરની સંભાવનામાં ઘટાડો થાય છે. બ્રોકોલીમાં વિટામિન સી અને બેટાકેરોટીન પણ હોય છે. જો લોકો વજન ઓછુ કરવા માંગે છે તેમને બ્રોકલીનું સેવન કરવું જોઈએ. કારણ કે તેમાં પોષક તત્વો ભરપુર હોય છે અને કેલેરી ખૂબ ઓછી હોય છે માટે વજન કંટ્રોલમાં રહે છે.

બ્રોકલી શરીરમાંથી ખરાબ તત્વોને કાઢીને તેમાં સારા એન્ટીઓક્સિડેન્ટ, વિટામિન, બીટા કેરોટીન, બી કોમ્પલેક્સ, ફૉલિક એસિડ, મિનરલ્સ જેવા તત્વો પહોંચાડે છે. આ તમામની મદદથી આપણને પેટમાં થતી બળતરા સહિતની મોટી બીમારીથી બચાવતી કોશિકાઓ મજબૂત થાય છે. ચમત્કારિક બ્રોકલી લોહીમાં સુગર લેવલ પણ જાળવી રાખે છે. તેમાંથી મળતા ગુણકારી તત્વોને કારણે કેન્સર જેવી બીમારીઓથી પણ બચી શકાય છે.

બોડીને ડિટોક્સ કરવા માટે તમે બ્રોકલીના જ્યૂસ, સ્મૂધી, સૂપને પણ ડાયટમાં સામેલ કરી શકો છો. તાજેતરમાં જ એક રિસર્ચમાં ખુલાસો થયો હતો કે જે લોકોએ બ્રોકલીના સ્પ્રાઉટ્સની ચા પીધી, તેમાંથી 64 ટકા લોકોની બોડીમાંથી બેનજેન (ક્રૂડ ઓઈલમાં હોય એ કેમિકલ) શરીરમાંથી નીકળ્યું અને 23 ટકા લોકોની બોડીમાંથી ‘આર્કિલોન’ (એક એવું કેમિકલ જેનાથી આંખ બળે છે) તે નીકળી જાય છે.

૧૦૦ ગ્રામ બ્રોકોલીમાં રોજની જરૂરિયાત કરતા ૧૫૦ ટકા વધારે આયર્ન રહેલું હોય છે, જે સામાન્ય શરદીને દૂર રાખવામાં મદદ કરે છે. બ્રોકોલીમાં સલ્ફોરફેન નામનું તત્ત્વ રહેલું છે જેને કેન્સર વિરોધી ગણવામાં આવે છે. બ્રોકોલીને પણ હળવા તાપે પકાવવું જોઇએ. વધારે પ્રમાણમાં બાફવાથી એમાં રહેલાં પોષક તત્ત્વો નાશ પામે છે. આ ખાવાથી ઓસ્ટિઓઆર્થારિટિસ નામનો રોગ નથી થતો.

Exit mobile version