Site icon Ayurvedam

આ શક્તિશાળી શાકભાજીના સેવન માત્રથી ડાયાબિટીસ અને પાચનના રોગ ગાયબ, જીવનભર દવાથી મળી જશે છુટકારો

ગુવાર ભારતના ઘણા ભાગોમાં થાય છે. તેની શીંગ નો ઉપયોગ લીલા શાક તરીકે થાય છે. ગુવાર ખાસ કરીને ગરમ ઋતુનો પાક છે, પરંતુ સામાન્યત: એ વર્ષાઋતુમાં અને વસંત ઋતુમાં એમ વરસમાં બે વાર થાય છે. તેના છોડ બે બે-ત્રણ હાથ ઊંચા વધે છે. ગુવારને બાજરી સાથે મિશ્રપાક તરીકે પણ વાવવામાં આવે છે. લીલા પડવાશના ખાતર માટે પણ ગુવાર વવાય છે. એક વીઘે આશરે ત્રણ હજાર રતલ જેટલી ગુવારશીંગો ઊતરે છે.

ગુવારની ઘણી જાતો થાય છે. તેમાં તરડિયા કે ફટકણિયા ગુવાર સિવાયની બીજી જાતોની શીંગોનો શાકમાં ઉપયોગ થાય છે. સુંવાળી શીંગોવાળા સારી જાતના ગુવારને માખણિયો ગુવાર કહે છે. તેની શીંગો કોમળ અને ચાર-પાંચ ઇંચ લાંબી થાય છે. કેટલાક તેને પરદેશી ગુવાર પણ કહે છે. શાક ઉપરાંત તેની શીંગોનું અથાણું પણ થાય છે. દેશી કે સોટિયા ગુવારની શીંગો ત્રણ-સાડાત્રણ ઇંચની થાય છે. તેની શીંગોનું પણ શાક થાય છે.

ગુવારની ફળીનું શાક ખૂબ સ્વાદિષ્ટ બને છે. તેના શાકમાં અજમો અને લસણ નાખવાથી તેનો ગુણ અને સ્વાદ બેઉ વધે છે. ગુવારની લીલી શીંગો ન મળે ત્યારે તેની સુક્વણી વળી શિંગોનું પણ શાક બનાવવામાં આવે છે. ગુવારફળીનું પોષણમૂલ્ય ફણસી જેટલું જ સમૃદ્ધ મનાય છે.

ગુવારમાં ગ્લાઈકોનુટીન્ટસ તત્વ હોય છે, જે શરીરમાં બ્લડ શુગર લેવલને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. તેનાથી ઓછું ગ્લાઈસેમીક ઈંડેક્સ હોય છે તે ઇન્સ્યુલીનના પ્રમાણમાં વધારો થાય છે. તેનો આહાર ફાઈબર ભોજનને પચાવવામાં ઘણી મદદ થાય છે. કાચા ગુવારને ચાવવાથી ડાયાબીટીસ ના રોગીઓ માટે ઘણું ફાયદાકારક મનાય છે. ગુવારના કૂણાં પાનનું શાક ખાવાથી રતાંધળાપણું મટે છે.

લોહીનુ પરિભ્રમણ સારુ થાય છે કારણ કે ગુવારમા આયર્ન ભરપૂર હોય છે. અને જેના લીધે શરીરમા પૂરતા પ્રમાણમા ઓક્સિજનનુ વહન થાય છે અને લોહીનુ પરિભ્રમણ પણ સુધરે છે અને આ ઉપરાંત ગુવારમા ફોટોકેમિકલ હોય છે જે લોહીના પરિભ્રમણને સુધારે છે. ગુવાર મગજ ઠંડુ રાખવામા પણ મદદરૂપ સાબિત થાય છે કારણ કે ગુવારમા અનેક ગુણ હોય છે જે ચિંતા અને તણાવમા પણ ઘટાડો કરે છે અને મગજ શાંત રહે છે.

ગુવાર એક એવુ શાક છે જેમાં તેને ઓછા પ્રમાણમાં ખાવ તો પણ ભરપૂર પોષકતત્વો મળે છે. તે વજન ઓછુ કરવામાં ખૂબ જ અસરકારક પુરવાર થાય છે. જો તમે ડાયટિંગ કરતા હોવ તો તમારુ વેઈટ કંટ્રોલ કરવા માટે ગુવાર ફળી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

સામાન્ય રીતે ગુવાર ઢોરનો ખોરાક ગણાય છે. એ બળદોને ખાસ ખવડાવાય છે. તેથી બળદોનું બળ વધે છે. દૂઝણા ઢોરને ગુવાર ખવડાવવાથી દૂધ વધે છે. ગુવાર ખાવાથી હાડકા મજબૂત બને છે અને ગુવારમા કેલ્શિયમ અને મિનરલસ અને પોષક તત્વો હોય છે જેનાથી હાડકા મજબૂત બને છે અને ગુવારમા ફોસ્ફરસ પણ સારી માત્રામા હોય છે માટે જે હાડકા મજબૂત બનાવે છે.

ગુવારનું ગર્ભાવસ્થા દરમિયાન ખાસ સેવન કરવુ કારણ કે ગુવારના શાકનુ સેવન કરવાથી શરીરના બધા જ પોષકતત્વોની ખોટ પૂરાઇ જાય છે અને ગુવારમા ફોલિક એસિડ ભરપૂર હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે. ઉપરાંત વિટામિન ‘કે’ પણ પૂરતા પ્રમાણમા હોવાના કારણે હાડકા મજબૂત થાય છે અને બાળકના વિકાસમા મદદરૂપ થાય છે

ખાવા નો અને ગમ નો ગુવાર અલગ અલગ હોય છે. ગુજરાત માં વધુ ગમ નો ગુવાર વવાય છે. આ ગુવારનાં બીજને સૂકવીને તેનો લોટ બનાવવા માં આવે છે, આ પાઉડર કે લોટ, ગુવાર ગમ તરીકે ઓળખાય છે. આ ગુવાર ગમ થી બંધકોશ દૂર થાય છે, તેમાં રહેલ ફાઈબર, પાચન માર્ગને તંદુરસ્ત અને નિયમિત રાખે છે.

ગુવારની પાકી શીંગોનું શાક વધારે ખાવાથી પીડ અને ચક્કર આવે છે. સગર્ભા અને ધાવણા બાળકવાળી સ્ત્રીઓએ ગુવારફળીનું શાક ખાવું ન જોઈએ, કારણકે તેથી બાળકને પેટમાં દુખાવો થવાની સંભાવના રહે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Exit mobile version