Site icon The Ayurvedam

માંસપેશીઓના દુખાવા ને દૂર કરવા આજથી જ શરૂ કરો આનું સેવન, અહી ક્લિક કરી જાણો કેવી રીતે કરવો ઉપયોગ..

સિંધવ મીઠું એ મીઠાનો કોઇ પ્રકાર નથી પણ તે એક નેચરલ મિનરલ છે, જે સલ્ફર અને મેગ્નેશિયમને મિક્સ કરીને બને છે. આ એક પ્રકારનું ખનીજ છે. તે પાણીમાં નાખતાં તરત ઓગળી જાય છે.  અને ઓગળતાની સાથે જ મેગ્નેશિયમ અને સલ્ફેટ ઉત્પન્ન કરે છે. ગરમીની સીઝનમાં સિંધવ મીઠું અમૃત સમાન સાબિત થાય છે. તેમાં સોડિયમ ક્લોરાઈડ, સોડિયમ સલ્ફેટ, સોડિયમ બાયસલ્ફેટ, આયરન સલ્ફાઈડ, હાઈડ્રોજન સલ્ફાઈડ જેવાં પોષક તત્વો પ્રચુર માત્રામાં હોય છે.

જે શરીર માટે ફાયદાકારક છે. સિંધવ મીઠામાં આયરન અને મિનરલ્સનો સ્રોત સારો હોય છે. જો પેટમાં ગડબડ હોય તો આ મીઠાનું સેવન શરીર માટે બેસ્ટ ઓપ્શન છે. બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. સાથે સોડિયમ ઓછું કરવામાં મદદ કરે છે. સિંધવ મીઠામાં એલ્કલાઈન ગુણ રહેલો છે, જે પેટમાં બની રહેલા એસિડને નિયંત્રણમાં રાખે છે. આ સારું લેક્ઝેટિવ માનવામાં આવે છે. સિંધવ મીઠાને પાણીમાં મિક્સ કરીને પીવામાં આવે તો મસલ રિલેક્સેટનું કામ કરે છે.

જે વ્યક્તિ તણાવથી પીડાતી હોય તે જો સિંધવ મીઠું પાણીમાં મિક્સ કરી નહાય તો તણાવ ઘણો ઓછો થઇ જાય છે. આનાથી માત્ર તણાવ જ ઓછો નથી થતો, પરંતુ માંસપેશીઓ જકડાઇ ગઇ હોય, તેમાં દુખાવો થતો હોય તો તે પણ દૂર થાય છે. ડાયાબિટીસને કારણે ઘણી વાર શરીરમાં મેગ્નેશિયમની કમી વર્તાવા લાગે છે. તે યુરિન વાટે શરીરમાંથી બહાર નીકળી જાય છે.

શરીરમાંથી મેગ્નેશિયમ બહાર નીકળી જવાથી હોર્મોન્સ અસંતુલિત થવા લાગે છે. આમ થવાથી ડાયાબિટીસનો ભય વધી જાય છે. સિંધવ મીઠું ખાવાથી મેગ્નેશિયમનું સ્તર જળવાઇ રહે છે, સિંધવ મીઠામાં લેક્સેટિવ ગુણ હોય છે. લેક્સેટિવના કારણે પેટમાં કબજિયાત નથી થતી. પેટ સાફ થઈ જાય છે.  અને પાચનને લગતી કોઇપણ તકલીફ નથી થતી, કારણ કે સિંધવ મીઠુ ખાવાથી પેટમાં પાચન હોર્મોન્સ અને ન્યૂરો ટ્રાન્સમીટર બંને ઉત્પન્ન થાય છે.

તેનાથી ખાધેલો ખોરાક આસાનીથી પચી જાય છે અને આમ કબજિયાતથી પણ દૂર રહી શકાય છે. મસલ્સ પેઈન થવા કે પછી હાડકાં સંબંધી સમસ્યાઓમાં સિંધવ મીઠું બહુ જ લાભકારક માનવામાં આવે છે. શરીર સ્વસ્થ રહે તે માટે આઠ કલાકની ઊંઘ જરૂરી છે. જેને આઠ કલાકની ઊંઘ નથી આવતી તેણે સિંધવ મીઠુ ખાવું જોઇએ. તેનાથી આખા દિવસનો થાક દૂર થાય છે.  અને ઊંઘ પણ સારી આવે છે. તેની અંદર રહેલું મેલાટોનિન નામનું તત્ત્વ ઊંઘ લાવવાનું કામ કરે છે.

બ્લડપ્રેશરની સમસ્યા થાય એટલે મીઠું બંધ કરવાની કે ઓછું લેવાની સલાહ આપવામાં આવે છે. તે સમયે સિંધવ મીઠુ મદદરૂપ બને છે. સિંધવ મીઠુ માં રહેલું મેગ્નેશિયમ બ્લડપ્રેશર કંટ્રોલ કરવાનું કામ કરે છે. તેથી બ્લડપ્રેશરના દરદીઓને તે ખાવાની સલાહ આપવામાં આવે છે. વજન ઘટાડવા માટેનો આ એક બેસ્ટ ઉપાય છે. સિંધવ મીઠુંવાળા પાણીમાં 15 મિનિટ આખા શરીરને ડુબાડી રાખો. તેના માટે 1 ટબમાં નવશેકું પાણી લઈને તેમાં સારી માત્રામાં સિંધવ મીઠું નાંખો. પછી આ પાણીમાં થોડીવાર રહો. આનાથી બોડી ડિટોક્સીફાઈ થાય છે અને વજન ઉતરે છે.

આ પાણી ત્વચા સંબંધી બીમારીઓ દૂર કરવામાં પણ મદદ કરે છે. બોડી ડિટોક્સ થવાને કારણે બોડીમાં રહેલાં ટોક્સિન્સ પણ નીકળી જાય છે.  અને તેનાથી સ્કિન ગ્લો કરે છે અને મેટાબોલિઝ્મ પણ બૂસ્ટ થાય છે. સપ્તાહમાં 2-3 વાર સિંધવ મીઠુંવાળા પાણીથી સ્નાન કરો. પથરીનો પ્રોબ્લેમ હોય તો પાણીમાં લીંબુનો રસ અને સિંધવ મીઠું મિક્સ કરીને પીવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપાયથી પથરી ઓગળીને નીકળી જાય છે.

સિંધવ મીઠુ કોલસ્ટરોલને નિયંત્રિત કરવામાં માટે લાભકારી છે. અને તેને ખાવાથી વધુ કોલસ્ટરોલને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.કોલસ્ટરોલનું ઉચ્ચ સ્તર હૃદયના સ્વાસ્થ્યને અસર કરે છે અને હાર્ટઅટેક આવાનું સંભાવના છે. એટલા માટે જરૂરી છે કે કોલસ્ટ્રોલનું સ્તર હંમેશા નિયંત્રિત રાખો. મીઠું ખાવાથી માંસપેશીઓના દર્દ ને દૂર કરે છે. જો દર્દ વાળી જગ્યાએ મીઠું લગાવામાં આવે તો તો રાહત મળે છે.

શરીરના ગમે તે જગ્યા પર દર્દ થાય કે સુજન આવે તો તેના પર સિંધા મીઠું ને ગરમ કર્યા પછી એક કપડામાં બાધી દો. અને તે કપડાંને બધવાથી દર્દ દૂર થાય છે. અને આરામ મળે છે.  દર્દ થાય ત્યારે  દિવસમાં બે વાર મીઠું મુકો. શરીરમાં રહેલી માંસપેશીઓના સંકોચનને દૂર કરે છે અને શરીરને આરામ આપે છે. શ્વાસને લગતી બીમારીઓમાં રાહત આપે છે.

વાત, પિત્ત અને કફ સબંધિત રોગોને દૂર કરે છે. લીંબુ અને સિંધવ મીઠાનો શરબત પીવાથી પેટનાં જીવાણુઓ નાશ પામે છે. તે એસીડીટી અને ગેસને ઘટાડવામાં મદદ કરે છે. દાંતના રોગ સંબંધી બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. હાડકાની મજબૂતાઈ માટે ખૂબ જ ઉપયોગી છે. શરીરમાં લોહીનું પરિભ્રમણ સુધારે છે. અને હાનિકારક તત્વોને બહાર કાઢે છે. ઉલ્ટીમાં લીંબુના રસ સાથે લેવાથી રાહત મળે છે. શરીરની સુંદરતા વધારવા ઉપયોગી છે.

Exit mobile version